- રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર
- કુલ 1,07,264 નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
- 63,028 વિદ્યાર્થીઓ અને 44,236 વિદ્યાર્થીનીઓ પાસ
ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારી અને દેશમાં બીજી લહેરને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેને પગલે જ ગુજરાત સરકારે પણ પરીક્ષાની જાહેરાત કર્યા બાદ કેન્દ્ર સરકારના નિર્ણય પ્રમાણે ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી ત્યારે આજે 17 જુલાઈએ ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 1 લાખ 7 હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 63 હજાર 28 વિધાર્થીઓ અને 44 હજાર 236 વિધાર્થીનીઓ પરીક્ષામાં પાસ થયા છે.
વિદ્યાર્થીઓ નહિ જોઈ શકે પરિણામ
વિદ્યાર્થીઓને રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા રીસીપ્ટ આપવામાં આવી ન હતી, સીધા સ્કૂલ સંચાલકો અને સ્કૂલના પ્રિન્સિપાલેે જ પરિણામ તૈયાર કરવાની જાહેરાત કરી હતી ત્યારે આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તે ફક્ત શાળાઓ દ્વારા જ જોઈ શકાશે જે તે શાળા પોતાના આઇડી પાસવર્ડનો ઉપયોગ કરીને પોતાની શાળાનું પરિણામ ડાઉનલોડ કરી શકશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પરિણામ અંગેની જાણ કરવામાં આવશે.
result.gseb.org.in 2021
- ક્યા ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ...
ગ્રેડ | વિદ્યાર્થીઓ |
A1 | 03,245 |
A2 | 15,284 |
B1 | 24,757 |
C1 | 22,174 |
C2 | 12,071 |
D | 02,609 |
E1 | 00,289 |
E2 | 00,004 |
- ગ્રુપ A નું પરિણામ
ગૃપ | વિદ્યાર્થીઓ |
A1 | 01,629 |
A2 | 07,780 |
B1 | 11,621 |
B2 | 10,695 |
C1 | 07,319 |
C2 | 03,384 |
D | 00,639 |
E1 | 00,075 |
E2 | 0000 |
- ગ્રુપ B નું પરિણામ
ગૃપ | વિદ્યાર્થીઓ |
A1 | 01,614 |
A2 | 07,501 |
B1 | 13,131 |
B2 | 16,133 |
C1 | 14,854 |
C2 | 08,685 |
D | 01,970 |
E1 | 00,214 |
E2 | 00,004 |
- ગ્રુપ AB નું પરિણામ
ગૃપ | વિદ્યાર્થીઓ |
A1 | 02 |
A2 | 02 |
B1 | 05 |
B2 | 03 |
C1 | 01 |
C2 | 00 |
D | 00 |
E1 | 00 |
E2 | 00 |
આ પણ વાંચો:Exam Receipt Upload, ધો.12 રીપીટર વિદ્યાર્થીઓને શાળામાંથી આ તારીખે મળશે...