ગાંધીનગર: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly 2022) સત્રના 9માં દિવસે બજેટ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે (Congress Leader Virji Thummar) સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. બજેટના ત્રીજા દિવસની માંગણી પર ચર્ચા કરતા કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, સરકારે આ બજેટમાં ખેડૂતો સાથે ભારે અન્યાય કર્યો છે. ખેડૂતોને સપના દેખાડતી આ સરકાર છે. દેશ અને રાજ્યના વિકાસમાં કૃષિ ક્ષેત્રનું 18 ટકા જેટલું યોગદાન છે, તેમ છતાં પણ સરકારે તેના બજેટમાં 3.72 ટકા જેટલો જ હિસ્સો કૃષિક્ષેત્રે (Education Sector In Gujarat) ફાળવ્યો છે.
કોંગ્રેસે ઊભી કરેલી મિલકત સરકાર વેચી રહી છે-તેમણે કહ્યું કે, દરરોજ નવા સપના દેખાડનારી સરકાર કોંગ્રેસને સતત ગાળો આપી રહી છે. મને ચિંતા છે કે કોંગ્રેસે ઊભી કરેલી મિલકતને આ સરકાર વેચી રહી છે. વિધાનસભા પણ કોંગ્રેસના શાસનમાં ઊભી થઇ છે તેને પણ વેચી દેવામાં ન આવે. જો કે આ શબ્દોને દૂર કરવા માટે અધ્યક્ષે જણાવ્યું હતું. વધુમાં વીરજી ઠુમ્મરે જણાવ્યું કે, GNFC જેવી કંપનીઓ બંધ થઈ રહી છે. ઇફ્કો સંસ્થા થકી આજે ખાતર (fertilizer in gujarat) મળી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી (natural farming in gujarat)ની વાતો કરતી આ સરકારે એકપણ રૂપિયો આ બજેટમાં પ્રાકૃતિક ખેતી માટે વાપર્યો નથી. પ્રાકૃતિક ખેતી કેટલા અંશે સફળ થશે તે પણ એક પ્રશ્નાર્થ છે.
આ પણ વાંચો:Gujarat Assembly 2022 : વિધાનસભામાં બેરોજગારીથી લઈને અનેક મુદ્દા રહ્યાં ચર્ચામાં
ખેડૂતો માટે વધુ બજેટ કેમ ન ફાળવાયું? -વીરજી ઠુમ્મરે કહ્યું કે, UPA સરકારે ગુજરાતને થપ્પડ મારી એવું તત્કાલીન મુખ્યપ્રધાન અવાર-નવાર કહેતા હતા. આજે તેઓ દેશના વડાપ્રધાન છે ત્યારે ખેડૂતો માટે વધુ બજેટ કેમ ન ફાળવી શક્યા? ખાતરના ભાવ (Fertilizer prices In Gujarat)માં વધારો થયો અને પાક વીમા માટે કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી. રાસાયણિક ખાતરની શોધ કરનારા વૈજ્ઞાનિક પણ ભગવાન સમક્ષ માફી માંગે છે કે, મારી ભૂલ થઈ ગઈ કે મેં રાસાયણિક ખાતરની શોધ કરી છે.