ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Assembly 2022 : 5 મેડિકલ કોલેજોની અરજી વર્ષોથી પડતર, સૌની યોજનામાં કરોડોનો ખર્ચ છતાં પણ યોજના પૂર્ણ નથી થઇ - સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ ભંડોળ

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022 ) કોંગ્રેસે રાજ્ય સરકારને જવાબ આપવામાં ભોં ભારે પડે તે પ્રકારે પ્રશ્નો કર્યાં હતાં. જેમાં અનેક મહત્ત્વપૂર્ણ મંજૂરીઓ અને ફંડ સંદર્ભે માહિતી મળી છે. સૌરાષ્ટ્રને પાણી માટે સૌની યોજના સંદર્ભે પણ મહત્ત્વની જાણકારી પણ સામે આવી હતી.

Gujarat Assembly 2022 : 5 મેડિકલ કોલેજોની અરજી વર્ષોથી પડતર, સૌની યોજનામાં કરોડોનો ખર્ચ છતાં પણ યોજના પૂર્ણ નથી થઇ
Gujarat Assembly 2022 : 5 મેડિકલ કોલેજોની અરજી વર્ષોથી પડતર, સૌની યોજનામાં કરોડોનો ખર્ચ છતાં પણ યોજના પૂર્ણ નથી થઇ

By

Published : Mar 30, 2022, 4:08 PM IST

Updated : Mar 30, 2022, 6:43 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly 2022 )પ્રશ્નોતરીમાં આજે કેટલાક વિષય વસ્તુઓ પર મહત્વના ખુલાસા થયા છે. જેમાં કેન્દ્ર સરકારની જીએસટીની બાકી રકમ, મેડિકલ કોલેજો, બજેટની ફાળવણી અને સૌની યોજના પ્રોજેકટ સહિતના અનેક મુદ્દાઓ અને નિગમો બાબતે કોંગ્રેસના ધારાભ્યોએ અનેક પ્રશ્ન કર્યા હતાં. જેમાં આજ સરકારે વિધાનસભા ગૃહમાં મહત્વના જવાબો આપ્યા હતાં.

કોંગ્રેસે રાજ્ય સરકારને જવાબ આપવામાં ભોં ભારે પડે તે પ્રકારે પ્રશ્નો કર્યાં હતાં.

જીએસટી રૂપે હજુ 12,313 કરોડ લેવાના બાકી - કોંગ્રેસના ધારાસભ્ય હિમતસિંહ પટેલે જીએસટી બાબતે પ્રશ્ન કર્યો હતો કે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર પાસેથી જીએસટીના વસૂલ કરવાના બાકી છે. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્યને જી.એસ.ટી.ના વળતરરૂપે કેન્‍દ્ર સરકાર પાસેથી 12,313.09 કરોડની રકમ લેવાની નીકળે છે.

મેડિકલ કોલેજોની અરજી પડતર - વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ગૃહમાં (Gujarat Assembly 2022 )નવી મેડિકલ કોલેજો શરૂ કરવાનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકરે રાજ્યમાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવા કરેલી દરખાસ્‍તો પૈકી નવસારી, રાજપીપળા, પોરબંદર, ગોધરા અને મોરબી ખાતે મેડિકલ કોલેજોની મંજૂરી કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવી હતી. તેમ છતાં વર્ષો વીત્યે કોઈ કોલેજ (Medical colleges Applications pending )શરૂ થઇ નથી. તમામ પાંચ મેડિકલ કોલેજો શરૂ કરવાની બાકી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

આ પણ વાંચોઃ સૌની યોજના હેઠળ છલકાશે અનેક જળાશયો, ભાવનગરમાં 445 કરોડના ખર્ચે કામગીરી શરૂ

