ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Budget 2022: રુપિયા 668.09 કરોડની પુરાંતવાળું બજેટ, કોઇ નવા કરવેરા નહીં - કૃષિ વિભાગ ગુજરાત

વર્ષ 2022-23માં ગુજરાત સરકાર (Gujarat Budget 2022)નો મહેસૂલી આવકનો અંદાજ 1,82,045.46 કરોડ રૂપિયા છે. તો મહેસૂલી ખર્ચનો અંદાજ 1,81,039.60 કરોડ રૂપિયા છે. વર્ષ 2020-21માં સરકારને રૂ. 161.99 કરોડની ખાધ ઊભી થઈ છે.

Gujarat Budget 2022: ગુજરાત સરકારને 161.99 કરોડની ખાધ
Gujarat Budget 2022: ગુજરાત સરકારને 161.99 કરોડની ખાધ

By

Published : Mar 3, 2022, 2:44 PM IST

Updated : Mar 3, 2022, 3:18 PM IST

ગાંધીનગર: રાજ્યના નાણાંપ્રધાન કનુ દેસાઈ દ્વારા ગુજરાતનું 2022-23નું સામાન્ય બજેટ(Gujarat Budget 2022) રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2022-23માં ગુજરાતસરકારનો મહેસૂલી આવકનો અંદાજ (Estimated revenue of gujarat) 1,82,045.46 કરોડ રૂપિયા છે. તો મહેસૂલી ખર્ચનો અંદાજ (Revenue Expenditure Gujarat) 1,81,039.60 કરોડ રૂપિયા છે. મહેસૂલી હિસાબ પર પુરાંત (Revenue surplus Gujarat) 1005.86, મૂડીની આવકનો અંદાજ (estimates of capital income gujarat) 51,251, લોન અને પેશગી સહિત મૂડી ખર્ચનો અંદાજ 59,394.06 અને મૂડી હિસાબ પર ખાધનો અંદાજ 8143.06 છે.

આ પણ વાંચો:Gujarat Budget 2022 UPDATE: નાણા પ્રધાનની જાહેરાત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 12,240 કરોડની જોગવાઈ

ચોખ્ખી લેવડદેવડ 668.09 કરોડ

તો કુલ એકત્રિત ફંડ 7137.20, જાહેર હિસાબ 7805.29 અને ચોખ્ખી લેવડ-દેવડ 668.09 કરોડ (net transactions gujarat government)છે. વર્ષ 2020-21માં રૂ. 6865.70 પુરાંતનો અંદાજ હતો, પરંતુ ચોખ્ખી લેવડ-દેવડને કારણે સરકારને રૂ. 161.99 કરોડની ખાધ ઊભી થઈ છે. વર્ષ 2020-21માં એકત્રિત ફંડ રૂ. 496.04 કરોડ હતું જેની સામે વર્ષના અંતે ચોખ્ખો હિસાબ રૂ. 657.03 કરોડ થયો છે. સરકારને રૂ. 161.99 કરોડની ખાધ ઊભી થઈ

2 લાખ 43 હજાર 965 કરોડ રૂપિયાનું બજેટ

વર્ષ 2022-23 માટે ગુજરાતનું 2 લાખ 43 હજાર 965 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ વિભાગ (Department of Agriculture Gujarat) માટે રૂપિયા 7,737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો જળ સંપત્તિ વિભાગ માટે રૂપિયા 5,539 કરોડ અને પાણી પુરવઠા વિભાગ માટે રૂપિયા 5,451 કરોડ તેમજ આરોગ્ય વિભાગ માટે રૂપિયા 12,240 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે રૂપિયા 34,884 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો:Gujarat budget 2022 LIVE : નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ રજૂ કરી રહ્યા છે ગુજરાત બજેટ 2022

બજેટ દરેક સમાજને સુખાકારી આપનારું - નાણાંપ્રધાન

ઉલ્લેખનીય છે કે, બજેટ રજૂ કરતા પહેલા નાણાં પ્રધાન કનુ દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, જનતાએ ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 27 વર્ષથી આશીર્વાદ આપ્યા છે. આ સરકારનું છેલ્લું બજેટ છે, જેથી આ બજેટ દરેક સમાજને સુખાકારી આપનારું તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપનારુ હશે

Last Updated : Mar 3, 2022, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details