ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Budget 2022: મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 4,976 કરોડ રૂપિયાની જોગવાઇ - ટેક હોમ રાશન યોજના ગુજરાત

ગુજરાત સરકાર દ્વારા 2022-23 (Gujarat Budget 2022)માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 4,976 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. સરકારે મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણની જરૂરિયાતને ધ્યાને રાખીને આંગણવાડી તેમજ અન્ય પાયાને સ્પર્શતી યોજનાઓ માટે નાણાકીય જોગવાઈ કરી છે.

Gujarat Budget 2022: મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 4,976 કરોડ રૂપિયાની જોગવાઇ
Gujarat Budget 2022: મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 4,976 કરોડ રૂપિયાની જોગવાઇ

By

Published : Mar 3, 2022, 3:26 PM IST

ગાંધીનગર: રાજ્યના નાણાંપ્રધાન કનુ દેસાઈ (finance minister of gujarat kanu desai) દ્વારા ગુજરાતનું 2022-23નું સામાન્યબજેટ(Gujarat Budget 2022) રજૂ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણ (Health and nutrition of women and children)ની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકારે આંગણવાડી તેમજ અન્ય પાયાને સ્પર્શતી યોજનાઓ અમલમાં મુકી છે. આ યોજનાઓ દ્વારા તેમના જીવનચક્રના બધા જ તબક્કાઓ ઉપર ભાર મૂકી સંતુલિત, શારીરિક અને માનસિક વિકાસ (physical and mental development Of Children) સુનિશ્ચિત કરવાની સરકારની નેમ છે. આ વર્ગની મહત્તા જોતા, હું ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઇમાં 42 ટકા જેટલો ધરખમ વધારો ગૃહ સમક્ષ રજૂ કરું છું.

'સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના' હેઠળ 811 કરોડ રૂપિયાની જોગવાઈ

સગર્ભા, ધાત્રી માતા અને બાળકને પોષણક્ષમ આહાર (balanced diet for children gujarat)મળી રહે તે માટે 'સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના' હેઠળ કુટુંબને 1 હજાર દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવા માટે આગામી વર્ષ માટે 811 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આંગણવાડી કાર્યક્રમ (anganwadi program gujarat)માં બાળકોનાં પોષણ, પૂર્વ શિક્ષણ અને અન્ય સવલતો માટે 1,153 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Gujarat Budget 2022: ગુજરાત સરકારને 161.99 કરોડની ખાધ પડી, જાણો આવક કેટલી થઈ

સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન માટે 1059 કરોડની જોગવાઈ

તો 3થી 6 વર્ષનાં બાળકોને ઘરે ઘરે સુખડીનું વિતરણ કરવા તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન (take home ration scheme gujarat) પૂરું પાડવા માટે 1059 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ગંગા સ્વરૂપા બહેનોને મદદરૂપ થવા સરકારે આર્થિક સહાય આપવા માટેનાં ધોરણો ઉદાર કર્યા છે. જેથી 3 વર્ષમાં આ યોજના હેઠળ બહેનોની સંખ્યા 1.5 લાખથી વધી આજે 11 લાખ સુધી પહોંચી છે. આ યોજના અંતર્ગત સહાય આપવા 917 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. 11થી 18 વર્ષની કિશોરીઓ માટે પૂરક પોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણ આપતી પૂર્ણા યોજના માટે 365 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

પોષણ સુધા યોજના માટે 118 કરોડની જોગવાઈ કરવામાં આવી

આદિજાતિ વિસ્તારના 10 તાલુકાઓમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ આપતી પોષણ સુધા યોજના (poshan sudha yojana gujarat) અમલમાં છે. આ યોજનાનો વ્યાપ વધારી આદિજાતિ વસ્તીનું બાહુલ્ય ધરાવતા 72 તાલુકામાં આ યોજના વિસ્તારવાની અને પ્રતિ વ્યક્તિ થતા ખર્ચમાં 50 ટકા જેટલો વધારો કરવાની નાણાંપ્રધાન કનુ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના માટે ગુજરાત સરકારે 2022-23 માટે 118 કરોડની જોગવાઈ કરી છે.

આ પણ વાંચો:નાણાં પ્રધાન કનુ દેસાઈએ કહ્યું, "આ સરકારનું છેલ્લું બજેટ, દરેક સમાજને સુખાકારી આપનારુ"

નંદઘર બાંધકામ અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે કરોડની 31 કરોડ જોગવાઈ

આ ઉપરાંત વ્હાલી દીકરી યોજના અંતર્ગત 1 લાખ જેટલી દીકરીઓને જીવનના વિવિધ તબક્કે 1 લાખ સુધીની નાણાકીય સહાય આપવા માટે LICને પ્રીમિયમ આપવા માટે 80 કરોડની જોગવાઈ, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નંદઘર બાંધકામ અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે કરોડ 31 કરોડ જોગવાઈ અને નારીગૃહોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ ત્યાં રહેતી બહેનોને રોજગારલક્ષી સગવડો પૂરી પાડવા આ ગૃહોને CCTV તથા ઈન્ટરનેટથી જોડવા માટે 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details