ગાંધીનગર: ગુજરાત સરકારનાબજેટ 2022-23માં ગૃહ વિભાગ (Gujarat Budget 2022) માટે 8,325 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા (Safety of citizens In Gujarat), ભયમુકત વાતાવરણનું સર્જન, કાયદો અને વ્યવસ્થા (Law and order In Gujarat)ની પરિસ્થિતિ જાળવવી એ રાજ્ય સરકારની ફરજ છે. આ માટે રાજ્યની પોલીસને અત્યાધુનિક શસ્ત્ર સરંજામ અને સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવશે. ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન (scientific crime investigation gujarat)માં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા FSLને નવા શિખર ઉપર પહોંચાડવામાં આવશે. રાજ્ય પોલીસતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે છેલ્લા 5 વર્ષમાં જુદા જુદા સંવર્ગોમાં અંદાજે 29 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ સંવર્ગની અંદાજે 12 હજાર જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં છે.
પોલીસ ખાતા માટે 48 હજારથી વધુ મકાનોનું નિર્માણ
રાજ્ય સરકાર દ્વારા પોલીસ પેટ્રોલિંગ (Police patrolling In Gujarat) અને સેવાઓની જાળવણી માટે 2,256 વાહનો ખરીદવા 183 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગૃહ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગની 1,094 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે, જેના માટે 41 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પોલીસ ખાતા માટે 48 હજારથી વધુ મકાનો (Houses for Gujarat police Department)નું નિર્માણ કરવામાં આવ્યું છે. તો રહેણાંક અને બિન રહેણાંક મકાનોના નિર્માણ માટે 861 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ડ્રીમ સિટી સુરત અને ગિફ્ટ સિટી ખાતે નવા પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે
આ ઉપરાંત જિલ્લા જેલ, સબ જેલ અને સ્ટાફ ક્વાટર્સના નિર્માણ માટે 158 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વિશ્વાસ પ્રોજેકટ (vishwas project gujarat) તથા અન્ય IT પ્રોજેકટ માટે 70 કરોડ ફાળવવામાં આવ્યા છે. ડ્રીમ સિટી સુરત અને ગિફ્ટ સિટી ખાતે નવા પોલીસ સ્ટેશન (New Police Stations In Surat) સ્થાપવામાં આવશે. બોર્ડર એરિયાની સિક્યોરિટી (Border Area Security Gujarat) વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે કચ્છ જિલ્લામાં ધોરડો, હાજીપીર અને ગાગોદરા આઉટપોસ્ટને પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવામાં આવશે.