ગાંધીનગર: મંગળવારના વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય (Gujarat Assembly 2022)એ અનામત અંગે માંગ ઊઠાવી છે. તો બીજી તરફ કોળી ઠાકોર સમાજમાં બજેટ (Budget For Koli Thakor Community) ફાળવણીમાં પણ સરકારે અન્યાય કર્યો છે તેવો આક્ષેપ કર્યો છે. કલોલના કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA Kalol)એ વિધાનસભામાં કોળી ઠાકોર સમાજ અંગે અવાજ ઉઠાવ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વિધાનસભામાં કોળી ઠાકોર સમાજ અંગે અવાજ ઉઠાવ્યો છે. કોળી ઠાકોર સમાજને અનામત આપવામાં આવે-તેઓએ નિવેદન આપતા એક ઉદાહરણ આપ્યું હતું કે, ડીંગુચાનો પરિવાર વિદેશમાં મૃત્યુ પામ્યો છે જે સાબિત કરે છે કે, ગુજરાતમાં રોજગારી (Employment in Gujarat) નથી. જ્યારે ગુજરાતમાં 1.20 કરોડની કોળી ઠાકોર સમાજની વસ્તી (Population of Koli Thakor Community) છે. જેમાં 27 ટકા ઓબીસી સમાજમાં, 80 ટકા કોળી ઠાકોર સમાજના લોકો છે. તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા બજેટમાં માત્ર 01 કરોડ અને 10 લાખ ફાળવવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કોળી સમાજને અનામત આપવા અંગે પણ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો:Gujarat Assembly 2022: ગુજરાત રાજ્યનું દેવું 3 લાખ કરોડને પાર, 4.96થી 9.55 ટકાના દરે ચૂકવાય છે વ્યાજ અને મુદ્દલ
કોળી ઠાકોર સમાજ માટે ફાળવેલા બજેટથી અસંતુષ્ટ-તેમણે જણાવ્યું કે, ઠાકોર સમાજને 20 ટકા અનામત (Reservation For Koli Thakor Community) અપાવાની જરૂર પડશે તો લડત પણ કરીશું. જો કે સાથે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સરકારમાં પણ અનામત જેવી સ્થિતિ છે, પરંતુ ST, SC, OBCના મિત્રોને પ્રધાનમંડળમાં સારું સ્થાન મળ્યું નથી. તો બીજી તરફ કોળી અને ઠાકોર સમાજની વસ્તીને ધ્યાને રાખી રાજ્ય સરકારે ફાળવેલા બજેટથી અસંતુષ્ટ બળદેવજી ઠાકોરે અનામતની માંગ કરી હતી. જેને અખિલ ભારતીય કોળી સમાજે (Akhil Bhartiya Koli Samaj) સમર્થન આપ્યું હતું.
અનામત આંદોલનની જરૂર પડશે તો આંદોલન પણ કરીશું- ઋત્વિક મકવાણાએ નિવેદન આપતા જણાવ્યું કે, ઠાકોર અને કોળી વિકાસ નિગમને ભાજપે અન્યાય કર્યો છે. જેને લઈ હવે જરૂર પડે ત્યારે અમે રસ્તા પર ઉતરીને આંદોલન (anamat andolan gujarat)કરીશું. કોળી ઠાકોર સમાજ હવે ભાજપની આ નીતિને સમજી ગઈ છે. હવે કોળી અને ઠાકોર સમાજ મળી આગામી દિવસોમાં આંદોલન ચલાવશે તેવું ઋત્વિક મકવાણાએ નિવેદન આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે હુંકાર કર્યો છે કે, ઠાકોર સમાજને 20 ટકા અનામત આપવાની માંગ માટે જરૂર પડશે તો લડત પણ કરીશું અને આંદોલન પણ કરીશું.
આ પણ વાંચો:Gujarat Assembly 2022: વિધાનસભામાં અનંત પટેલ અને નરેશ પટેલ આવ્યા સામસામે, નારાજ અનંત પટેલે ગૃહ છોડ્યું
જાતિ-જ્ઞાતિને ભડકાવવાનું કામ કોંગ્રેસ કરે છે- કોંગ્રેસ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે 20 ટકા અનામતની માંગ કરતા રાજકારણ ફરી ગરમાયું છે. તો બીજી તરફ ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, જાતિ-જ્ઞાતિને ભડકાવવાનું કામ કોંગ્રેસ કરે છે. સાથે કોંગ્રેસને સવાલ પૂછ્યો કે, OBCને બંધારણીય દરજ્જો આપવાનું કામ કેમ કોંગ્રેસે જ નહોતું કર્યું? દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે OBC પંચને બંધારણીય દરજ્જો આપ્યો છે. ઓછા બજેટ ફાળવણી અંગે પણ તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકારે તમામ સમાજને સમાવતું બજેટ આપ્યું છે. કોંગ્રેસે 2017માં પણ આવા જ પ્રયત્નો કર્યા હતા જે નિષ્ફળ રહ્યા હતા.