ગુજરાત

gujarat

By

Published : Mar 3, 2022, 4:21 PM IST

ETV Bharat / city

Gujarat Budget 2022: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે ફાળવવામાં આવ્યા 517 કરોડ

ગુજરાત સરકારના બજેટ 2022-23 (Gujarat Budget 2022)માં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 517 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ માટે આગામી વર્ષ માટે 73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Gujarat Budget 2022: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે ફાળવવામાં આવ્યા 517 કરોડ
Gujarat Budget 2022: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે ફાળવવામાં આવ્યા 517 કરોડ

ગાંધીનગર: રાજ્યના ભવ્ય, ઐતિહાસિક અને સાહિત્યિક વારસા તેમજ સંસ્કૃતિની જાળવણી કરવા અને ખેલકૂદને પ્રોત્સાહન આપવા સરકાર પ્રયત્નો કરી રહી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ખેલાડીઓ (Gujarat players at national level) પ્રગતિ કરે તે માટેના પ્રયત્નો ખેલ મહાકુંભ મારફતે સરકારે આદર્યા છે. ગુજરાત સરકારના બજેટ2022-23 (Gujarat Budget 2022)માં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ (sycd department gujarat) માટે 517 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

ખેલ મહાકુંભ માટે 73 કરોડની જોગવાઈ

વર્ષ-2019માં યોજાયેલા ખેલ મહાકુંભ (khel mahakumbh 2019)માં 40 લાખ જેવી વિશાળ સંખ્યામાં બાળકો અને યુવાનોએ 36 જેટલી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. ખેલ મહાકુંભ (Budget For Khel Mahakumbh) અંતર્ગત આગામી વર્ષ માટે 73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વલસાડ, ગીર-સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, મહીસાગર, અરવલ્લી, સુરત અને નવસારી ખાતે જિલ્લા કક્ષાના સ્પોર્ટસ સંકુલ માટે 47 કરોડની ફાળવવામાં આવી છે.

આ પણ વાંચો:Gujarat Budget 2022 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રને બજેટમાં શું મળ્યું જાણો

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીમાં વિકસાવાશે સુવિધાઓ

જિલ્લા કક્ષાએ સ્પોર્ટસ સ્કૂલમાં 39 શાળાઓના અંદાજે 4,350 વિદ્યાર્થીઓને સવલતો પૂરી પાડવા માટે 43 કરોડની જોગવાઈ કરી છે. વડોદરા જિલ્લાના ડેસર ખાતે સ્થપાયેલી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી (Swarnim gujarat sports university) માટે વધુ સુવિધાઓ વિકસાવવા સરકારે 10 કરોડની જોગવાઈ કરી છે. કલા, સાહિત્ય અને સંસ્કૃતિ ક્ષેત્રની પ્રતિભાશાળી વ્યક્તિઓને અવસર પુરો પાડવા કલા મહાકુંભ અંતર્ગત 8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સેન્‍ટર ઓફ એક્સેલન્‍સના નિર્માણ માટે 5 કરોડની જોગવાઈ

રાજપીપળા અને આહવા ખાતે જિલ્લા કક્ષાની તથા વઘઇ, તરસાડી કોસંબા, ડેડીયાપાડા, ભિલોડા અને ઉમરપાડા ખાતે તાલુકા કક્ષાની અદ્યતન ઇકો ફ્રેડલી સ્માર્ટ ગ્રીન લાયબ્રેરી (eco friendly smart green library gujarat)ના નિર્માણ માટે 8 કરોડની જોગવાઈ, સુરત ખાતે રમતગમતની આંતરરાષ્ટ્રીય કક્ષાની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેન્‍ટર ઓફ એક્સેલન્‍સના નિર્માણ માટે 5 કરોડની જોગવાઈ, વ્યારા ખાતે 200 ખેલાડીઓ માટે હોસ્ટેલના બાંધકામ અને ફોર લેન સિ‌ન્થેટીક એથ્લેટીક ટ્રેક સાથેના ફૂટબોલ ગ્રાઉ‌ન્ડ માટે 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Gujarat Budget 2022: પશુપાલન, મત્સ્યોદ્યોગ અને સહકાર ઉદ્યોગને શું મળ્યું, જુઓ

મલ્ટીપર્પઝ ઇ‌ન્ડોર હોલ માટે જોગવાઇ 2 કરોડ

તો પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે શક્તિદૂત યોજના હેઠળ જોગવાઇ 4 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. છોટાઉદેપુર ખાતે મલ્ટીપર્પઝ ઇ‌ન્ડોર હોલ માટે જોગવાઇ 2 કરોડ રૂપિયાની જોગવાઈ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને યોગના પ્રચાર-પ્રસાર માટે 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details