ગાંધીનગર : ગુજરાત વિધાનસભા વર્ષ 2022 ની ચૂંટણીને (Gujarat Assemly Elections 2022) હવે ગણતરીના મહિનાઓમાં જ બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બજેટના મહત્વના પ્રોજેક્ટ (Important projects of the budget )અને કાર્યો વહેલીમાં વહેલી તકે પ્રજા સુધી પહોંચે અને પ્રજાને તેનો લાભ થાય તે બાબત ની સૂચના (Budget provisions will be implemented from April 1) આપી હતી.
ચૂંટણીલક્ષી કાર્યક્રમો થશે- રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બાબતે (Gujarat Cabinet Meeting)રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ પત્રકારો સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બજેટની તમામ કામગીરી 1 એપ્રિલથી શરૂ થાય તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. તમામ વિભાગોના મહત્ત્વના પ્રોજેક્ટો અને બજેટની જોગવાઈઓથી 1 એપ્રિલથી (Budget provisions will be implemented from April 1)લાગુ થાય તે રીતે સૂચના પણ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી છે. આમ રાજ્ય સરકાર દ્વારા હવે તમામ કાર્યક્રમો ચૂંટણીલક્ષી હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 14,500 કિલોમીટર રસ્તાઓને મંજુરી, કેબિનેટ બેઠકમાં નિર્ણય