ગાંધીનગર : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરેલા મતદારોની ગણતરી પ્રમાણે રાજ્યોની 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ 18,74,951 જેટલા મતદારો નોંધવામાં આવ્યા છે. જ્યારે રિવાઇસ પહેલા કુલ 18,71,612 જેટલા મતદારો હતો. જેમાં હવે 3339નો વધારો અને ટ્રાન્સજેન્ડરમાં 33 મતદારોનો વધારો થતાં કુલ મતદારો 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં 18,74,951 થયા છે.
1. અબડાસા વિધાનસભા મહિલા 1,21,711 પુરુષો 1,13,044 કુલ 2,34,755 જેમાં 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો 5631 અને થર્ડ જેન્ડર 0
2. લીંબડી વિધાનસભા મહિલા 1,28,188 પુરુષ 1,43,446 કુલ 2,71,638 જેમાં 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો 6465 અને થર્ડ જેન્ડર 4
3. મોરબી વિધાનસભા મહિલા 1,29,595 પુરુષ 1,41,845 કુલ 2,71,441 જેમાં 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો 6259 અને થર્ડ જેન્ડર 1
4. ધારી વિધાનસભા મહિલા 104232 પુરુષ 113342, 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો 6983 અને થર્ડ જેન્ડર 6
5. ગઢડા વિધાનસભા મહિલા 120339 પુરુષ 130672 કુલ 251002 જેમાં, 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો 7817 અને થર્ડ જેન્ડર 1
6. કરજણ વિધાનસભા મહિલા 99764 પુરુષ 104842 કુલ 204619 , જેમાં 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો 5572 અને થર્ડ જેન્ડર 13
7. ડાંગ વિધાનસભા મહિલા 88762 પુરુષ 89416 કુલ 178180, જેમાં 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો 2441 અને થર્ડ જેન્ડર 2
8. કપરાડા વિધાનસભા મહિલા 121213 પુરુષ 124519 કુલ 245736, જેમાં 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો 4491 થર્ડ જેન્ડર 4
8 વિધાનસભાની પેટાચૂંટણીમાં 18,74,951 લોકો મતદાન કરશે આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં સૌથી વધુ મતદારો ગઢડા વિધાનસભામાં નોંધાયા છે. જ્યારે થર્ડ જેન્ડર અબડાઆ વિધાનસભા વિસ્તારમાં એક પણ મતદાર નથી. કરજણ વિધાનસભામાં 13 જેટલા મતદારો થર્ડ જેન્ડર તરીકે નોંધાયા છે. જ્યારે આ આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં સૌથી વધુ 80 ઉંમરથી વધુના મતદારો ગઢડા વિધાનસભામાં 7817 મતદારો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. ત્યારે કેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને કેટલા ટકા મતદાન થશે તે જોવું રહ્યું ?
ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ એહવાલ