ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Budget 2022 UPDATE: આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ 12,240 કરોડની જોગવાઇ

Gujarat Budget 2022 LIVE UPDATE: યુવાનો, ખેડૂતો, આદિવાસી અને માછીમારોને સ્પર્શતું હશે બજેટ, રાજ્યના દેવામાં થશે ઘટાડો
Gujarat Budget 2022 LIVE UPDATE: યુવાનો, ખેડૂતો, આદિવાસી અને માછીમારોને સ્પર્શતું હશે બજેટ, રાજ્યના દેવામાં થશે ઘટાડોGujarat Budget 2022 LIVE UPDATE: યુવાનો, ખેડૂતો, આદિવાસી અને માછીમારોને સ્પર્શતું હશે બજેટ, રાજ્યના દેવામાં થશે ઘટાડો

By

Published : Mar 3, 2022, 9:45 AM IST

Updated : Mar 3, 2022, 4:27 PM IST

16:23 March 03

ગુજરાત બજેટ 2022 મુદ્દે કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાની પ્રતિક્રિયા

ગુજરાત સરકાર દ્વારા બજેટના નામે માત્ર લોલીપોપ આપવામાં આવી: અર્જૂન મોઢવાડિયા

ચૂંટણી વર્ષમાં @BJP4 ગુજરાત સરકાર દ્વારા બજેટના નામે માત્ર લોલીપોપ આપવામાં આવી છે.

તેમજ તે રાજ્યની પ્રગતિ માટે, મોંઘવારી પર અંકુશ મેળવવાનો કોઈ રોડમેપ બતાવતો નથી.

તેમજ યુવાનોને રોજગારી આપવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.

15:27 March 03

ગુજરાત બજેટ 2022 મુદ્દે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા

ગુજરાતના બેરોજગાર યુવાનોની ઘોર ઉપેક્ષા કરતું બજેટ: જીગ્નેશ મેવાણી

માનનીય @Bhupendrapbjp જી, આ અમૃત કાળનું નહીં, ગુજરાતના યુવાનોના જીવનમાં બેરોજગારીનું ઝેર રેડનારું બજેટ છે. આ બજેટમાં એક પણ (હા, એકપણ) બેરોજગાર યુવાનને નોકરી આપવાની કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવાની કોઈ વાત નથી.

15:09 March 03

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રુપિયા 12,240 કરોડની જોગવાઇ કરવામાં આવી

બજેટની તસ્વીર

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૧૨,૨૪૦ કરોડની જોગવાઇ

  • સામાજિક અને આર્થિક વિકાસ, તેમજ સ્વસ્થ અને સુખી વ્યકિત માટે, આરોગ્ય એક પ્રાથમિક જરૂરિયાત છે. પ્રાથમિક સેવાઓથી માંડી ગંભીર રોગોના કિસ્સામાં લોકોને સહેલાઇથી ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે.
  • કિશોરીઓ તેમજ મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરીપેડ વિના મૂલ્યે આપવામાં આવશે.
  • આયુર્વેદ અને અન્ય સેવાઓ
  • સુરેન્‍દ્રનગર ખાતે આયુર્વેદ કોલેજ શરૂ કરવાનું આયોજન છે. જેના માટે જોગવાઇ ૧૨ કરોડ કરવામાં આવી.
  • નવસારી જિલ્લાના બિલિમોરા ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના નવા મકાનનાં બાંધકામ માટે જોગવાઇ ૧ કરોડ ફાળવામાં આવ્યા.
  • કામદાર રાજ્ય વીમા યોજનાનાં દવાખાનાઓમાં નોંધાયેલ ન હોય તેવા લોકો પણ હવે આરોગ્ય સુવિધા સાથે સરકારી હોસ્પિટલના ધોરણે નિ:શુલ્ક દવાઓ મેળવી શકે તે માટે જોગવાઇ ૫ કરોડ ફાળવવામાં આવ્યા.
  • ખોરાક અને ઔષધ નિયમનતંત્ર હેઠળ ટેસ્ટીંગનો વ્યાપ વધારવા સુરત ખાતે નવી લેબોરેટરી સ્થાપવામાં આવશે. જે માટે જોગવાઇ 3 કરોડ ફાળવવામાં આવ્યા.
  • સસ્તાદરે ઉત્કૃષ્ટ ગુણવત્તાની દવાઓ મળી રહે તે માટે જેનરીક સ્ટોરને પ્રોત્સાહન માટે જોગવાઇ ૨ કરોડ ફાળવામાં આવ્યા.

14:58 March 03

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ૪૭૮૨ કરોડની જોગવાઇ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ૪૭૮૨ કરોડની જોગવાઇ

  • અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, વિચરતી અને વિમુકત જાતિ, લઘુમતિઓ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ દિવ્યાંગો, વૃદ્ધો અને નિરાધારોના સશક્તિકરણ, સર્વાંગી વિકાસ અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સરકાર અમલ કરી રહી છે. આ યોજનાઓમાં લાભાર્થીઓને મળનાર રકમમાં વધારો કરી વધુ સારી રીતે સહાયભૂત થવા સરકારે નિર્ણય કરેલ છે.
  • નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાના ૬૦ થી ૮૦ વર્ષના લાભાર્થીઓને હાલ ૭૫૦ માસિક પેન્‍શન આપવામાં આવે છે. જેમાં ૨૫૦નો વધારો કરી ૧૦૦૦ માસિક પેન્‍શન આપવામાં આવશે. ૮૦ વર્ષ ઉપરના લાભાર્થીઓને હાલ ૧૦૦૦ માસિક પેન્‍શન આપવામાં આવે છે. જેમાં ૨૫૦નો વધારો કરી ૧૨૫૦ માસિક પેન્‍શન આપવામાં આવશે. જેનો લાભ આશરે ૧૧ લાખ લાભાર્થીઓને મળશે. આ યોજના માટે જોગવાઇ ૯૭૭ કરોડ ફાળવવામાં આવ્યા.
  • રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્‍શન યોજના અને સંત સૂરદાસ દિવ્યાંગ પેન્‍શન યોજનામાં લાભાર્થીઓને હાલ ૬૦૦ માસિક પેન્‍શન આપવામાં આવે છે. જેમાં ૪૦૦નો વધારો કરી ૧૦૦૦ માસિક પેન્શન આપવામાં આવશે. આ યોજના માટે જોગવાઇ ૩૫ કરોડ ફાળવાયા.
  • ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આર્થિક અને સામાજિક વિકાસ માટે અમલમાં મૂકાયેલ વિવિધ યોજનાઓ માટે જોગવાઇ માટે ૫૦૦ કરોડ ફાળવાયા.
  • ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૪૩ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે ૨૫૦નો વધારો કરવામાં આવશે. આ યોજના માટે જોગવાઇ ૪૪૬ કરોડ ફાળવાયા.
  • પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતિ અને આર્થિક રીતે પછાત વર્ગના અંદાજે ૩૬ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે હાલ ૬૦૦ આપવામાં આવે છે. જેમાં ૩૦૦નો વધારો કરી ગણવેશ સહાય માટે ૯૦૦ આપવામાં આવશે. આ યોજના માટે જોગવાઇ ૩૭૪ કરોડ ફાળવવામાં આવ્યા.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્‍ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે ૧ લાખ વિધાર્થીઓને નિભાવ ભથ્થાં પેટે માસિક રકમ ૧૫૦૦ આપવામાં આવે છે જેમાં ૬૬૦નો વધારો કરી માસિક રકમ ૨૧૬૦ આપવા માટે જોગવાઈ ૨૮૮ કરોડ ફાળવાયા.
  • આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ આવાસ યોજના માટે જોગવાઇ `૨૦૫ કરોડ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં વિધાર્થીઓને ભોજન બિલ પેટે સહાય માટે જોગવાઈ ૧૯ કરોડ ફાળવવામાં આવ્યા.
  • અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને દિવ્યાંગોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે સરકારે ૯ જેટલા ખાસ નિગમોની રચના કરી છે. જેના થકી લાભાર્થીઓને લોન આપવા માટે જોગવાઇ ૧૦૫ કરોડ ફાળવવામાં આવ્યા.
  • ધોરણ ૯ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે ૧ લાખ ૭૦ હજાર કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા સરસ્વતી સાધના યોજના માટે જોગવાઇ ૭૦ કરોડ ફાળવવામાં આવ્યા.
  • દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણ એવા દરેક સ્તરે શિષ્યવૃત્તિમાં ૫૦૦નો વધારો કરવામાં આવશે.
  • માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને સાધનો પૂરા પાડવા જોગવાઈમાં ૫૨ કરોડ ફાળવવામાં આવ્યા.
  • કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને સહાય માટે જોગવાઇ ૪૨ કરોડ ફાળવવામાં આવ્યા.
  • સંકટ મોચન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળનાં કુટુંબનાં મુખ્ય કમાનાર વ્યકિતના દુ:ખદ અવસાનથી આવી પડેલ મુશ્કેલભરી પરિસ્થિતિમાં કુટુંબને સહાય માટે જોગવાઇ ૨૧ કરોડ ફાળવવામાં આવ્યા.
  • ડો.સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્‍ન સહાય યોજનામાં હાલની સહાય ૧ લાખ આપવામાં આવે છે. જેમાં ૧.૫ લાખનો માતબર વધારો કરી ૨,૫૦,000 સહાય આપવામાં આવશે. જેના માટે જોગવાઇ ૧૫ કરોડ ફાળવવામાં આવી.
  • સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના હેઠળ જોગવાઇ ૯ કરોડ ફાળવવામાં આવ્યા.
  • ગ્રાન્‍ટ-ઇન-એઇડ છાત્રાલયોનું મકાનભાડું વિદ્યાર્થીદીઠ ગ્રામ્ય વિસ્તારમાં માસિક ૫૦ માંથી વધારી ૧૦૦, નગરપાલિકા વિસ્તારમાં માસિક ૭૦ માંથી વધારી ૧૪૦ અને મહાનગરપાલિકા વિસ્તારમાં માસિક ૯૦ માંથી વધારી ૧૮૦ કરવામાં આવશે.
  • વિકસતી જાતિ માટેની ડે-સ્કોલર અને હોસ્ટેલર માટે અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં ૬૦૦થી ૨૨૦૦ સુધીનો વધારો કરવામાં આવશે.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટેની સાધન ખરીદવા હાલ 5000 સહાય આપવામાં આવે છે જેમાં 3000 નો વધારો કરી ૮૦૦૦ સહાય આપવામાં આવશે.
  • પી.એચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસ કરનારાં અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સહાય ૩૦ હજાર આપવામાં આવે છે જેમાં
  • ૭૦ હજારનો માતબર વધારો કરી ૧ લાખની સહાય આપવામાં આવશે.
  • દિવ્યાંગજનોને ભાવનાત્મક ટેકો આપવા સાંકેતિક ભાષાની વીડિઓ કોલ સહિત રાજ્યકક્ષાની નવી ૨૪ x ૭ હેલ્પ લાઇન સુવિધા શરૂ કરવામાં આવશે.

14:39 March 03

જાહેર આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી સેવાઓ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૧૨,૨૪૦ કરોડની જોગવાઇ

સામાજિક અને આર્થિક વિકાસ, તેમજ સ્વસ્થ અને સુખી વ્યકિત માટે, આરોગ્ય એક પ્રાથમિક જરૂરિયાત છે. પ્રાથમિક સેવાઓથી માંડી ગંભીર રોગોના કિસ્સામાં લોકોને સહેલાઇથી ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે.

જાહેર આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી સેવાઓ

• કિશોરીઓ તેમજ મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરીપેડ વિના મૂલ્યે

આયુર્વેદ અને અન્ય સેવાઓ

• સુરેન્‍દ્રનગર ખાતે આયુર્વેદ કોલેજ શરૂ કરવાનું આયોજન છે. જેના માટે જોગવાઇ

૧૨ કરોડ.

• નવસારી જિલ્લાના બિલિમોરા ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના નવા મકાનનાં બાંધકામ માટે જોગવાઇ ૧ કરોડ.

• કામદાર રાજ્ય વીમા યોજનાનાં દવાખાનાઓમાં નોંધાયેલ ન હોય તેવા લોકો પણ હવે આરોગ્ય સુવિધા સાથે સરકારી હોસ્પિટલના ધોરણે નિ:શુલ્ક દવાઓ મેળવી શકે તે માટે જોગવાઇ ૫ કરોડ.

