ગાંધીનગર: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly 2022) સત્રના છેલ્લા દિવસે સરકારે પ્રાઇવેટયુનિવર્સિટી(New Private Universities In Gujarat) સ્થાપવા બિલ રજૂ કર્યું હતું. કોંગ્રેસે પ્રાઇવેટ યુનિવર્સિટી સ્થાપવા માટેનું બિલ આવકારવાની સાથે સાથે સૂચનો પણ કર્યા હતા. પ્રાઇવેટ યુનિવર્સિટીથી ગુજરાતના યુવાનોનું હિત થવું જોઇએ. ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે સરકાર દ્વારા 11 પ્રાઇવેટ યુનિવર્સિટીની સ્થાપના કરવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ (Congress In Gujarat Assembly) પક્ષ દ્વારા ટીકા કરવામાં આવી હતી. જો કે સાથે સાથે સૂચનો પણ આપ્યા હતા.
કોંગ્રેસે નિર્ણય આવકાર્યો- કોંગ્રેસ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાતમાં નવી 11 યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે આજે સરકાર તરફથી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે આ નિર્ણય આવકાર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, પ્રાઇવેટ યુનિવર્સિટી સ્થપાયા બાદ યુનિવર્સિટી એવી ન બનાવી જોઇએ કે જે ગુજરાતના વિદ્યાર્થી પાસેથી મોટી મોટી ફી (Private Universities Fees In Gujarat) વસૂલે. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં કોઈ ધારાસભ્યને સેનેટમાં મેમ્બર તરીકે નિમણૂક કરવા આવે જેથી પ્રાઇવેટ યુનિવર્સિટી ગુજરાતના હિતમાં બની શકે.
આ પણ વાંચો:Gujarat Assembly 2022: નર્મદા યોજના મુદ્દે હોબાળો થતા 15 મિનિટ વિધાનસભા મુલતવી રાખવી પડી