ગાંધીનગર:ગુજરાત વિધાનસભામાં ખેડૂતોને વીજળી આપવાના મુદ્દે છેલ્લા કેટલાય દિવસથી પક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા છે. ત્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો કપડા ઉતારીને વિરોધ પણ કર્યો હતો અને વોક આઉટ પણ કર્યું હતું. ત્યારે આજે રાજ્યના ઉર્જા પ્રધાન(Minister of State for Energy) કનું દેસાઈએ વીજળી બાબતે નિવેદન કર્યું હતું કે હવે રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવશે પરંતુ રાજ્યના નાગરિકો વીજળીનો ઓછો ઉપયોગ કરે(Uses less electricity) અને ACનો ઓછો ઉપયોગ કરે. જેથી વીજળી બચાવી શકાય(Electricity can be saved), જ્યારે ગત વર્ષ કરતા આ વર્ષે વીજળીનો ઉપયોગ ખૂબ જ થયો છે, સાથે જ ખેડૂતોએ ગત વર્ષ કરતા આ વર્ષે 1000 મેગાવોટનો વધુ ઉપયોગ કર્યા હોવાની નિવેદન પણ કનુ દેસાઇએ કહ્યું હતું.
ઇન્ડોનેશિયા ની નીતિમાં થયા ફેરફાર -રાજ્યના ઉર્જા પ્રધાન કનુ દેસાઇએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે ઇન્ડોનેશિયા દેશમાં કોલસાના ઇમ્પોર્ટ એક્સપોર્ટ નીતિમાં ફેરફાર થવાના કારણે તેની સીધી અસર ભારત દેશમાં પડી છે. આ ઉપરાંત રશિયા અને યુક્રેનના યુદ્ધની(War between Russia-Ukraine) અસર પણ પડી હોવાના કારણે કોલસાને જથ્થો ઓછો થયો હતો. જેના કારણે ખેડૂતોને વીજળી ઓછી પ્રાપ્ત થઈ(Farmers received less electricity) હતી અથવા તો ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હવે તમામ કારણો અને મુદ્દાઓનું સમાધાન પણ કરી દેવામાં આવ્યું છે. આમ ઇન્ડોનેશિયાની નીતિ(Policy of Indonesia) અને યુધ્ધની સ્થિતિની સીધી અસર ખેડૂતો ઉપર પડી હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો:Gujarat Budget 2022: બજેટને લઈને વડોદરાવાસીઓની અપેક્ષાના કેન્દ્રમાં છે મોંઘવારીની સમસ્યા