• ખોરાક અને ઔષધ નિયમનતંત્ર હેઠળ ટેસ્ટીંગનો વ્યાપ વધારવા સુરત ખાતે નવી લેબોરેટરી સ્થાપવામાં આવશે. જે માટે જોગવાઇ ૩ કરોડ.

• સસ્તાદરે ઉત્કૃષ્ટ ગુણવત્તાની દવાઓ મળી રહે તે માટે જેનરીક સ્ટોરને પ્રોત્સાહન માટે જોગવાઇ ૨ કરોડ.

14:21 March 03

જળસંપત્તિ વિભાગ માટે રૂ. 5339 કરોડની જોગવાઇ

  • રાજ્યની જીવાદોરી સમી સરદાર સરોવર યોજનાનું કામ મહદંશે પૂર્ણ થતા ૬૯ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થઇ સમગ્ર રાજ્યને જળ સુરક્ષાનું કવચ મળેલ છે. પર ડ્રોપ મોર ક્રોપના સિદ્ધાંતને ધ્યાને લઇ જળ સંસાધનોના અસરકારક વપરાશ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.
  • સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજનાના ૧૩૭૧ કિલોમીટર લંબાઈના ૨૪ પેકેજની કામગીરી પૂર્ણ થયેલ છે. જયારે ૧૧૫૦ કિલોમીટર પાઇપલાઇનના ૭ પેકેજોના કામો પ્રગતિ હેઠળ છે. આ કામગીરીથી પ૩ જળાશયો, ૧૩૦ જેટલા તળાવો અને ૮૦૦ કરતાં વધુ ચેકડેમોમાં મા નર્મદાના પાવન નીર વહેવડાવવામાં આવેલ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોને નર્મદા યોજનાના પાણીથી ભરતા આ શહેરોની પાણીની સમસ્યાનો મહદંશે ઉકેલ આવેલ છે. આ યોજના માટે જોગવાઈ રૂ. ૭૧૦ કરોડ.
  • કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે રૂ. ૪૩૬૯ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના ૬ તાલુકાના અંદાજે ૧ લાખ ૧૪ હજાર હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે જોગવાઈ રૂ. ૨૭૨ કરોડ. કચ્છમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૩૫૦ કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે જોગવાઈ રૂ. ૬૫ કરોડ,
  • સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા આધારિત રૂ. ૧૬૦૦ કરોડની કસરા દાંતીવાડા પાઈપલાઈનની કામગીરી થકી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોને પૂરક સિંચાઇનો લાભ આપવા જોગવાઈ રૂ.૯૩ કરોડ. બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ આપવા પ્રગતિ હેઠળની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે જોગવાઈ રૂ. ૭૦ કરોડ.
  • વાત્રક નદીમાંથી અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાઓના ૭૨ તળાવો થકી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. ૧૮૬ કરોડની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના ૩૦ તળાવોથી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. ૭૫ કરોડની યોજના. બંને યોજના માટે કુલ જોગવાઇ રૂ. ૪૫ કરોડ.
  • સાબરમતી નદી પર રૂ. ૨૦૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હીરપુરા અને વલાસણા બેરેજ માટે જોગવાઇ રૂ. ૩૫ કરોડ.
  • ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ અને યાત્રાધામ તરીકે વિકસાવવા રૂ. ૨૦૦ કરોડના આયોજન હેઠળ બેરેજ બનાવવા માટે જોગવાઇ રૂ. ૩૦ કરોડ.
  • કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, મહુધા, ગળતેશ્વર, બાલાસિનોર, લુણાવાડા, બાયડ વગેરે તાલુકાઓમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૨૦૦ કરોડની કિંમતની રીચાર્જવેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કીંગ, તળાવોની કેપેસીટી વધારવી વગેરે કામગીરીઓ તબક્કાવાર કરવાનું આયોજન છે. આ માટે જોગવાઈ રૂ. ૧૪ કરોડ.
  • અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના સાણંદ,બાવળા અને વિરમગામ તાલુકાના સિંચાઈ સુવિધાથી વંચિત રહેલ ગામોને સિંચાઈનો લાભ આપવા માટે જોગવાઈ રૂ. ૨૫ કરોડ.
  • ખોરસમ - માતપુર - ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પૂરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે જોગવાઈ રૂ. ૧૯ કરોડ.
  • વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સિંચાઈ સુવિધા અને રીચાર્જીંગ માટે રૂ. ૩૦૮ કરોડની પોઈચા વિયરની કામગીરી માટે જોગવાઈ રૂ. ૧૫ કરોડ.
  • કડાણા નહેર આધારિત પાઇપલાઇન દ્વારા કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાના કામો માટે જોગવાઇ રૂ. ૧૦ કરોડ.
  • સુરત જિલ્લાના ઉમરાપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુલ ૭૩ ગામોમાં સિંચાઇ સુવિધાનો લાભ આપવા માટે પ્રગતિ હેઠળની રૂ. ૭૧૧ કરોડની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે જોગવાઇ રૂ. ૧૬૧ કરોડ.
  • પંચમહાલ જિલ્લામાં પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ/જળાશય આધારિત સિંચાઈ સુવિધા આપવા માટે રૂ. ૪૫૨ કરોડની કામગીરી માટે જોગવાઈ રૂ. ૧૬૦ કરોડ.
  • દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો/બેરેજો વિયર રૂ. ૫૦૦ કરોડના ખર્ચે આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે જોગવાઈ રૂ.૯૪ કરોડ.
  • હાથ ધરાયેલ ઉદવહન સિંચાઈ યોજનાઓ સોનગઢ-ઉચ્છલ-નિજર, કાકરાપાર ગોરધા-વડ, કરજણ જળાશય આધારિત પાઈપલાઈનો પૂર્ણ કરી સિંચાઈ વિતરણ વ્યવસ્થા માટે જોગવાઈ રૂ. ૧૯૫ કરોડ.
  • કડાણા-દાહોદ પાઈપલાઈનનું વિસ્તૃતિકરણ કરી સિંચાઈ સુવિધામાં વધારો કરવા માટે રૂ. ૨૨૬ કરોડની યોજના માટે જોગવાઈ રૂ. ૭૦ કરોડ.
  • પાનમ જળાશય આધારિત વાંકડી ગામ પાસેથી સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે રૂ. ૧૩૩ કરોડની ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત ૨૩ ગામોને લાભ આપવા માટે જોગવાઇ રૂ. ૩૫ કરોડ.
  • મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના જુદા જુદા ૧૧ ગામોના આશરે ૧૬૦૦ હેક્ટર વિસ્તારને સિંચાઇ સુવિધા આપવા માટે રૂ. ૮૪ કરોડની યોજના માટે જોગવાઇ રૂ. ૨૫ કરોડ.
  • નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગામોને સિંચાઇનો લાભ આપવા, બિલિમોરા નગરપાલિકા અને આજુબાજુના ગામોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા, દરિયાઇ ખારાશ આગળ વધતી અટકાવવા તેમજ ભૂગર્ભ જળ રીચાર્જ કરવા રૂ. ૨૫૦ કરોડની વાઘરેજ રિચાર્જ યોજનાનું આયોજન.
  • પૂર્ણા નદી ઉપર વિરાવળ-કસ્બાપર ગામ પાસે ટાઇડલ રેગ્યુલેટરના બાંધકામ માટે રૂ.૨૫૦ કરોડની યોજનાનું આયોજન.
  • કર્લી રિચાર્જ જળાશય વિસ્તારને પર્યાવરણીય સ્થળ તરીકે વિકાસ કરવા તેમજ ક્ષાર પ્રવેશ નિયંત્રણની કામગીરીને સુદૃઢ કરવા જોગવાઇ રૂ. ૨૦ કરોડ.
  • કચ્છમાં ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ જળસંગ્રહ કરવાના હેતુસર બંધારાની કામગીરી માટે જોગવાઈ રૂ. ૮ કરોડ.

