ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Budget 2022: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4,782 કરોડ રૂપિયાની જોગવાઈ - નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના

ગુજરાત બજેટમાં (Gujarat Budget 2022) આ વખતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4,782 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં (Provision for Social Justice and Empowerment Department) આવી છે. આવો જાણીએ આ વિભાગને અન્ય શું મળ્યું.

Gujarat Budget 2022: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4,782 કરોડ રૂપિયાની જોગવાઈ
Gujarat Budget 2022: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4,782 કરોડ રૂપિયાની જોગવાઈ

By

Published : Mar 3, 2022, 3:19 PM IST

ગાંધીનગરઃ અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, વિચરતી અને વિમુકત જાતિ, લઘુમતીઓ, આર્થિક રીતે પછાત વર્ગ તેમ જ દિવ્યાંગો, વૃદ્ધો અને નિરાધારોના સશક્તિકરણ, સર્વાંગી વિકાસ અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા (Provision for Social Justice and Empowerment Department) વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સરકાર અમલ કરી રહી છે. આ યોજનાઓમાં લાભાર્થીઓને મળનાર રકમમાં વધારો કરી વધુ સારી રીતે સહાયભૂત થવા સરકારે નિર્ણય (Gujarat Budget 2022) કર્યો છે. જુઓ વધુ શું જાહેરાત થઈ.

આ પણ વાંચો-Gujarat Budget 2022: પશુપાલન, મત્સ્યોદ્યોગ અને સહકાર ઉદ્યોગને શું મળ્યું, જુઓ

  • નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાના (Destitute old age pension scheme) 60થી 80 વર્ષના લાભાર્થીઓને હાલ 750 રૂપિયા માસિક પેન્‍શન આપવામાં આવે છે, જેમાં 250નો વધારો કરી 1,000 રૂપિયા માસિક પેન્‍શન આપવામાં આવશે. 80 વર્ષ ઉપરના લાભાર્થીઓને હાલ 1,000 માસિક પેન્‍શન આપવામાં આવે છે. તેમાં 250 રૂપિયાનો વધારો કરી 1,250 રૂપિયા માસિક પેન્‍શન આપવામાં આવશે. તેનો લાભ આશરે 11 લાખ લાભાર્થીઓને મળશે. આ યોજના માટે 977 કરોડ રૂપિયાની જોગવાઈ (Provision for Social Justice and Empowerment Department) કરવામાં આવી છે.
  • રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્‍શન યોજના અને સંત સૂરદાસ દિવ્યાંગ પેન્‍શન યોજનામાં લાભાર્થીઓને હાલ 600 રૂપિયા માસિક પેન્‍શન આપવામાં આવે છે. તેમાં 400 રૂપિયાનો વધારો કરી હવે તેમને 1,000 રૂપિયા માસિક પેન્શન મળશે. આ યોજના માટે 35 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આર્થિક અને સામાજિક વિકાસ માટે અમલમાં મૂકાયેલ વિવિધ યોજનાઓ માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 43 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે 250 રૂપિયાનો વધારો કરવામાં આવશે. આ યોજના માટે 446 કરોડ રૂપિયાની જોગવાઈ
  • પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતિ અને આર્થિક રીતે પછાત વર્ગના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે હાલ 600 રૂપિયા આપવામાં આવે છે. તેમાં 300 રૂપિયાનો વધારો કરી ગણવેશ સહાય માટે 900 રૂપિયા આપવામાં આવશે. આ યોજના માટે 374 કરોડ રૂપિયાની જોગવાઈ
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્‍ટ ઈન એઈડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને નિભાવ ભથ્થાં પેટે માસિક રકમ 1,500 રૂપિયા આપવામાં આવે છે. તેમાં 660 રૂપિયાનો વધારો કરી માસિક રકમ 2,160 રૂપિયા આપવા માટે 288 કરોડ રૂપિયાની જોગવાઈ
  • આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજના માટે 205 કરોડ રૂપિયાની જોગવાઈ
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં વિધાર્થીઓને ભોજન બિલ પેટે સહાય માટે 19 કરોડ રૂપિયાની જોગવાઈ
  • અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને દિવ્યાંગોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે સરકારે 9 જેટલા ખાસ નિગમોની રચના કરી છે. જેના થકી લાભાર્થીઓને લોન આપવા માટે 105 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 1,70,000 કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા સરસ્વતી સાધના યોજના માટે 70 કરોડ રૂપિયાની જોગવાઈ
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક, માધ્યમિક તેમ જ ઉચ્ચ શિક્ષણ એવા દરેક સ્તરે શિષ્યવૃત્તિમાં 500 રૂપિયાનો વધારો થશે
  • માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને સાધનો પૂરા પાડવા 52 કરોડ રૂપિયાની જોગવાઈ
  • કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને સહાય માટે 42 કરોડ રૂપિયાની જોગવાઈ
  • સંકટ મોચન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળનાં કુટુંબનાં મુખ્ય કમાનાર વ્યકિતના દુ:ખદ અવસાનથી આવી પડેલ મુશ્કેલભરી પરિસ્થિતિમાં કુટુંબને સહાય માટે 21 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ડો. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્‍ન સહાય યોજનામાં હાલની સહાય 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. તેમાં 1.5 લાખ રૂપિયાનો માતબર વધારો કરી 2,50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તેના માટે 15 કરોડ રૂપિયાની જોગવાઈ
  • સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના હેઠળ 9 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ગ્રાન્‍ટ-ઇન-એઇડ છાત્રાલયોનું મકાનભાડું વિદ્યાર્થીદીઠ ગ્રામ્ય વિસ્તારમાં માસિક 50 રૂપિયામાંથી વધારી 100 રૂપિયા, નગરપાલિકા વિસ્તારમાં માસિક 70 રૂપિયામાંથી વધારી 140 અને મહાનગરપાલિકા વિસ્તારમાં માસિક 90 રૂપિયામાંથી વધારી 180 રૂપિયા કરવામાં આવશે
  • વિકસતી જાતિ માટેની ડે-સ્કોલર અને હોસ્ટેલર માટે અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં 600 રૂપિયાથી 2,200 રૂપિયા સુધીનો વધારો કરાશે
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટેની સાધન ખરીદવા હાલ 5,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. તેમાં 3,000 રૂપિયાનો વધારો કરી 8,000 રૂપિયા સહાય આપવામાં આવશે.
  • PhD જેવા ઉચ્ચ અભ્યાસ કરનારાં અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સહાય 30,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં 70,000 રૂપિયાનો માતબર વધારો કરી 1,00,000 રૂપિયાની સહાય અપાશે
  • દિવ્યાંગજનોને ભાવનાત્મક ટેકો આપવા સાંકેતિક ભાષાની વીડિયો કોલ સહિત રાજ્યકક્ષાની નવી 24x7 હેલ્પલાઈન સુવિધા શરૂ કરાશે

ABOUT THE AUTHOR

...view details