ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : આ બેઠકની જીત ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી શા માટે છે? - સી જે ચાવડાની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક (Gandhinagar North Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022 : આ બેઠકની જીત ભાજપ માટે ચણાના લોઢા ચાવવા જેવી શા માટે છે?
Gujarat Assembly Election 2022 : આ બેઠકની જીત ભાજપ માટે ચણાના લોઢા ચાવવા જેવી શા માટે છે?

By

Published : May 29, 2022, 6:01 AM IST

Updated : May 29, 2022, 9:40 AM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આડે હવે ગણતરીના મહિનાઓની જ વાર છે. ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની કુલ ચાર બેઠકો આવી છે. જેમાં દહેગામ વિધાનસભા, કલોલ વિધાનસભા, માણસા વિધાનસભા, ગાંધીનગર ઉત્તર (Gandhinagar North Assembly Seat) અને ગાંધીનગર દક્ષિણ આવેલ છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ આ બેઠક પર જીત્યો હતો. ત્યારબાદ 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અશોક પટેલને હરાવીને સી.જે. ચાવડાનો વિજય થયો હતો. જ્યારે અત્યારસુધીમાં આ બેઠકમાં (Assembly seat of Gandhinagar North )કોંગ્રેસનો જ દબદબો રહ્યો છે.

2017ની ચૂંટણીમાં આટલા મતદાર હતાં

ગાંધીનગર ઉત્તર બેઠકની ડેમોગ્રાફી- ભૂતકાળની વાત કરવામાં આવે તો વર્ષ 2008માં ગુજરાત વિધાનસભામાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાની બેઠક (Gandhinagar North Assembly Seat) જ હતી નહીં. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં જ આ બેઠક નવી ઉમેરવામાં આવી ત્યારે પ્રથમ વખત ભાજપ પક્ષના ધારાસભ્ય અશોક પટેલનો વિજય થયો હતો. ત્યારબાદથી વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2017) કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાનો 4774 મતથી વિજય થયો હતો. જ્યારે અત્યારે વર્તમાન સમયમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિધાનસભા બેઠક પર ભાજપની જીત (Gujarat Assembly Election 2022) મેળવવા માટે અનેક દિવસો અને રાતો ભેગી કરીને મહેનત કરવી પડે તેવી પરિસ્થિતિ છે. કુલ મતદારો 2.60 લાખ છે જેમાં સૌથી વધુ સરકારી કર્મચારીઓ મતદાર છે. જેમાં 40,000 મત શિડયુલ કાસ્ટના મતદારો, ક્ષત્રિય, ઠાકોરના 30,000 મતદારો,પાટીદાર સમાજ 20 થી 22 હજાર મત, બ્રાહ્મણ 25,000 મતદારો, ST ના 5000 મતદારો, 1.25 લાખ મહિલાઓ 1.35 લાખ પુરુષો છે. એવરેજ મતદાન 70 ટકા છે. કોંગ્રેસના મજબૂત વિસ્તાર એવા બોરીજ, ઇન્ડ્રોડા, ઘોડાકુવા, ગોકુલપુરા, આદિવાળા, પાલજ છે. આ 6 ગામના મતથી કોંગ્રેસ જીતે છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : વિરમગામ વિધાનસભા બેઠક પર 10 વર્ષથી ભાજપ નથી જીત્યો, હવેની ચૂંટણીમાં કંઇ ફરક પડશે?

કયા ગ્રામ્ય વિસ્તારમાં લાગુ પડે છે ગાંધીનગર ઉત્તર બેઠક-ગાંધીનગર ઉત્તર વિધાનસભાની બેઠકમાં (Gandhinagar North Assembly Seat) ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગાંધીનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે રૂપાલ, વાસણ, ઉનાવા, પિંજરવા, પીપળજ, રાંધેજા, સોનીપુર, સરઢવ, જુલાદ, અડરજ મોટી, કોલવડા, પેથાપુર અને વાવોલનો સમાવેશ થાય છે.

