ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) હવે ત્રણ મહિના જેટલો જ સમયગાળો બાકી છે. જ્યારે દિવાળી બાદ ગુજરાતમાં ગમે તે સમયે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણીમાં દાવેદારી માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપની વાત કરવામાં આવે તો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓ ભાજપના ઉમેદવાર તરીકે સામે આવશે ત્યારે અમદાવાદ શહેરની 10 જેટલી વિધાનસભા બેઠકો પર અનેક મોટા ફેરફાર થશે.
અમદાવાદથી થશે શરૂઆત - ગુજરાત ભાજપ માટે અમદાવાદ શહેર એ ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અમદાવાદ શહેરની વિધાનસભાની બેઠકની વાત કરવામાં આવે તો ઘાટલોડિયા વેજલપુર, વટવા, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર, ખાડિયા, મણીનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા અને દસક્રોઈ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકોમાં મોટા પાયે નવા ઉમેદવારો ભાજપ પક્ષ જાહેર કરી શકે છે.
આ પણ વાંચો:કોંગ્રેસના લલિત વસોયા અને ભાજપના જયેશ રાદડિયા એકસાથે જોવા મળતા રાજકારણ ગરમાયું
ક્યાં ધારાસભ્યો કપાશે -સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં અત્યારે ભાજપના ઉમેદવારો અત્યારે વર્તમાન સમયમાં ધારાસભ્ય તરીકે વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ, એલિસબ્રિજ બેઠક પરથી રાકેશ શાહ, નારણપુરા બેઠક પરથી કૌશિક પટેલ, નરોડા બેઠક પરથી બલરામ થાવાણી ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક પરથી વલ્લભ કાકડીયા ઉપરાંત મણિનગર અને સાબરમતીના ધારાસભ્ય સહિત દસકોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલને પણ બદલવાનો તકતો ભાજપ તૈયાર કરી રહ્યો છે.
કોને મળશે ટિકીટ - અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત માર્ચ મહિનામાં ભાજપના તમામ ધારાસભ્યો તમામ કોર્પોરેશનના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન(Chairman of the Standing Committee) ઉપરાંત જિલ્લા પ્રમુખો અને ભાજપના આગેવાનો સાથે માર્ચ મહિનામાં કમલમ ખાતે ખાસ બેઠક યોજી હતી. જેમાં વિધાનસભાની ટિકિટ માટે જે લોકો સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ હશે તેવા લોકોને ભાજપ ઉમેદવાર તરીકે જાહેર કરશે. ત્વારે વાત કરવામાં આવે તો એલિસબ્રિજ વિધાનસભા બેઠક પરથી ગુજરાતના પૂર્વ રાજ્યકક્ષાના હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યાને ટિકિટ મળી શકે છે આ ઉપરાંત બીજા દાવેદાર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ગૌતમ શાહ પણ પ્રબળ દાવેદાર છે. જ્યારે નારણપુરાની વિધાનસભા બેઠક પર અત્યારે હાલમાં કૌશિક પટેલ ધારાસભ્ય તરીકે કાર્યરત છે, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેઓની ટિકિટ કપાઈ શકે છે. તેમના સ્થાને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને નારણપુરા વિધાનસભામાં ઉમેદવાર તરીકેની જાહેરાત થઈ શકે છે. નારણપુરા વિસ્તારમાં પાટીદારોનું વર્ચસ્વ રહ્યું છે અને નારણપુરા વિસ્તાર ભાજપનો ગઢ છે.