- ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર ઉભા રહેશે AAPના ઉમેદવાર
- કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા નવા ચહેરાની શોધમાં
- 15 June ના રોજ યોજાશે ભાજપના ધારાસભ્યોની બેઠક
ન્યૂઝડેસ્ક: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) સોમવારના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન, મુખ્યપ્રધાન કેજરીવાલે (Arvind Kejriwal On Gujarat Visit) જાહેરાત કરી હતી કે, 2022માંગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં 182 બેઠકો પર આમ આદમી પાર્ટી (Aam Admi Party Gujarat) પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવશે. આ ઉપરાંત, આપ દ્વારા થોડા જ સમયમાં ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાવામાં આવશે. આ ઉપરાંત, તેમણે ભાજપ અને કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો:Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટી 182 સીટ પર લડશે ચૂંટણી: અરવિંદ કેજરીવાલ
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર ઉભા રહેશે AAPના ઉમેદવાર
ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ ગુજરાતની રણનીતિ અંગે માર્ગદર્શન મેળવવા માટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન, અરવિંદ કેજરીવાલે ( Arvind Kejriwal On Gujarat Visit) આમ આદમી પાર્ટીના(Aam Admi Party Gujarat) નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. કેજરીવાલે વલ્લભ સદનમાં શ્રીનાથજીના દર્શન કરીને પત્રકાર પરિષદ પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને ગુજરાતમાં એવું કહેવાય છે કે, ગુજરાત કોંગ્રેસ-ભાજપના ખિસ્સામાં છે. ભાજપને જ્યારે જરૂર પડે છે ત્યારે કોંગ્રેસ માલ સપ્લાય કરે છે. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ ઉપરાંત, જનતા અને વેપારીઓ પરેશાન છે. ત્યારે, આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે ત્રીજો વિકલ્પ બની ગુજરાતમાં ઊભી રહેશે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં તમામ 182 બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઊભા રાખી ચૂંટણી લડાવશે.
Gujarat Assembly elections 2022 : 15 June ના રોજ યોજાશે ભાજપના ધારાસભ્યોની બેઠક
ભાજપના તમામધારાસભ્યોની બેઠક 15 June ના રોજ ગાંધીનગરમાં મળવા જઈ રહી છે. કોરોનાની બીજી લહેરને કારણે ગત 2 મહિનાથી ધારાસભ્યોની બેઠક મળી શકી ન હતી. જેથી કોરોનાની બીજી લહેરમાં સરકારની કામગીરી સહિત કોરોનાની વેક્સિનનો વ્યાપ વધારવા માટેની પણ ચર્ચા થશે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, સરકાર પ્રધાનમંડળનું વિસ્તરણ કરે તેવી સંભાવના છે, તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly elections 2022 ) અંગે રણનીતિ ઘડાશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Rupani ), નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ( DYCM nitin patel ) અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ દિલ્હીથી ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ભાજપના ધારાસભ્યોની બેઠક 15 June મંગળવારના રોજ વિધાનસભા બિલ્ડિંગના ચોથા માળે મળશે.
ગુજરાત સરકારનું વિસ્તરણ થશે?