ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Assembly 2022: રાજ્યમાં હજી પણ દરરોજ 5થી વધુ દુષ્કર્મ થાય છેઃ વિપક્ષ - ગુજરાતમાં દુષ્કર્મના કેસમાં વધારો

ગુજરાત વિધાનસભા સત્રમાં (Gujarat Assembly 2022) કોંગ્રેસે સરકારને ચોરી, લૂંટફાટ, હત્યા, દુષ્કર્મ જેવી ઘટના અંગે પ્રશ્નો પૂછ્યા હતા. સાથે જ વિપક્ષે જણાવ્યું હતું કે, રાજ્યમાં દરરોજ 5થી વધુ દુષ્કર્મના કેસ (Congress questioned to Government) નોંધાય છે. તેમાંથી સૌથી વધુ દુષ્કર્મના કેસ (Rape Case increased in Gujarat ) અમદાવાદમાં નોંધાયા છે.

Gujarat Assembly 2022: રાજ્યમાં હજી પણ દરરોજ 5થી વધુ દુષ્કર્મ થાય છેઃ વિપક્ષ
Gujarat Assembly 2022: રાજ્યમાં હજી પણ દરરોજ 5થી વધુ દુષ્કર્મ થાય છેઃ વિપક્ષ

By

Published : Mar 11, 2022, 8:57 AM IST

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું સત્ર (Gujarat Assembly 2022) ચાલી રહ્યું છે. ત્યારે કૉંગ્રેસે સરકારને (Congress questioned to Government) ચોરી, લૂંટફાટ, હત્યા, દુષ્કર્મ જેવી (Rape Case increased in Gujarat ) ઘટના અંગે પ્રશ્નો પૂછ્યા હતા.

પોલીસ ગુનેગારોને નથી પકડી શકતી

વિપક્ષે વિધાનસભામાં (Congress questioned to Government) કહ્યું હતું કે, રાજ્યમાં રોજના 5 કરતા વધુ દુષ્કર્મના કેસ નોંધાય છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 3,796 દુષ્કર્મ અને 61 સામુહિક દુષ્કર્મના કેસ (Rape Case increased in Gujarat) નોંધાયા છે. પોલીસ દ્વારા પણ કહેવામાં આવે છે. કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં, પરંતુ અત્યાર સુધીમાં પોલીસ હજી પણ 203 આરોપીને પકડી નથી શકી. રાજ્યની વર્તમાન સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે, દુષ્કર્મીઓને સરકારનો કોઈ ભય નથી.

આ પણ વાંચો-Gujarat Assembly 2022: ભાજપ તરફી વેવ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવી સરળ રહેશે, ચૂંટણી વહેલી આવશે?

સૌથી વધુ દુષ્કર્મના કેસ અમદાવાદમાં નોંધાયા છે: કોંગ્રેસ

રાજ્યમાં 5 દુષ્કર્મના કેસ નોંધાઈ (Rape Case increased in Gujarat) રહ્યા છે તેવો આક્ષેપ કરવામાં (Congress questioned to Government) આવ્યો હતો. તેમાં સૌથી વધુ દુષ્કર્મના કેસ (Rape Case increased in Gujarat) અમદાવાદમાં 729 કેસ નોંધાયા છે. તેમાંથી હજી સુધી 25 આરોપીને પકડવામાં આવ્યા નથી. ત્યારબાદ સુરતમાં 508, બનાસકાંઠામાં 134, પાટણમાં 131, રાજકોટમાં 145, વડોદરામાં 184 જેવા દુષ્કર્મના કેસ નોંધાયા છે.

આ પણ વાંચો-Assembly Election Result 2022: ભાજપ સરકાર મહિલાઓ માટે યોજનાઓ લાવી એટલે મહિલાઓ ભાજપની સરકાર લાવી

રાજ્યમાં આત્મહત્યા બનાવો ઘટાડવા પોલીસ આકસ્મિત કે અપમૃત્યુ દર્શાવે છે: કોંગ્રેસ

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022) કોંગ્રેસ રાજ્યમાં બની રહેલા ચોરી, લૂંટફાટ કે હત્યાના કેસ પર સવાલો કર્યો હતા. તેમને માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં લૂંટના 1,024, હત્યાના 1,893, ધાડના 272, ચોરીના 18,658, અપહરણના 3,911, આત્મહત્યાના 15,146, ઘરફોડ ચોરીના 5,332, આકસ્મિત મૃત્યુના 25,334 કેસ નોંધાયા છે. તેમાંથી 2,619 આરોપીને પકડવાના હજી પણ બાકી છે. સાથે સાથે પોલીસ પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, પોલીસ તંત્ર આત્મહત્યા બનાવો ઘટાડવા માટે આકસ્મિત કે અપમૃત્યુ દર્શાવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details