ગાંધીનગર: વિધાનસભા સત્ર દરમિયાન(During the assembly session) કૉંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા દ્વારા રાજ્યમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો(departure of the traffic brigade) અને હોમગાર્ડને જવાનોને દંડ ઉધરાવવાની સત્તા છે કે નહીં લઈને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને પ્રશ્નો કરવામાં આવ્યા હતા.સાથે 2020 અને 2021માં અમદાવાદ રિંગ રોડ(Ahmedabad Ring Road) અને SG હાઇવે(SG Highway) પર કેટલા ટ્રાફિક જવાનો કે હોમગાર્ડ પકડાયા છે.
આ પણ વાંચો:જો જો, ચેતજો... હવે ફરી પોલીસ હેલમેટ નહી પહેરનારને આટલો દંડ ફટકારશે
ટ્રાફીક બ્રિગેડના 2 જવાનો પકડાયા -મુખ્યપ્રધાને જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો અને હોમગાર્ડ જવાનોને દંડ ઉધરાવવાની સત્તા નથી(no power to levy fines) અને 2020 અમદાવાદના રિંગ રોડ અને SG હાઇવે પર કોઈ પણ આવા પ્રકારના કેસ પકડાયા નથી પણ 2021માં 2 ટ્રાફિક બ્રિગેડના જવાનો દંડ ઉઘરાવતા પકડાયા હતા. જે બંને લોકોને ટ્રાફિકની માનદ સેવામાંથી(Honorary service of traffic) દૂર કરવામાં આવ્યા છે.
TRB જવાનો -તેવીજ રીતે સુરત શહેરમાં અગોઉ TRB જવાનો લોકો પાસેથી રૂપિયા પડાવતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. એક તરફ સુરત પોલીસ આઈફોલો અભિયાન ચલાવી લોકોની વાહવાહી મેળવી રહી હતી, ત્યારે બીજી તરફ આવા TRB જવાનોને કારણે પોલીસની છબી પણ ખરડાઈ રહી છે.
આ પણ વાંચો:Traffic Police Special Drive: સુરતમાં હેલમેટ ન પહેરનાર અને સીટ બેલ્ટ ન બાંધનારને પકડવાની ડ્રાઇવ