ભાડભૂત બેરેજ

  • નર્મદા નદી ઉપર રૂ. ૫૩૨૨ કરોડના ખર્ચે મીઠા પાણીનું સરોવર બનાવવાની મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલુ છે. આ યોજના માટે જોગવાઇ રૂ. ૧૨૪૦ કરોડ.

નર્મદા યોજના

  • નર્મદા યોજના માટે જોગવાઇ રૂ. ૬૦૯૦ કરોડ,
  • સરદાર સરોવર ડેમનું બાંધકામ વર્ષ ૨૦૧૭માં પૂર્ણ થયેલ છે. આ યોજનાના પાણીનો સિંચાઇ, જળવિદ્યુત ઉત્પાદન, પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગ કરવામાં આવે છે. આગામી વર્ષે કચ્છ બ્રાંચ કેનાલ અને તેના આનુષંગિક નેટવર્કનું કામ પૂર્ણ કરી માંડવી તાલુકા સુધી નર્મદાના નીર પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ છે. તદુપરાંત ઉત્તર ગુજરાતમાં નર્મદા યોજનાની હયાત કેનાલોના સુદૃઢીકરણ અને સૌરાષ્ટ્રમાં મીસીંગ લીંક પૂર્ણ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

સૂક્ષ્મ સિંચાઇ

  • ગુજરાતે સૂક્ષ્મ સિંચાઇના ક્ષેત્રે પહેલ કરી નોંધપાત્ર પ્રગતિ કરેલ છે. આ પદ્ધતિથી પાણીના કરકસરભર્યા વપરાશ સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. છેલ્લાં બે દશકમાં અંદાજે ૨૧ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ પ્રસ્થાપિત કરી ૧૩ લાખ ખેડૂતોને લાભ આપવામાં આવેલ છે. આગામી વર્ષમાં વધુ ૧ લાખ હેકટરમાં આ યોજનાનો વ્યાપ વધારવા માટે જોગવાઇ રૂ. ૫૦૦ કરોડ.

14:19 March 03

સહકાર

 ખેડૂતોને ખરીફ, રવી તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે જોગવાઇ રૂ. ૧૨૫૦ કરોડ.

 કૃષિ બજાર વ્યવસ્થાના સંચાલન તેમજ સુદૃઢીકરણ માટે જોગવાઇ રૂ. ૫૦ કરોડ.

 સહકારી ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરવા લોન પેટે રૂ. ૧૦ કરોડ.

 ખાંડ સહકારી મંડળીઓને ટૂંકા તેમજ લાંબા ગાળાની વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ.૧૩ કરોડ.

 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હમાલોને માલસામાનની હેરફેર માટે ટ્રોલી ઉપલબ્ધ કરાવવા માટે જોગવાઇ રૂ. ર કરોડ.

14:15 March 03

મત્સ્યોદ્યોગ

 મત્સ્યોધોગ પ્રભાગ માટે જોગવાઇ રૂ.૮૮૦ કરોડ .

 માછીમારોને મળતા રાહત દરના ડીઝલની મર્યાદામાં દરેક સ્તર પર ૨ હજાર લીટરનો વધારો કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું .

 સાગરખેડુઓને હાઇસ્પીડ ડીઝલ વેટ રાહત યોજના માટે જોગવાઇ રૂ. ૨૩૦ કરોડ.

 સાગરખેડુઓને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવા જોગવાઇ રૂ. ૭૫ કરોડ.

 પાંચ બારમાસી મત્સ્ય બંદરો નવાબંદર, વેરાવળ -૨, માઢવાડ, પોરબંદર -૨ અને સુત્રાપાડાના વિકાસ તેમજ મત્સ્યોદ્યોગ કેન્દ્રોના નિર્માણની યોજના હેઠળ જોગવાઈ રૂ.૨૦૧ કરોડ.

 સાગરખેડુઓને આધુનિક સાધનો, સલામતી અને નફાકારક ઉત્પાદન વધારવા માટેની યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૪૦ કરોડ.

 હાલના બંદરોના રખરખાવ અને મૂળભૂત સુવિધાઓને સુદૃઢ બનાવવા તથા ચોરવાડ અને ઉમરસાડી ખાતે ફ્લોટીંગ જેટીની સુવિધા પૂરી પાડવા માટે જોગવાઇ રૂ. ૨૬૪ કરોડ.

 પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે જોગવાઇ રૂ. ૩૦ કરોડ.

