ગાંધીનગર: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly 2022)ની પ્રશ્નોત્તરીમાં આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજ્યની જનતાને અને રાજ્યના વિકાસને લઇને મહત્વના પ્રશ્નો કરવામાં આવ્યા હતા, જેમાં રાજ્ય સરકાર દ્વારા અનેક ચોંકાવનારા જવાબો આપવામાં આવ્યા હતા. સર્વ શિક્ષા અભિયાન(sarva shiksha abhiyan gujarat) અંતર્ગત કેન્દ્ર સરકારની ગ્રાન્ટ (sarva shiksha abhiyan grant), ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મહેકમ (gujarat state civil supplies corporation limited), રાજ્યના 23 અભયારણ્યો અને 4 રાષ્ટ્રિય ઉદ્યાનો (Gujarat national parks and sanctuaries) બાબતે રાજ્ય સરકારે જવાબ આપ્યા હતા.
સર્વ શિક્ષા અભિયાનમાં 84,776.08 લાખ ઓછી ગ્રાન્ટ
વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે પ્રશ્ન કર્યો કે, રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારે છેલ્લા 2 વર્ષમાં કેટલી રકમની ફાળવણી કરી છે અને કેટલા રૂપિયાની રકમની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા માંગવામાં આવી હતી? તેના જવાબમાં રાજ્ય સરકારે 31 ડિસેમ્બર 2022 સુધીના સમય માટે જણાવ્યું હતું કે, વર્ષ 2020-21માં 118061.54 લાખ રૂપિયાની માંગ કરી હતી, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020-21માં 87174.64 લાખ અને વર્ષ 2021-22માં 64172.35 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે કેન્દ્ર સરકારે 84,776.08 લાખની ઓછી રકમ ફાળવણી કરી છે.
આ પણ વાંચો:Gujarat Assembly 2022: છેલ્લા 2 વર્ષમાં તેલિયા રાજાઓને ત્યાં 70 જ દરોડા, 12 જિલ્લાઓમાં એકપણ રેડ નહીં