સૌની યોજના હજુ પુરી નથી થઈ- કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે સૌની યોજના (Sauni scheme)બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં નર્મદામાંથી સૌરાષ્‍ટ્રના ડેમો ભરવાની સૌની યોજના વર્ષ 2017-18માં પૂર્ણ કરવાનું આયોજન હતું. તેને પાંચ વર્ષ થયા હોવા છતાં યોજના પૂર્ણ થયેલી નથી. સૌની યોજનાના સૈદ્ધાંતિક મંજૂરી ફેબ્રુઆરી-2013માં રૂ.10,000 કરોડની આપવામાં આવેલી. તેની વહીવટી મંજૂરી એપ્રિલ-2013 રૂ. 10,861 કરોડની આપવામાં આવેલી. ડીસેમ્‍બર-2018 માં 18,563 કરોડની સુધારેલ વહીવટી મંજૂરી આપવામાં આવેલી. રૂ. 10,000 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલી. સૌની યોજનાની કામગીરી માટે કરોડનો ખર્ચ કરવામાં આવ્‍યો છે તેમ છતાં હજુ આ યોજના પૂર્ણ થઈ નથી. જ્યારે સૌની યોજના માટે રાજ્ય સરકારે કેન્‍દ્ર સરકાર સમક્ષ રૂ.3200 કરોડનું ફંડ મેળવવા માટે રૂ.23 ઓક્ટોબરના રોજ દરખાસ્‍ત કરેલી હતી. આ દરખાસ્‍ત પેટે કેન્‍દ્ર સરકારે એક પણ રૂપિયાનું ફંડ આપ્‍યું નહી હોવાનું પ્રશ્નોતરીમાં (Gujarat Assembly 2022 )સામે આવ્યું છે.

સૌની યોજનામાં પાણી વિતરણની વ્યવસ્થા

સૌની યોજના શું છે? -સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી પીવાનું મળી રહે છે. સૌની યોજનામાં નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના 25 જળાશયો, 120 તળાવ અને 400થી વધુ ચેકડેમ સાંકળવામાં આવ્યાં હતાં. સૌની યોજનામાં (Sauni scheme ) છોડાતું પાણી ભૂગર્ભ જળ યોજનામાં પણ ફાયદો થવાનો સરકારનો દાવો હતો. ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નીવારવા માટે આ યોજના મહત્ત્વની છે.

આ પણ વાંચોઃ સૌની યોજનામાં 7000 કરોડનો ખર્ચ વધવા છતા કામ અપૂર્ણ, હજૂ પણ ખર્ચ વધે તેવી શક્યતા

દવાઓનો સપ્લાય ન થયો એટલે કોન્ટ્રાકટરોને દંડ - કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યની સરકારી હોસ્પિટલમાં દવા પુરી પાડવા બાબતનો (Gujarat Assembly 2022 )પ્રશ્ન કર્યો હતો. જેમાં બે વર્ષમાં પણ કોન્ટ્રાકટ મુજબ દવા પૂરી પાડનાર કઈ કંપનીને કેટલી રકમ ચૂકવવામાં આવી છે અને વધુ ભાવ વસૂલવાની કંપની સામે કેવા પગલાં લેવામાં આવ્યા છે, તેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રાજ્યની સરકારી હોસ્‍પિટલોમા અને આરોગ્‍ય કેન્‍દ્રોમાં દવાઓ પૂરી પાડવા માટે રેટ કોન્‍ટ્રાકટ મુજબ દવાઓ પુરી પાડવા બદલ વિવિધ કંપનીઓને સને 2020 અને 2021 માં અનુક્રમે 626,67,29,018 અને રૂ. 835,75,08,545 મળીને બે વર્ષમાં રૂ 1462,42,37,563 ની રકમ ચૂકવવામાં આવેલી છે. કોન્‍ટ્રાકટ મુજબ દવાઓ પુરી ન પાડનાર કંપની/એજન્‍સીઓ પાસેથી સને 2020 અને 2021માં અનુક્રમે 6,97,72,356 અને 8,35,51,515 રકમ મળીને બે વર્ષમાં 15,33,23,871 દંડની રકમ વસૂલવામાં આવેલી છે.