 આંતરદેશીય મત્સ્યોધોગ સાથે સંકળાયેલ લાભાર્થીઓને સાધન સહાય માટે જોગવાઇ રૂ. ૨૫ કરોડ.

 ભાંભરાપાણી મત્સ્યોધોગના વિકાસ માટે ઝીંગા ઉછેર ફાર્મને માળખાકીય સવલતો પૂરી પાડવા જુદી જુદી યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૫ કરોડ.

14:14 March 03

પશુપાલન

 પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ. ૩૦૦ કરોડ.

 ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જોગવાઇ રૂ.૫૦૦ કરોડ.

 ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે જોગવાઇ રૂ. ૫૦ કરોડ .

 ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા જોગવાઈ રૂ.૮૦ કરોડ.

 ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા તેમજ સઘન બનાવવા માટે જોગવાઈ રૂ.૫૮ કરોડ.

 ગાભણ તેમજ વિયાણ બાદના પશુઓ માટે ખાણદાણ સહાય યોજના થકી પશુપાલકોને લાભ આપવા માટે જોગવાઇ રૂ.૪૪ કરોડ.

 મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે જોગવાઈ રૂ. ૨૪ કરોડ.

 ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દૂધઘર/ ગોડાઉન બાંધકામ માટે જોગવાઇ રૂ. ૧૨ કરોડ.

 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ માટે જોગવાઇ રૂ.૮ કરોડ.

 કામધેનુ યુનિવર્સિટીના સંચાલન તેમજ કૃષિ સંશોધનના કાર્યક્રમોને વેગ આપવા માટે જોગવાઇ રૂ.૧૩૭ કરોડ.

14:10 March 03

શિક્ષણ વિભાગ માટે 34,884 કરોડની જોગવાઈ

  • Mission school of excellence યોજના હેઠળ 1188 કરોડની જોગવાઈ
  • રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓ તેમજ દવાઓ બનાવવા માટે 937 કરોડની જોગવાઈ, 10,000 જેટલા નવા ઓરડા બનાવવાની આયોજન.
  • 50 જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કુલ સામાજિક ભાગીદારીના ધોરણે શરૂ કરી એક લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે ૯૦ કરોડની જોગવાઈ
  • સૈનિક સ્કૂલ બાલાછડી જામનગરને નવતર સુવિધાઓથી સજ્જ કરવા માટે ૨૮ કરોડની જોગવાઈ
  • દૂધ સંજીવની યોજનાનો વ્યાપ વધારવા જાંબુઘોડા અને મોરવા હડફ તાલુકાનો સમાવેશ કરવા માટે ૫૦ લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત 1068 કરોડની જોગવાઈ
  • રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત 629 કરોડની જોગવાઈ
  • અંદાજે ૧૧ લાખ વિદ્યાર્થીઓને એસ.ટી.બસ ફ્રી પાસ માટે 205 કરોડની જોગવાઈ
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શાળાઓમાં વેકેશન એજ્યુકેશન અંતર્ગત 129 કરોડની જોગવાઈ
  • વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધાઓની ખૂટતી કડી પૂરી કરવા માટે 81 કરોડ ની જોગવાઈ
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓ તથા તમામ દિવ્ય વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફી માટે 37 કરોડ રૂપિયાની જોગવાઈ

14:03 March 03

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 12,240 કરોડની જોગવાઈ

  • કિશોરીઓ તેમજ મહિલાઓને માસિક ધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરી પેડ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા 45 કરોડની જોગવાઈ
  • કિશોરી માં આર્યન તત્વોની ઉણપના કારણે એનિમિયાનું પ્રમાણ જોવા મળે છે અને સમયસર માતૃત્વ ધારણ કરનાર આ કિશોરી માં હીમોગ્લોબિનનું મોનિટરિંગ કરવા તેમજ આચાર્ય તત્વોની ઉણપ દૂર કરવા માટે પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ
  • બાળકોને સગન પોષણ આપવા બાલ અમૃતમ યોજના હેઠળ વીસ કરોડની જોગવાઈ
  • નવજાત શિશુ અને માતાને ઘર સુધી પહોંચાડવા માટે નવા ૯૦ કિલકિલાટ વાહનો ઉપલબ્ધ કરાવવા પાંચ કરોડની જોગવાઈ
  • સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ સહાય આપવા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ ૧૫૦ કરોડની જોગવાઈ
  • શહેરી ક્ષેત્રોમાં સિદ્ધિ અને પછી શરૂ કરવામાં તથા વિસ્તારોના આયોજન મુજબ બાકી રહેતી તમામ સી.પી.એફ શરૂ કરવા માટે વધુ 1238 કર્મચારીઓની જગ્યાઓ ઊભી કરવામાં આવશે તે માટે ૧૬ કરોડની જોગવાઈ
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ 1556 કરોડની જોગવાઈ
  • આરોગ્ય કેન્દ્રની માળખાકીય સગવડોના વિકાસ માટે કોઈ 629 કરોડની જોગવાઈ
  • સિંગરવા અમદાવાદ અને ડીસા બનાસકાંઠાની પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલના અપડેટ કરી જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે ૩૦ કરોડના આયોજન પૈકી ૮ કરોડની જોગવાઈ
  • રાજ્યમાં એમ્બ્યુલન્સ સેવાનો વ્યાપ વધારવાનો નવી એમ્બ્યુલન્સ વાન અને 10 મોબાઈલ સંજીવનીમાં માટે ૨૨ કરોડની જોગવાઈ
  • ટેલિમેડીસીનના સ્ટેશન અંતર્ગત ૬૦ વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા છે બધે ટેસ્ટ સેમ્પલ કલેક્શન યોજના માટે પાંચ કરોડની જોગવાઈ
  • દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે મોટરસાયકલ આધારિત 50 મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ કરવા માટે બે કરોડની જોગવાઈ

14:00 March 03

બાગાયત

  • બાગાયત ખાતાની યોજનાઓ માટે જોગવાઇ રૂ. ૩૬૯ કરોડ.
  • કમલમ્ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે જોગવાઇ રૂ. ૧૦ કરોડ.
  • મઘ ક્રાંતિને વેગ આપવા રાજ્યના ૧૦ હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા જોગવાઇ રૂ. ૧૦ કરોડ.
  • કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ જોગવાઇ રૂ. ૭ કરોડ.
  • અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરવા માટે જોગવાઇ રૂ. ૭ કરોડ.
  • કૃષિ યુનિવર્સિટીઓ
  • કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા જોગવાઇ રૂ. ૭૫૭ કરોડ.

