ગાંધીનગરઃ 14મી ગુજરાત વિધાનસભાના (Gujarat Assembly 2022) 10મા સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાનું નવું સત્ર ચૂંટણી પછી નવા પ્રધાનમંડળ સાથે યોજાશે. જોકે, આજે સત્રના છેલ્લા દિવસે વિધાનસભામાં ફોટો સેશન કરવામાં (Photo session in Gujarat Legislative Assembly) આવ્યું હતું, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે, આ ફોટો સેશનમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Photo session in Gujarat Legislative Assembly) સહિત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ, કોંગ્રેસના નારાજ ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને નારોડના ધારાસભ્ય બલરામ થાવાણી ગેરહાજર રહ્યા હતા.
ફોટો સેશનમાં થયા એકતાના દર્શન રાજકીય પક્ષો કરી રહી છે ચૂંટણીની તૈયારી -ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના મહિનાઓની જ વાર છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ (Preperation for Gujarat Assembly Election) શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ આજે (ગુરુવારે) 14મી વિધાનસભાના બજેટ સેશનનો છેલ્લો દિવસ છે. તેને ધ્યાનમાં રાખી વિધાનસભામાં આજે તમામ ધારાસભ્યોનું ફોટો સેશન કરવામાં આવ્યું હતું.
14મી વિધાનસભાનું ફોટો સેશન C આકારનું સ્ટેજ બનાવાયું -ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્યો એટલે કે, 182 ધારાસભ્યોને એક જ સ્ટેજ ઉપર સમાવવા માટે C આકારનું સ્ટેજ (Photo session in Gujarat Legislative Assembly) તૈયાર કરવામાં આવ્યું હતું. આ સ્ટેજ ઉપર ભાજપ, કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપરાંત વિપક્ષના અને બીજી પાર્ટીના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.
ફોટો સેશનમાં આવી હતી બેઠક વ્યવસ્થા-આજના ફોટો સેશનમાં (Photo session in Gujarat Legislative Assembly) મહત્વની વાત કરવામાં આવે, તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય અને વિપક્ષના નેતાને પ્રથમ હરોળમાં વચ્ચે સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારના પ્રધાનને ડાબી બાજુ અને હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના તમામ કેબિનેટ અને રાજયકક્ષાના પ્રધાનોને જમણી (Photo session in Gujarat Legislative Assembly) બાજુમાં સ્થાન આપ્યું હતું.
આ પણ વાંચો-પેપરલીક અને પરીક્ષામાં ગેરરીતિ બંને વચ્ચે ફેર: જીતુ વાઘાણી
2 ધારાસભ્યો ગેરહાજરી વર્તાશે -ભાજપના ધારાસભ્ય અને ગૃહના પૂર્વ સભ્ય એવા ડો. આશાબેન પટેલનું ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયું હતું. તેમની વિધાનસભા બેઠક ખાલી પડી છે. ત્યારે સ્વ. આશાબેન પટેલ અને ત્યારબાદ ડોક્ટર અનિલ જોષિયારાનું પણ આકસ્મિક મૃત્યુ થયું હતું. આ બંને ધારાસભ્યની ગેરહાજરી 14મી વિધાનસભાના ફોટો સેશનમાં વર્તાઈ (Photo session in Gujarat Legislative Assembly) હતી. આ ઉપરાંત દ્વારકા બેઠકની હાઇકોર્ટમાં હજી મેટર પેન્ડિંગ છે, જેથી કુલ 3 ધારાસભ્યો ઉપરાંત વધુ 4 સભ્યો સાથે BTPના 2 ધારાસભ્ય સહિત કુલ 9 જેટલા સભ્યો ફોટો હાજર હતા નહીં.
ગેરહાજર રહેલા ધારાસભ્યોએ લીધી હતી મંજૂરી -ફોટો સેશન (Photo session in Gujarat Legislative Assembly) બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, દરેક બજેટ સત્રના અંતિમ દિવસોમાં તમામ ધારાસભ્યોનું ફોટો સેશન કરવામાં આવે છે. 5 વર્ષ સાથે રહ્યા બાદ લોકોના કામ કર્યા છે અને પ્રજાના પ્રશ્નોની ચર્ચા પણ વિધાનસભા ગૃહમાં કરવામાં આવી છે. સંસદીય બંધારણ હેઠળ ચાલે છે અને તમામ ધારાસભ્યોએ નિયમિત હાજરી આપી છે.
આ પણ વાંચો-Gujarat Assembly 2022 : 5 મેડિકલ કોલેજોની અરજી વર્ષોથી પડતર, સૌની યોજનામાં કરોડોનો ખર્ચ છતાં પણ યોજના પૂર્ણ નથી થઇ
ફોટો સેશનમાં થયા એકતાના દર્શન -અનિવાર્ય સંજોગો સિવાય તમામ ધારાસભ્યોએ ગૃહમાં હાજર રહ્યા હતા. ત્યારે પ્રજાના પ્રશ્નોને વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો મક્કમતાથી રજૂઆત કરે છે. ગૃપમાં નવા કાયદાઓ બને છે અને તેના કાયદાઓમાં ફેરબદલી પણ કરવામાં આવે છે. જ્યારે વિધાનસભા ગૃહ લોકશાહીને મજબૂત બનાવી રાખે છે. આ સિવાય જે ધારાસભ્યો વિધાનસભાની ફોટોગ્રાફીમાં (Photo session in Gujarat Legislative Assembly) ગેરહાજર તે બાબતે ડો. નિમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, જે ધારાસભ્યો ગેરહાજર છે. તેમ તેઓ અગાઉ જાણ કરી છે. જ્યારે આજે ધારાસભ્યોના ફોટો સેશન (Photo session in Gujarat Legislative Assembly) દરમિયાન એકતાના દર્શન થયા હોવાનું નિવેદન પણ અધ્યક્ષ નીમાબેન આચાર્યએ આપ્યું હતું.
આ વિધાનસભાની પ્રણાલી -જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી (Gujarat Assembly Election 2022) અને ગુજરાત વિધાનસભામાં જે તે સરકારનું અંતિમ બજેટ સત્ર હોય ત્યારે દર વિધાનસભા સત્રના અંતિમ દિવસોમાં તમામ ધારાસભ્યો સાથે એક ફોટો સેશન (Photo session in Gujarat Legislative Assembly) કરવામાં આવે છે. આ ફોટોને ગુજરાત વિધાનસભાની અંદર સાચવી રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 13 વિધાનસભા મળી ચૂકી છેય તે તમામ ફોટોગ્રાફ્સ પણ વિધાનસભાના રેકોર્ડમાં રાખવામાં આવ્યા છે.