ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં ફરી એક વાર પેપર લીક, ધોરણ 10 હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું - GSHEB

ગુજરાતમાં ફરી એક પેપર કૌભાંડ સામે આવ્યુ હોવાના ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં ધોરણ 10નું હિન્દીનું પેપર લીક (SSC Hindi Paper Leak) થયા હોવાની ફરીયાદ ઉઠવા પામી છે.

ફરી એક પેપર કૌભાંડ, ધોરણ 10નું હિન્દીનું પેપર થયું લીક
ફરી એક પેપર કૌભાંડ, ધોરણ 10નું હિન્દીનું પેપર થયું લીક

By

Published : Apr 9, 2022, 3:23 PM IST

Updated : Apr 9, 2022, 4:08 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં ફરી એક પેપર કૌભાંડ સામે આવ્યુ હોવાના ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં ધોરણ 10નું હિન્દીનું પેપર લીક (SSC Hindi Paper Leak) થયા હોવાની ફરીયાદ ઉઠવા પામી છે. મળતી માહિતી પ્રમાણે પેપર પુરૂ થવાના અડધો કલાક પહેલા જ પેપર સોશિયલ મીડિયા પર ફરતું થયું હતું.

પરિક્ષામાં ફરી એક પેપર કૌભાંડ, ધોરણ 10નું હિન્દીનું પેપર થયું લીક

હિન્દી દ્વિતિયભાષા સોલ્વ કરેલું પેપર: ધોરણ 10 હિન્દી દ્વિતિયભાષા સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયામા લીક થયુ હતુ. જેમાં સોલ્વ કરેલુ પેપર અને આજે પુછાયેલું પેપર એક સરખુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ દરમિયાન પેપરમાં પૂછાયેલા સવાલના હાથથી લખાયેલા જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. પેપરમાં સવાલના સેક્શન પ્રમાણે જવાબો વાયરલ થયાં હતાં. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એવું અધિકારીઓએ જણાવ્યું છે.

ફેસબુકમા અપના અડ્ડા પેજ પર વાયરલ: ફેસબુકના જે પેજ પર આ પેપર વાયરલ થયું છે. તેમાં એવું લખ્યું છે કે, ધોરણ 10નું પેપર પૂરું થવાને હજી અડધા કલાકની વાર છે, પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ ગ્રુપમાં ફરતું થયું છે, ત્યારે ફેસબુક પર અપના અડ્ડા નામના પેજ પર આ પેપરના જવાબના ફોટા વાયરલ થયાં છે. વાયરલ પેપર મામલે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયુ છે. આ પેપરમાં પુછાયેલા સવાલ જ હતાં કે નહીં તે અંગે શિક્ષણ સચિવ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે, હજી સુધી સાબિત નથી થયું કે આજના પેપરના જ જવાબ લીક થયાં છે. ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તપાસ શરૂ કરી છે, ત્યારે કઈ જગ્યાએથી પેપર ફૂટ્યું છે તે તમામ બાબતોને લઈને બોર્ડે તપાસ શરૂ કરી છે.

પરિક્ષામાં ફરી એક પેપર કૌભાંડ, ધોરણ 10નું હિન્દીનું પેપર થયું લીક

સોશિયલ મીડિયા ઉપર પેપર કેવી રીતે આવ્યું:પેપર ફૂટવાની બાબતે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનિષ દોશીનું નિવેદન (Manish doshi on Paper Leak) સામે આવ્યુ છે, એક વાગ્યે પેપર પૂરું થયું તો એકને પાંચ કલાકે સોશિયલ મીડિયા ઉપર પેપર કેવી રીતે આવ્યું. હિન્દીનું પેપર સોલ્વ કરીને સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:'બકરી ચરાવવાળો' યુવક બન્યો IAS, જાણો 'શિખરથી શિખર' સુધી પહોંચવાની કહાની

મનીષ દોશીએ કર્યા આક્ષેપ: પરીક્ષા પહેલાં જ સંકુલમાંથી પેપર લીક થયું હોવાના મનીષ દોશીએ આક્ષેપ કર્યા હતા અને કહ્યુ કે, પેપર લીક કાંડમાં શિક્ષણ બોર્ડ (GSHEB)ના અધિકારી કે શિક્ષકોની સંડોવણી હોય શકે છે, ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે રમત રમાઈ રહી છે, સરકારી ભરતીમાં તો ગેરરીતિ થાય જ છે, પણ હવે તો ધોરણ 10માંના પેપરમાં પણ ગેરરીતિ થાવા લાગી છે,

આ પણ વાંચો:કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી કરી હત્યા, વિદેશ પ્રધાન જયશંકરે દુઃખ કર્યું વ્યક્ત

શિક્ષણપ્રધાનનું રાજીનામુ લેવું જોઈએ:કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે,પરીક્ષા ચાલુ હતી તે દરમ્યાન સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયામાં કેવી રીતે વાયરલ થયું? આ ઘટનાની ગંભીરતા જોતા સરકારે શિક્ષણપ્રધાનનું રાજીનામુ લેવું જોઈએ.

Last Updated : Apr 9, 2022, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details