13:54 March 03

વર્ષ ૨૦૨૨-૨૩માં સરકારનો અંદાજ(કરોડમાં)

  • મહેસૂલી આવક - ૧૮૨૦૪૫.૪૬
  • મહેસૂલી ખર્ચ - ૧૮૧૦૩૯.૬૦
  • મહેસૂલી હિસાબ પર પુરાંત - ૧૦૦૫.૮૬
  • મૂડીની આવક - ૫૧૨૫૧
  • લોન અને પેશગી સહિત મૂડી ખર્ચ - ૫૯૩૯૪.૦૬
  • મૂડી હિસાબ પર ખાધ - -૮૧૪૩.૦૬
  • કુલ એકત્રિત ફંડ , ૭૧૩૭.૨૦
  • જાહેર હિસાબ , -૭૮૦૫.૨૯
  • ચોખ્ખી લેવડ-દેવડ - ૬૬૮.૦૯ કરોડ
  • વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૬૮૬૫.૭૦ પુરાંતનો અંદાજ હતો પરંતુ ચોખ્ખી લેવડ-દેવડને કારણે સરકારને રૂ. ૧૬૧.૯૯ કરોડની ખાધ ઊભી થઈ
  • વર્ષ ૨૦૨૦-૨૧માં એકત્રિત ફંડ રૂ. ૪૯૬.૦૪ કરોડ હતું જેની સામે વર્ષના અંતે ચોખ્ખો હિસાબ રૂ. ૬૫૮.૦૩ કરોડ થયો
  • સરકારને રૂ. ૧૬૧.૯૯ કરોડની ખાધ ઊભી થઈ

13:53 March 03

કૃષિ વિભાગ..

1. પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે 2310 કરોડની જોગવાઈ

2. કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત તેમજ વિવિધ મશીનરીની ખરીદીમાં સહાય આપવા માટે 260 કરોડની જોગવાઈ

3. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટ માટે 231 કરોડની જોગવાઈ

4. સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે 213 કરોડની જોગવાઈ

5. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે 142 કરોડની જોગવાઈ

6. પ્રાકૃતિક ખેતી ને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડની રચના કરવામાં આવશે તે માટે ૧૦૦ કરોડની જોગવાઈ

7. સર્વગ્રાહી કૃષિ વ્યવસ્થાની અંતર્ગત એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા 100 કરોડની જોગવાઈ

8. ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત 81 કરોડની જોગવાઈ

9. ખેડૂતોને મલ્ટી પર્પસ ઉદ્યોગ માટે એક ધર્મ તથા પ્લાસ્ટિકના બેટો કર વિના મૂલ્યે આપવા કરોડની જોગવાઈ

10. ધોરણના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓના છંટકાવ કરી ઉત્પાદન વધારવા અને કૃષિ ઇનપુટનો ખર્ચ ઘટાડવા માટે ૩૫ કરોડની જોગવાઈ

11. ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંપૂર્ણ રસાયણયુકત ખેતી માટે ૩૨ કરોડની જોગવાઈ

12. વન્ય પ્રાણીઓ દ્વારા પાકને થતું નુકશાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સીંગમાં સહાય માટે ૨૦ કરોડની જોગવાઈ

13. ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરું પાડવા ખાતર સંગ્રહ કરવા માટેની 17 કરોડની જોગવાઈ

14. કૃષિ ઉત્પાદનના પરિવહન માટે માલવાહક વાહન ની ખરીદી ઉપર સહાય આપવા માટે ૧૫ કરોડની જોગવાઈ

15. રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધનના ઉપયોગની સહાય આપી પ્રોત્સાહિત કરવા માટે ૧૦ કરોડની જોગવાઈ.

13:44 March 03

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 15,568 કરોડની જોગવાઈ

  • સામાજિક ન્યાય અને અધિકાદરિતા 4782 કરોડ
  • આદિજાતિ વિકાસ 2909 કરોડની જોગવાઈ
  • પંચાયત અને ગ્રામ વિકાસ માટે 9048 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ 14,297 કરોડની જોગવાઈ
  • ઉદ્યોગ અને ખાણ 7030 કરોડની જોગવાઈ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી 652 કરોડની જોગવાઈ
  • નવી 2 લાખ રોજગારીનું સર્જન
  • વિજ્ઞાન અને ઔદ્યોગિક 670 કરોડની જોગવાઈ
  • શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે કુલ 1837 કરોડની જોગવાઈ
  • માર્ગ અને મકાન માટે 12024 કરોડની જોગવાઈ
  • બંદરો અને વાહનો માટે 1504 કરોડની જોગવાઈ

13:40 March 03

કુલ બજેટ 2,43,965 કરોડ

  • કૃષિ, કલ્યાણ અને સહકારમાં 7737 કરોડની જોગવાઈ
  • બાગાયતમાં 369 કરોડની જોગવાઈ
  • પશુપાલન માત્ર 300 કરોડની જોગવાઈ
  • મત્સ્યોદ્યોગ માટે 880 કરોડની જોગવાઈ
  • જળસંપતિમાં 5339 કરોડની જોગવાઈ
  • સાબરમતી નદી પર 200 કરોડના ખર્ચે હિરપુર વલસના બરેજ 200 કરોડ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માં 12,240 કરોડની જોગવાઈ
  • પાણી પુરવઠામાં 5451 કરોડની જોગવાઈ
  • અન્ન નાગરિક પુરવઠાના 1526 કરોડની જોગવાઈ
  • શિક્ષણ માં 34,884 કરોડ ની જોગવાઈ
  • ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ માં 350 કરોડ મુખ્યમંત્રી સ્વાવલંબી યોજના

