ગાંધીનગર - ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓની જ વાર છે. તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ ચૌદમી વિધાનસભાનું અંતિમ સત્ર પણ હવે પૂર્ણ થવા (Gujarat Assembly Final Session 2022) આવ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં ગુજરાતના તમામ ધારાસભ્યોના ફોટો સેશનની (Photo session of 14th Session MLA )તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. વિધાનસભાગૃહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે 31 માર્ચના 10:00 તમામ ધારાસભ્યોને ફોટોગ્રાફી કરવા માટે હાજર રહેવાની સૂચના આપી છે.
ફોટો સેશન માટે C આકારનું સ્ટેજ - ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્યો એટલે કે 182 ધારાસભ્યોને એક જ સ્ટેજ ઉપર સમાવવા માટે C આકારનું સ્ટેજ તૈયાર (Photo session of 14th Session MLA )કરવામાં આવ્યું છે. આ સ્ટેજ ઉપર ભાજપ કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપરાંત વિપક્ષના અને બીટીપી પાર્ટીના ધારાસભ્યો પણ હાજર રહેશે. મહત્વની વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યને (Gujarat Assembly Speaker Nimaben Acharya ) પ્રથમ હરોળમાં વચ્ચે સ્થાન (Gujarat Assembly Final Session 2022) આપવામાં આવશે.
31 માર્ચના 10:00 તમામ ધારાસભ્યોને ફોટોગ્રાફી કરવા માટે હાજર રહેવાની સૂચના આ પણ વાંચોઃ Gujarat Assembly Session 2022: કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશનું સસ્પેન્શન પાછું ખેંચાયું, આજથી ગૃહમાં રહી શકશે હાજર
2 ધારાસભ્યોની ગેરહાજરી વર્તાશે- ભાજપના ધારાસભ્ય અને ગૃહના પૂર્વ સભ્ય એવા ડોક્ટર આશાબેન પટેલનું ડેન્ગ્યુના કારણે મૃત્યુ નિપજ્યુ છે અને તેમની વિધાનસભા બેઠક ખાલી પડી છે. થોડાસમય પહેલાં ડોક્ટર અનિલ જોષીયારાનું પણ આકસ્મિક મૃત્યુ થયું છે. જેથી આ બે ધારાસભ્યની ખોટ ચૌદમી વિધાનસભાના ફોટો સેશનમાં વર્તાશે. આ ઉપરાંત દ્વારકા બેઠકની હાઇકોર્ટમાં હજુ મેટર પેન્ડિંગ છે. જેથી કુલ ત્રણ જેટલા સભ્યો ફોટો સેશનમાં (Photo session of 14th Session MLA ) હાજર નહીં હોય. જ્યારે BTP ના ધારાસભ્યો બજેટ સેશનમાં ગૃહમાં હાજર રહ્યાં નથી ત્યારે 182માંથી કેટલા ધારાસભ્યો સાથે 14મી વિધાનસભાની ફોટોગ્રાફીમાં હાજર હશે તે જોવું રહ્યું.
આ પણ વાંચોઃ વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં તમામ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયાં
આ વિધાનસભાની પ્રણાલી- જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક હોય અને ગુજરાત વિધાનસભામાં જે તે સરકારનું અંતિમ બજેટ સત્ર હોય ત્યારે દર વિધાનસભા સત્રના (Gujarat Assembly Final Session 2022) અંતિમ દિવસોમાં તમામ ધારાસભ્યો સાથે એક ફોટો સેશન (Photo session of 14th Session MLA ) કરવામાં આવે છે. આ ફોટાને ગુજરાત વિધાનસભાની અંદર સાચવી રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 13 વિધાનસભા મળી ચૂકી છે, તે તમામ ફોટોગ્રાફ્સ પણ વિધાનસભાના રેકોર્ડમાં (Gujarat Assembly Photo Session Record ) રાખવામાં આવ્યાં છે.