ફિઝિયોથેરાપી અને ડેન્ટલ કોલેજ ઓછી- કોંગ્રેસના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ રાજ્યમાં ડેન્ટલ કોલેજ બાબતે પ્રશ્ન કર્યો હતો જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં માત્ર બે જ સરકારી ડેન્‍ટલ કોલેજો કાર્યરત છે. તે પૈકી (1) સરકારી ડેન્‍ટલ કોલેજ અને હોસ્‍પિટલ, અમદાવાદ 1951થી અને બીજી સરકારી ડેન્‍ટલ કોલેજ અને હોસ્‍પિટલ જામનગર 1991થી કાર્યરત છે. રાજ્યમાં ભાજપ સરકારે માત્ર ખાનગી કોલેજોમાં લાખો ફી ભરવી પડે તેવી કોલેજોને જ મંજૂરી આપી છે. જ્યારે રાજ્યમાં પાંચ સરકારી ફિઝિયોથેરાપી કોલેજો કાર્યરત છે. બે વર્ષમાં સરકારી એક પણ કોલેજને મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે બે ખાનગી કોલેજોને મંજૂરી (Physiotherapy and Dental College in Gujarat ) આપવામાં આવી હોવાનું પ્રશ્નોતરીમાં સામે આવ્યું હતું.

રાજકોટમાં બની રહેલી એઇમ્સ

કર્મચારીઓને ભથ્થું ઓછું અપાયું- વિધાનસભાની પ્રશ્નોતરીમાં (Gujarat Assembly 2022 )સરકારી કર્મચારીઓ-અધિકારીઓના ઘરભાડા ભથ્‍થું 30 ટકા કરવા બાબતનું મીનીસ્‍ટ્રી ઓફ ફાઈનાન્‍સ, ખર્ચ વિભાગ, ભારત સરકારનું ઓફીસ મેમોરેન્‍ડમ 31 જુલાઈ 2015ના રોજ સરકારને મળેલું હતું. રાજ્ય સરકારના કર્મચારીઓ/અધિકારીઓના ભથ્‍થાં તેમજ પગાર તફાવતની રકમ ચૂકવણી અને પગાર વિસંગતતા વગેરે બાબતોની વિચારણા કરવા અધિકારીઓ તેમજ પ્રધાનમંડળની પેટા સમિતિની રચના કરવામાં આવેલી છે. રાજ્યમાં આનંદીબેન પટેલ, વિજય રૂપાણીની સરકાર જતી રહી અને હાલમાં ભૂપેન્‍દ્ર પટેલની ત્રીજી સરકાર આવી, પરંતુ કર્મચારીઓને ઘરભાડા ભથ્‍થું 30 ટકા કરવાનો નિર્ણય ન થયો (House rent allowance to employees in Gujarat ) હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

કેન્દ્ર સરકારે નિગમોને સહાય આપી નથી - વિધાનસભાની (Gujarat Assembly 2022 )પ્રશ્નોતરીમાં સામે આવ્યું હતું કે સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિગમો અને બોર્ડમાં કેન્‍દ્ર સરકાર તરફથી બે વર્ષમાં (1) ડો. આંબેડકર અંત્‍યોદય વિકાસ નિગમ, (2) ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ (3) ગુજરાત વિચરતી અને વિમુકત્ત જાતિ વિકાસ નિગમ અને (4) ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્‍યાંગ) નાણા અને વિકાસ નિગમને કોઈ લોન કે સહાય (Funding for the Department of Social Justice and Empowerment) આપવામાં આવી નથી. જ્યારે બે વર્ષમાં ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન એકમાત્ર નિગમને રૂ.850.57 લાખની સહાય આપવામાં આવી છે. બાકીના 9 નિગમો પૈકી એક પણ બોર્ડ/કોર્પોરેશનને સહાય કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવી નથી. ઉપરાંત રાજ્યમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયના બાંધકામ માટે કુમાર છાત્રાલય માટે તા 03-10-1997 થી અને કન્‍યા છાત્રાલય માટે તા 13-01-1998થી અમલમાં છે. આ દરોમાં છેલ્‍લા 23 વર્ષથી કોઈ વધારો કરવામાં આવેલો નથી.

Last Updated : Mar 30, 2022, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details