- વિધાનસભા ચૂંટણી 2022નો પ્રથમ તબક્કો શરૂ
- રાજકીય પક્ષોએ જનસંપર્ક અને કાર્યકર્તા નોંધણી કાર્યક્રમ શરૂઆત કરી
- રાજ્યમાં 11 મહિના બાદ યોજાશે વિધાનસભાની ચૂંટણી
- આપ ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે જામશે ચૂંટણીનો જંગ
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ( gujarat assembly election 2022 ) હવે ગણતરીના જ મહિનાઓની વાર છે. લગભગ નવેમ્બર 2022માં એટલે કે એક વર્ષ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. પરંતુ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીના પ્રથમ તબક્કાની કામગીરી એવી જનસંપર્ક કામગીરીની ( Elections campaign strategy ) શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ (Congress ) પક્ષ દ્વારા રાજસ્થાનના આરોગ્યપ્રધાન અને ગુજરાતના કોંગ્રેસ પ્રભારી એવા રઘુ શર્માએ ( Gujarat Congress In-charge Raghu Sharma ) જન સંપર્ક યાત્રાની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીએ ( AAP ) મિસકોલ સિસ્ટમ શરૂ કરી છે, ત્યારે ભાજપ પક્ષ ( BJP ) દ્વારા પણ સભ્યોની સંખ્યા વધારવાની કામગીરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ભાજપની કામગીરી તમામથી અલગ
જનસંપર્ક અભિયાન ( Elections campaign strategy ) બાબતે ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે ( Gujarat BJP spokesperson Yagnesh Dave ) ETV Bharat સાથે ખાસ ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે અન્ય રાજકીય પક્ષો કરતા ભાજપની ( BJP ) કામગીરી સંપૂર્ણ અલગ છે. અમે તમામ લોકોને સમજાવીએ છીએ કે જેઓ સરકારી લાભોથી વંચિત રહી ગયા હોય તેવા લોકોને અમે લાભ અપાવીએ છીએ. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ( PM Modi ) વિકાસલક્ષી કામગીરી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ( HM Amit Shah ) રાષ્ટ્રવાદી વિચારોથી સમિતિના સભ્યો બનાવ્યાં છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકરો સુધી પહોંચે છે અને કાર્યકરોને પક્ષની અંદર લાવવા માટે સમજાવે છે અને સરકારી લાભોથી વંચિત રહે અથવા તો જે લોકોને સરકારની યોજનાની ખબર ન હોય તેવી યોજનાઓ સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની વિકાસની વિચારધારાથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશતા હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં સભ્યો દરેક વખતે વધે છે આ વખતે સદસ્યતા અભિયાન નથી, પરંતુ ટ્રેડ સમિતિના સભ્યો બનાવ્યાં છે. જેમાં સમિતિના 58 લાખ જેટલા સભ્યો અને તેઓના પરિવારો છે.
વિધાનસભા ચૂંટણી નહીં પણ આ રાષ્ટ્રીય કાર્યક્રમ : કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી ( gujarat assembly election 2022 ) આવી રહી છે તેને ધ્યાનમાં લઇને કોઈપણ પ્રકારનું જનસંપર્ક અભિયાન ( Elections campaign strategy ) નથી. પરંતુ રાષ્ટ્રીય કોંગ્રેસ (Congress ) દ્વારા એક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે તમામ રાજ્યોમાં આ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં પણ આ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આવનારી વિધાનસભા ચૂંટણીમાં લગભગ 10 લાખથી વધુ લોકો કોંગ્રેસમાં જોડાય તેવી પણ શક્યતાઓ મનીષ દોશીએ દર્શાવી છે.