13:33 March 03

દેશના વિકાસમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર છે

  • નાણાપ્રધાન કનુ દેસાઇએ કહ્યું- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સૌથી ઝડપી વિકાસ કરતી અર્થવ્યવસ્થા બની છે,
  • ગુજરાતમાં 10 કરોડથી વધુનું રસીકરણ પૂરું કર્યું
  • 280 જેટલી સરકારી યોજનાઓ ડિજિટલ માધ્યમથી લોકો સુધી પહોંચાડી
  • ડાંગ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો પ્રથમ જિલ્લો
  • ગુજરાત ઓનલાઈન પોર્ટલના માધ્યમથી દર વર્ષે 20 હજાર કરોડની સહાય લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે
  • ખેડૂતોની જેમ માછીમારીઓને કિશન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે માછીમારોને સહાય ધીરાણ આપવામાં આવશે

13:20 March 03

બિન સચિવાલયની પરીક્ષા જાહેર

  • 24 એપ્રિલ ના રોજ યોજાશે પરીક્ષા
  • અગાઉ ગૌણ સેવા આયોગ દ્વારા પરીક્ષા કરવામાં આવી હતી મોકૂફ
  • રાજ્યના નાણાં વિભાગનો પરિપત્ર
  • બજેટ જ્યાં સુધી વિધાનસભા ગૃહમાં પૂર્ણ નહિ થાય ત્યાં સુધી મીડિયાને બજેટ બુક આપવામાં નહિ આવે
  • ઔચિત્ય ભંગ થવા બદલ નાણા વિભાગ દ્વારા કરવામાં આવ્યો પરિપત્ર

13:13 March 03

  • ડ્રગ્સ બાબતે કરવામાં આવ્યો હોબાળો
  • વિધાનસભા ગૃહ મુલતવી રાખવામાં આવ્યું
  • કોંગ્રેસના ધારાસભ્યો વેલ તરફ આવ્યા
  • ડ્રગ્સના મુદ્દે હોબાળો, કોંગ્રેસના ધારાસભ્યો પોસ્ટર બતાવ્યા
  • કોંગ્રેસે અદાણી પોર્ટ પર ડ્રગ્સના બેનર બતાવ્યા
  • ડ્રગ્સ-ચંદનની હેરાફેરી ભાજપ તેરી કહાની - બેનર
  • રાજ્યના યુવાનો સાથે મજાક કરી રહી છે કોંગ્રેસ - સંઘવી
  • આ કાર્ય દર્શાવે છે કે સાથી મિત્રો ડ્રગ્સના દુષણને દુર કરવા ગંભીર નથી
  • માત્ર રાજનીતિ કરે છે
  • અનેક યુવાનો સાથે જોડાયેલ છે આ મુદ્દો

12:32 March 03

દરેક સમાજને સુખાકારી આપનારુ, આ સરકારનું છેલ્લુ બજેટ: નાણાં પ્રધાન કનુ દેસાઈ

નાણાં પ્રધાન કનુ દેસાઈ
  • આજે ગુજરાત વિધાનસભામાં સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યુ છે, ત્યારે બજેટ પહેલા નાણાં પ્રધાન કનુ દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમા જણાવ્યુ હતુ કે, જનતાએ ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 27 વર્ષથી આશિર્વાદ આપ્યા છે. આ સરકારનું છેલ્લુ બજેટ છે, જેથી આ બજેટ દરેક સમાજને સુખાકારી આપનારુ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપનારુ હશે.

12:27 March 03

વિધાનસભા સત્ર શરૂ, પ્રથમ કલાકમાં પ્રશ્નોતરી કાળ, ગુજરાતમાં દારૂની રેલમછેલ

પ્રથમ કલાકમાં પ્રશ્નોતરી કાળ બાદમાં બજેટ રજૂ થશે

કોંગ્રેસનો ગુજરાત સરકાર પર આક્ષેપ

  • રાજ્યમાં હજી નર્મદા કેનાલોનું કામ બાકી
  • 31 ડિસેમ્બર 2021 સુધીમાં 6677.8 કિલોમીટર લંબાઈના કામ બાકી
  • જમીન સંપાદન, યુટીલિટી ક્રોસિંગ, ગેસ/ઓઇલ પાઈપલાઈન સંબંધિત વિભાગોની મંજૂરી બાકી
  • રાજ્ય સરકાર દ્વારા ગૃહમાં આપવામાં આવ્યો લેખિતમાં જવાબ
  • ગુજરાતમાં દારૂની રેલમછેલ, આ ગુન્હામાં અસંખ્ય આરોપીઓ વોન્ટેડ
  • છેલ્લા 2 વર્ષમાં 215 કરોડથી વધુની કિંમતની એક કરોડથી વધારે વિદેશી દારૂની બોટલ ઝડપાઇ
  • 4.33 કરોડની કિંમતની 19 લાખ લીટરથી વધુ દેશી દારૂ ઝડપાયો
  • 16 કરોડથી વધુની કિંમતની બિયર બોટલ ઝડપાઇ
  • ગુજરાત નશીલા દ્રવ્યના વેચાણનું બન્યું હબ
  • બે વર્ષમાં 370 કરોડનો અફીણ ચરસ ગાંજો અને ડ્રગ્સ પકડાયો
  • નશીલા પદાર્થના વેચાણમાં બનાસકાંઠા, દ્વારકા, કરછ, છોટાઉદેપુર, દાહોદ અને સુરત મુખ્ય સેન્ટર
  • ગૃહપ્રધાનના વિસ્તાર એવા સુરત માંથી બે વર્ષમાં 93 લાખથી વધુની કિંમતનો નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો
  • રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં સરકારે માત્ર 8 GIDC બનાવી, રાજ્યમાં કુલ 187 GIDC છે
  • તે પૈકીની મોટાભાગની GIDC કોંગ્રેસના કાર્યકાળમાં સ્થપાયેલી છે
  • રાજ્યમાં કટકી કરતા પોલીસ કર્મચારીઓની વિગતો આવી સામે
  • છેલ્લે 2 વર્ષમાં 99 પોલીસ કર્મચારીઓ ACBના છટકામાં ફસાયા
  • સરકારે ACB માં પકડાયેલા પોલીસ કર્મચારીઓ પાસેથી લાંચની 12,18,550 રકમ કબજે કરી

