- ધોરણ 10ના 50 ટકા ગુણ ગણતરીમાં લેવાશે
- ધોરણ 11ની પરત અને બીજી કસોટીના 25 ગુણ ગણાશે
- કેન્દ્ર સરકારે 30:30:40ની ફોર્મ્યુલા નક્કી કરી
- રાજ્ય સરકારે 50:25:25 ફોર્મ્યુલા આપી હતી
ગાંધીનગર : કોરોના સંક્રમણ ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરી હતી. ત્યારે ગુજરાત સરકારે 1 જુલાઇથી ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારના CBSEના નિર્ણય બાદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં 2 જૂનના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, ત્યારે પરિણામ મુદ્દે ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ કેન્દ્રની ગાઈડલાઈનનું અનુકરણ કરવામાં આવશે. જેમાં આજે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ બાદ રાજ્ય સરકારે પણ 50:25:25ની ફોર્મ્યુલા નક્કી કરી છે.
આ પણ વાંચો:1 જુલાઈથી ધોરણ-12ની પરીક્ષા લેવાશે, જાણો સમગ્ર ટાઈમટેબલ…
ધોરણ 12નું પરિણામ કઈ રીતે જાહેર કરવામાં આવશે:
(A) ધોરણ 10ના બોર્ડના વિષયવાર પરિણામના આધારે ધોરણ 12ના જૂથ મુજબના વિષયના ગુણાંકન કરવામાં આવશે જેમાં ગુણભાર 50 ગુણ રાખવામાં આવ્યો છે.
(B) ધોરણ 11ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલી પ્રથમ સામાયિક કસોટી કે જે 50 ગુણ અને દ્વિતીય સામાયિક કસોટીના 50 ગુણમાંથી મેળવેલા આ કુંડના સરેરાશ ગુણના આધારે મૂલ્યાંકન કરવાનું રહેશે (50 ટકા મુજબ) જે રાજ્યમાં 25 નક્કી કરવામાં આવ્યો છે.
(C)શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન યોજાયેલી ધોરણ12ની પ્રથમ સામાયિક કસોટી (100 ગુણ) અને વર્ષ દરમિયાન યોજાયેલી એકમ કસોટી (25 ગુણ) એમ કુલ 125 ગુણમાંથી મેળવેલા ગુણાંકન (20%)ના આધારે 25 ગુણ ગણવામાં આવશે.
રાજ્ય સરકારે પણ રચી હતી કમિટી