ગાંધીનગરઃગુજરાત વિધાનસભાનું સત્ર આજથી (બુધવારે) શરૂ (Gujarat Budget Session 2022) થઈ રહ્યું છે. જોકે, તે પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક (Gujarat Budget Session 2022) યોજાશે. સવારે 10 વાગ્યે સ્વર્ણિમ સંકુલ 1ના નર્મદા હોલ ખાતે આ બેઠક યોજાશે, જેમાં આગામી બજેટમાં (Gujarat Budget 2022) રજૂ થનારા અનેક પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો-કેબિનેટ બેઠકમાં જૂનાગઢના શિવરાત્રી મેળા બાબતે થશે ચર્ચા
બજેટ બાબતે વિશેષ ચર્ચા
આ અંગે મળતી માહિતી પ્રમાણે, આ અગાઉ પણ રાજ્યના મુખ્યપ્રધાન સુધારા બાબતે અને નવા પ્રોજેક્ટ બાબતે અધિકારીઓ અને મંત્રીઓને ખાસ સૂચના આપી હતી. 3 માર્ચે વિધાનસભામાં રજૂ થનારા નાણાકીય વર્ષ 2022-23 ના બજેટ (Gujarat Budget 2022) બાબત પર ખાસ ચર્ચા કરવામાં આવશે, જેમાં કયા મહત્વના પ્રોજેક્ટ્સ મૂકવામાં આવ્યા છે અને કેટલા સમયગાળા દરમિયાન તે પ્રોજેક્ટ પૂર્ણ કરી શકાય તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.