અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022)યોજાય તે પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ હતો. પરંતુ તાજેતરમાં યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીતને પગલે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગામી ચૂંટણી લડવા માટે તૈયાર છે.
પક્ષ લોકશાહીનો ભાગ- ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, કોઈપણ પક્ષ પછી તે આપ હોય (Aam Adami Party) કે અન્ય કોઈપણ ચૂંટણી લડી શકે છે, તે આપણી લોકશાહીનો (CM Bhupendra Patel rejected the AAP's challenge)ભાગ છે. ભાજપની વાત કરીએ તો અમે ચૂંટણી (Gujarat Assembly Elections 2022)માટે કામ કરતા નથી. ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં AAP વિશે ઘણું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમનો સફાયો થઈ ગયો હતો, જ્યારે ભાજપે 44 માંથી 41 વોર્ડ મેળવ્યા હતાં.
આ પણ વાંચોઃ BJP VS AAP Twitter War: AAP દ્વારા વાઘાણી સહિત ભાજપના લોકોને દિલ્હીની સરકારી સ્કૂલ જોવા આમંત્રણ
ચૂંટણી અંગે ઉતાવળ કરવી ખૂબ જ વહેલી- મુખ્યપ્રધાને ચૂંટણી અંગે ઉતાવળ કરવી ખૂબ જ વહેલી છે, તેમ જણાવતા કહ્યું કે આમ આદમી પાર્ટી ફક્ત પોસ્ટરોમાં જ છે. ભારતમાં લોકશાહી છે અને જો લોકો ગુજરાતમાં વિપક્ષને માત્ર થોડી બેઠકો આપવાનું નક્કી કરે તો તેમાં AAP કે કોંગ્રેસ રહે છે તે જોવાનું છે. ભાજપ રાજ્યમાં લોકોની સતત પસંદગી છે. અમે સખત મહેનત કરવાનું ચાલુ રાખીશું પરંતુ અમારો ટ્રેક રેકોર્ડ સાબિત કરે છે કે અમે ગુજરાતના લોકો માટે શ્રેષ્ઠ પસંદગી છીએ. કારણ કે અમે અમારી છઠ્ઠી ટર્મમાં પણ જીતીને (Gujarat Assembly Elections 2022)આવીશું એમ તેમણે ઉમેર્યું હતું.