ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું (Gujarat Cabinet Meeting 2021) આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણી (State Government Spokesperson Jitu Vaghani)એ આ અંગે જણાવ્યું હતું કે, આજની કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting 2021) ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ (Vibrant Gujarat Global Summit 2022)નું પ્રેઝન્ટેશન, ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ (GSSSB Head Clerk Paper Leak 2021), ધોરણ-10 અને 12ના બોર્ડની પરીક્ષા (Board exams), નદી ઉત્સવ અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીના જન્મદિન નિમિત્તે સપ્તાહ ઉજવણીનું આયોજન પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો-VGGS 2022 : વિદેશી ડેલીગેશને પણ નિયમો અનુસરવા પડશે, 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે
હેડ ક્લાર્ક પેપર લીક કાંડમાં કોઈને છોડવામાં નહીં આવે
રાજ્યના પ્રવક્તા પ્રધાન કેબિનેટ બેઠકમાં ચર્ચા થયા પ્રમાણે જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ (GSSSB Head Clerk Paper Leak 2021) બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના (CM Bhupendra Patel on Paper Leak Case) આપી છે કે, પેપર કાંડમાં કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વિચાર ધરાવતો વ્યક્તિ હોય તેને છોડવામાં આવશે નહીં. જ્યારે અસિત વોરા બાબતે જિતુ વાઘાણીએ કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરી નહતી. આમ, અત્યારે ગૃહ વિભાગ દ્વારા સતત તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થશે ત્યારે મીડિયા સમક્ષ પણ તપાસને રજૂ કરવામાં આવશે.
અટલ બિહારી વાજપાયીની જન્મ જયંતિની ઉજવણી
25 ડિસેમ્બરે દેશના વડાપ્રધાન અટલબિહારી વાજપાઈના જન્મદિન નિમિત્તે જન્મ જયંતીની ઉજવણી (Celebration of Atal Bihari Vajpayee's birth anniversary in Gujarat) કરવામાં આવશે, જે 7 દિવસ સમગ્ર સપ્તાહ દરમિયાન ઉજવવામાં આવશે. 25 ડિસેમ્બરે ગાંધીનગર સ્વર્ણિમ સંકૂલ ખાતે રાજય કક્ષાનો કાર્યક્રમ યોજાશે, જેમાં તમામ જિલ્લાથી અલગ અલગ પ્રધાનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની અનેક પોલિસીઓમાં થોડો ઘણો જ ફેરફાર કરવામાં આવશે. સાથે જ અનેક મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ પણ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. જ્યારે આ સાપ્તાહિક ઉજવણીમાં 4,681 જેટલા ખાતમુહૂર્ત કરવામાં આવશે અને 222 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અનેક કામોનું લોકાર્પણ કરવામાં આવશે.