11:20 March 03

બજેટ પહેલા જ વિપક્ષનો હોબાળો, વિધાનસભા બહાર ધરણા

બજેટ પહેલા જ વિપક્ષનો હોબાળો વિધાનસભા બહાર ધરણા

બજેટ પહેલા જ વિપક્ષનો હોબાળો, વિધાનસભા બહાર ધરણા

09:04 March 03

આ વખતનું બજેટ તમામ માટે સારા સમાચાર લાવશેઃ નાણાપ્રધાન

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાગૃહ (Gujarat assembly budget session 2022)માં 3 માર્ચના રોજ રાજ્યના નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇ બજેટ (Gujarat Budget 2022) રજૂ કરવાના છે. બજેટ પહેલાં જ રાજ્યના બજેટ બાબતે કનુ દેસાઇએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બજેટને હવે 24 કલાક પણ બાકી નથી. ત્યારે આજે (ગુરુવાર) રજૂ થનારા વિધાનસભાગૃહમાં ગુજરાત સરકારનું બજેટ એ રાજ્યના યુવાનો, ખેડૂતો (Gujarat Budget For Farmers), માછીમારોને સ્પર્શતું બજેટ હશે.

બજેટમાં વધારો અને નાના નોકરિયાતોને થશે ફાયદો

બજેટ પહેલા રાજ્યના નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇએ વધુમાં જણાવ્યું હતું કે, દર વખતની જેમ આ વખતે પણ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતનું બજેટ તમામ લોકોને સારા સમાચાર આપનારું બજેટ સાબિત થશે. ગુજરાત રાજ્યમાં મધ્યમ નોકરિયાતોની સંખ્યા વધુ છે. નાની નોકરી કરતા ગુજરાતના દરેક નાગરિક (Citizens with a small job gujarat)ને ખૂબ ઉપયોગી બજેટ સાબિત થશે.

આ પણ વાંચો:Gujarat Budget 2022: વિધાનસભામાં સરકારનો તમામ મુદ્દાને લઈને વિરોધ થશે : શૈલેષ પરમાર

બજેટમાં ઘટાડો નહીં થાય - નાણાંપ્રધાન

આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં રજૂ થનારા બજેટમાં અનેક નવી યોજનાઓ અને પ્રોજેક્ટો (Gujarat Budget Schemes And Projects) પણ મુકવામાં આવ્યા છે. રાજ્યના નાણાંપ્રધાન કનુ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં નહીં આવે. પરંતુ ગત વર્ષના બજેટ કરતા વધુ પ્રમાણમાં બજેટ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22નું બજેટ રાજ્યના પૂર્વ નાણાપ્રધાન નીતિન પટેલે (Gujarat Budget 2021-22) વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું જેમાં કુલ 2,27,029 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિધાનસભા ખાતે નીતિન પટેલે સતત નવમી વખત બજેટ ગૃહમાં રજૂ કર્યું હતું, પરંતુ હવે પ્રથમ વખત કનુ દેસાઈ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.

27 વિધાનસભા બેઠકો પર આદિવાસી સમાજનું પ્રભુત્વ

ગુજરાત વિધાનસભાની કુલ 182 વિધાનસભાની બેઠક (gujarat assembly seats) છે. જેમાંથી 27 વિધાનસભા બેઠકો પર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. 27 વિધાનસભા બેઠક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ તૈયારીના ભાગરૂપે વિધાનસભા બજેટ દરમિયાન કુલ 4 પરગના વનબંધુ યોજના ભાગ-2ની જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત વિધાનસભાના બજેટ સત્રમાં આદિવાસી સમાજ (Tribal Community In Gujarat)ને પડતી મુશ્કેલીઓ અને પડતર પ્રશ્નોના પણ સમાધાન બાબતે મહત્વની જાહેરાતો થઈ શકે છે.

આ પણ વાંચો:Gujarat Budget 2022: ભૂજના લોકોને બજેટમાંથી શું ખપે, જાણો

વિધાનસભામાં આદિવાસી બેઠકનું ગણિત

આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક 27. વર્ષ 2007માં કોંગ્રેસે 14 બેઠક પર જીત મેળવી હતી. વર્ષ 2012 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 16 બેઠકો પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફરી 14 બેઠકો પ્રાપ્ત થઈ હતી. 2 લાખ યુવાઓની ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં પૂર્વ નાણાપ્રધાન નીતિન પટેલે વર્ષ 2021-22ના બજેટ દરમિયાન મહત્વની જાહેરાત કરી હતી, જેમાં આગામી 5 વર્ષમાં સરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશન અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2 લાખ યુવાઓની ભરતી કરવાની પણ જાહેરાત બજેટ દરમિયાન કરવામાં આવી હતી.

રાજ્યના સરકારનું દેવું સમયાંતરે ઘટશે

આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રકચર, IT પ્રવાસન, હોસ્પિટાલિટી, ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ સર્વિસ જેવા સેક્ટરોમાં 20 લાખ રોજગારીની તકો ઊભી કરવાની વાત પણ બજેટ દરમિયાન કહી હતી. અગાઉ પણ નાણાપ્રધાન કનુ દેસાઇએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, નર્મદા યોજના છેલ્લા કેટલાય વર્ષોથી શરૂ હતી તે હવે પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકારનું દેવું હવે વધશે નહીં પરંતુ સમયાંતરે આ દેવામાં ઘટાડો થશે.

રાજ્યનું કુલ જાહેર દેવું 2,67,650 કરોડ રૂપિયા

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના દેવામાં છેલ્લા 2 વર્ષના સમયગાળામાં 60 હજાર કરોડથી વધુ રકમનો વધારો થયો છે. આમ રાજ્યમાં કુલ 33,864 કરોડનું દેવું છે. રાજ્ય સરકારે દેવાના વ્યાજ સ્વરૂપે કુલ 2,184 કરોડની ચુકવણી કરી છે. લોનના વ્યાજની ચુકવણીની વાત કરવામાં આવે તો વર્ષ 2017-18માં 430 કરોડ, વર્ષ 2016-17માં 469 કરોડ અને વર્ષ 2015-16માં 514 કરોડ વ્યાજની ચુકવણી કરવામાં આવી હોવાની વિગતો ગૃહમાં જાહેર કરવામાં આવી હતી. 9 માર્ચ 2021ના રોજ વિધાનસભા ગૃહમાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યનું કુલ જાહેર દેવું 2,67,650 કરોડ થયું છે.

Last Updated : Mar 3, 2022, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details