આ બેઠક પર ભાજપ માટે લોઢાના ચણા

અગાઉની ચૂંટણીના પરિણામો - વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી પરિણામની (Gujarat Assembly Election 2017)વાત કરીએ તો કોંગ્રેસના સી.જે. ચાવડા 78,206 -49.04 ટકા મત પ્રાપ્ત થયા હતાં, જ્યારે ભાજપના અશોક પટેલને 73,432 -46.04 ટકા મત પ્રાપ્ત થયાં હતાં. નોટામાં 2966 મત પડ્યાં હતાં અને કુલ મતદાન 1,60,675 નોંધાયું હતું. 2012 વિધાનસભા ચૂંટણી પરિણામ જોઇએ તો તેમાં ભાજપના અશોક પટેલને 73,551 -49.09 ટકા મત પ્રાપ્ત થયા હતાં અને કોંગ્રેસના સુરેશ પટેલ 69,326 એટલે કે 46.27 ટકા મત પ્રાપ્ત થયાં હતાં. અપક્ષ વિપુલચંદ્ર મુછડિયા (અપક્ષ) 2236 મત પડ્યાં હતાં અને કુલ મતદાન 1,49,822 નોંધાયું હતું.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : સોરઠની 9 વિધાનસભા બેઠકો કોને કરી રહી છે પરેશાન

ગાંધીનગર ઉત્તર બેઠકની ખાસિયત- 5 વર્ષમાં સરકારની લિમિટ મુજબ તમામ કામો પુરા થયા છે. જ્યારે જિલ્લા અને તાલુકાના આયોજન પ્રમાણે તમામ કામ પૂર્ણ થયા છે. સી જે ચાવડાના વિધાનસભા મતવિસ્તારમાં (Gandhinagar North Assembly Seat) આંગણવાડી ભાડા પર ચાલતી હતી, જે હવે ગ્રાન્ટમાંથી નવી આંગણવાડી માટે ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે મિનરલ ડેવલોપમેન્ટ ગ્રાન્ટ નદીની આસપાસના વિસ્તાર માટે 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રાજ્યસભાના સદસ્યોની ગ્રાન્ટ લેવામાં આવે છે, અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાની ગ્રાન્ટમાંથી વિકાસના કામો થયા છે. આ બેઠક હંમેશાથી કોંગ્રેસ સ્ટ્રોંગ હોલ્ડ બેઠક રહી છે. ત્યારે આ વિધાનસભા બેઠક પર ભાજપે જીતવા માટે લોઢાના ચણા ચાવવા (Gujarat Assembly Election 2022) પડે તેવી પરિસ્થિતિ છે.

કોંગ્રેસનો ગઢ આ વખતે રહેશે કે જશે?

શું છે સ્થાનિકોની માંગ - ગાંધીનગર વિધાનસભા બેઠકની (Gandhinagar North Assembly Seat) વાત કરવામાં આવે તો સ્થાનિકોની માગ છે કે અહીંયા વિકાસ તો થાય છે પરંતુ વિકાસ ખૂબ ધીમી ગતિએ થઈ રહ્યો છે. જ્યારે આંતરિક રસ્તાઓ હજુ પણ સારા નથી. આ ઉપરાંત ઉત્તર વિધાનસભા બેઠકમાં અન્ય ગ્રામ્ય વિસ્તારોનો પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ થયો છે. તેમ છતાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કોર્પોરેશનની સુવિધા પ્રાપ્ત થઈ નથી અને તેઓને હવે કોર્પોરેશન ટેક્સ ભરવો પડે છે. આમ ટેક્સ ભરવા છતાં પણ કોર્પોરેશન લગતી કોઈપણ યોજનાઓ અને સુવિધાઓનો લાભ મળતો ન હોવાની ફરિયાદ (Gujarat Assembly Election 2022) પણ સ્થાનિકો કરી રહ્યા છે.જ્યારે અમુક સ્થાનિકો તો એવો આક્ષેપ કરે છે કે ધારાસભ્ય ક્યારેય વિસ્તારમાં જોવા જ નથી મળતાં.

આ બેઠકના લોકો માટે જરુરી વાત

કોવિડની કામગીરી -સી.જે. ચાવડાએ કોવિડની કામગીરી બાબતે ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના સમયગાળામાં 100 ટકા ગ્રાન્ટ કોરોનામાં વાપરવામાં આવી છે. રાંધેજા ગામની હોસ્પિટલમાં 20 ગામના લોકો હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. ત્યારે આ હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સ અને ઓક્સિજન પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે સી.જે. ચાવડા ગુજરાતના પ્રથમ ધારાસભ્ય છે કે જે જેઓએ પ્રથમ વખત કોરોનામાં 25 લાખની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગ્રાન્ટ આપી હતી. ત્યારબાદ જ સરકારે ફરજિયાત 25 લાખ રૂપિયા તમામ ધારાસભ્યો પોતાના વિસ્તારની હોસ્પિટલમાં ગ્રાન્ટ આપે તેવી જાહેરાત કરી હોવાનું નિવેદન પણ સી જે ચાવડા આપ્યું હતું.

Last Updated : May 29, 2022, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details