ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Budget 2022: યુવાનો, ખેડૂતો, આદિવાસી અને માછીમારોને સ્પર્શતું હશે બજેટ, રાજ્યના દેવામાં થશે ઘટાડો - ગુજરાત વિધાનસભા બેઠકો

કનુ દેસાઇએ જણાવ્યું હતું કે રજૂ થનારું ગુજરાત સરકારનું બજેટ (Gujarat Budget 2022)રાજ્યના યુવાનો ખેડૂતો માછીમારોને સ્પર્શતું બજેટ હશે. તેમણે જણાવ્યું કે આ વખતનું બજેટ તમામ માટે સારા સમાચાર લાવશે. બજેટમાં આદિવાસી સમુદાય માટે પણ મહત્વની જાહેરાતો થઇ શકે છે.

Gujarat Budget 2022: બજેટથી આદિવાસી પ્રભુત્વવાળી 27 બેઠકો સાધશે BJP, નાની નોકરી કરતા લોકોનું પણ રખાશે ખાસ ધ્યાન
Gujarat Budget 2022: બજેટથી આદિવાસી પ્રભુત્વવાળી 27 બેઠકો સાધશે BJP, નાની નોકરી કરતા લોકોનું પણ રખાશે ખાસ ધ્યાન

By

Published : Mar 2, 2022, 5:46 PM IST

Updated : Mar 2, 2022, 5:53 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાગૃહ (Gujarat assembly budget session 2022)માં 3 માર્ચના રોજ રાજ્યના નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇ બજેટ (Gujarat Budget 2022) રજૂ કરવાના છે. બજેટ પહેલાં જ રાજ્યના બજેટ બાબતે કનુ દેસાઇએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બજેટને હવે 24 કલાક પણ બાકી નથી. ત્યારે આવતીકાલે રજૂ થનારા વિધાનસભાગૃહમાં ગુજરાત સરકારનું બજેટ એ રાજ્યના યુવાનો, ખેડૂતો (Gujarat Budget For Farmers), માછીમારોને સ્પર્શતું બજેટ હશે.

બજેટમાં વધારો અને નાના નોકરિયાતોને થશે ફાયદો

બજેટ પહેલા રાજ્યના નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇએ વધુમાં જણાવ્યું હતું કે, દર વખતની જેમ આ વખતે પણ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતનું બજેટ તમામ લોકોને સારા સમાચાર આપનારું બજેટ સાબિત થશે. ગુજરાત રાજ્યમાં મધ્યમ નોકરિયાતોની સંખ્યા વધુ છે. નાની નોકરી કરતા ગુજરાતના દરેક નાગરિક (Citizens with a small job gujarat)ને ખૂબ ઉપયોગી બજેટ સાબિત થશે.

આ પણ વાંચો:Gujarat Budget 2022: વિધાનસભામાં સરકારનો તમામ મુદ્દાને લઈને વિરોધ થશે : શૈલેષ પરમાર

બજેટમાં ઘટાડો નહીં થાય - નાણાંપ્રધાન

આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં રજૂ થનારા બજેટમાં અનેક નવી યોજનાઓ અને પ્રોજેક્ટો (Gujarat Budget Schemes And Projects) પણ મુકવામાં આવ્યા છે. રાજ્યના નાણાંપ્રધાન કનુ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં નહીં આવે. પરંતુ ગત વર્ષના બજેટ કરતા વધુ પ્રમાણમાં બજેટ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22નું બજેટ રાજ્યના પૂર્વ નાણાપ્રધાન નીતિન પટેલે (Gujarat Budget 2021-22) વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું જેમાં કુલ 2,27,029 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિધાનસભા ખાતે નીતિન પટેલે સતત નવમી વખત બજેટ ગૃહમાં રજૂ કર્યું હતું, પરંતુ હવે પ્રથમ વખત કનુ દેસાઈ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.

27 વિધાનસભા બેઠકો પર આદિવાસી સમાજનું પ્રભુત્વ

ગુજરાત વિધાનસભાની કુલ 182 વિધાનસભાની બેઠક (gujarat assembly seats) છે. જેમાંથી 27 વિધાનસભા બેઠકો પર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. 27 વિધાનસભા બેઠક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ તૈયારીના ભાગરૂપે વિધાનસભા બજેટ દરમિયાન કુલ 4 પરગના વનબંધુ યોજના ભાગ-2ની જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત વિધાનસભાના બજેટ સત્રમાં આદિવાસી સમાજ (Tribal Community In Gujarat)ને પડતી મુશ્કેલીઓ અને પડતર પ્રશ્નોના પણ સમાધાન બાબતે મહત્વની જાહેરાતો થઈ શકે છે.

આ પણ વાંચો:Gujarat Budget 2022: ભૂજના લોકોને બજેટમાંથી શું ખપે, જાણો

વિધાનસભામાં આદિવાસી બેઠકનું ગણિત

આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક 27. વર્ષ 2007માં કોંગ્રેસે 14 બેઠક પર જીત મેળવી હતી. વર્ષ 2012 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 16 બેઠકો પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફરી 14 બેઠકો પ્રાપ્ત થઈ હતી. 2 લાખ યુવાઓની ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં પૂર્વ નાણાપ્રધાન નીતિન પટેલે વર્ષ 2021-22ના બજેટ દરમિયાન મહત્વની જાહેરાત કરી હતી, જેમાં આગામી 5 વર્ષમાં સરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશન અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2 લાખ યુવાઓની ભરતી કરવાની પણ જાહેરાત બજેટ દરમિયાન કરવામાં આવી હતી.

રાજ્યના સરકારનું દેવું સમયાંતરે ઘટશે

આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રકચર, IT પ્રવાસન, હોસ્પિટાલિટી, ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ સર્વિસ જેવા સેક્ટરોમાં 20 લાખ રોજગારીની તકો ઊભી કરવાની વાત પણ બજેટ દરમિયાન કહી હતી. અગાઉ પણ નાણાપ્રધાન કનુ દેસાઇએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, નર્મદા યોજના છેલ્લા કેટલાય વર્ષોથી શરૂ હતી તે હવે પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકારનું દેવું હવે વધશે નહીં પરંતુ સમયાંતરે આ દેવામાં ઘટાડો થશે.

રાજ્યનું કુલ જાહેર દેવું 2,67,650 કરોડ રૂપિયા

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના દેવામાં છેલ્લા 2 વર્ષના સમયગાળામાં 60 હજાર કરોડથી વધુ રકમનો વધારો થયો છે. આમ રાજ્યમાં કુલ 33,864 કરોડનું દેવું છે. રાજ્ય સરકારે દેવાના વ્યાજ સ્વરૂપે કુલ 2,184 કરોડની ચુકવણી કરી છે. લોનના વ્યાજની ચુકવણીની વાત કરવામાં આવે તો વર્ષ 2017-18માં 430 કરોડ, વર્ષ 2016-17માં 469 કરોડ અને વર્ષ 2015-16માં 514 કરોડ વ્યાજની ચુકવણી કરવામાં આવી હોવાની વિગતો ગૃહમાં જાહેર કરવામાં આવી હતી. 9 માર્ચ 2021ના રોજ વિધાનસભા ગૃહમાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યનું કુલ જાહેર દેવું 2,67,650 કરોડ થયું છે.

Last Updated : Mar 2, 2022, 5:53 PM IST

ABOUT THE AUTHOR

...view details