ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે ત્યારે રાજ્યમાં વિદેશી દારૂ દેશી દારૂ બિયર અને નશીલા પદાર્થોની હેરફેર કરનાર ઉપર પોલીસની હંમેશા નજર હોય જ છે. કરોડો રૂપિયાનો દારૂ બિયર અને અફીણ જેવા માદક દ્રવ્યો પકડવામાં આવે છે. ત્યારે હજુ પણ ગુજરાત રાજ્યમાં કુલ 6893 આરોપીઓ કે જેઓ દારૂ-બિયર અને કેફી અફીણ દ્રવ્ય જેવાની હેરફેર કરે છે તેવા આરોપી હજુ પણ પોલીસની પકડની (6893 accused in liquor trafficking out of police custody)બહાર હોવાનું વિધાનસભાગૃહની (Gujarat Assembly 2022) પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.
પોલીસ પકડથી આરોપીઓ દૂર-ગુજરાત પોલીસ દ્વારા હંમેશા દારૂ અને કેફી દ્રવ્યોની હેરાફેરી (Drug crime in Gujarat )પર સતત નજર રાખવામાં આવતી હોય છે અને આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી (State of law and justice in Gujarat)પણ કરવામાં આવતી હોય છે ત્યારે વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly 2022)આજે પ્રશ્નોત્તરી કાળમાં એવી હકીકત સામે આવી છે. જેમાં વિદેશી દારૂ દેશી દારૂ બિયર નશીલા પદાર્થોમાં વર્ષ 2019 અને વર્ષ 2020 માં પકડાયેલા કેફીદ્રવ્યોમાં અનેક આરોપીઓને પકડવાના બાકી છે. જેમાં ૩૧ ડિસેમ્બર 2020ની પરિસ્થિતિ એ કુલ 4475 અને 31 ડીસેમ્બર 2021 ની પરિસ્થિતિ એ કુલ 2418 આરોપીઓ ધરપકડ થયો જ નથી અને આ તમામ લોકો નાસતા ફરતા છે.
ખનીજ ચોરીમાં પણ કરોડોનો દંડ બાકી - ગુજરાતની નદીઓમાંથી ગેરકાયદે ખનીજ ખનન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં ખનીજ ચોરી નાખીશ પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યારે 31 ડિસેમ્બર 2020ની પરિસ્થિતિએ રાજ્યમાં કુલ 190300.35 લાખ રૂપિયાની દંડની રકમ વસૂલ કરવાની (190300.35 lac fine pending in mineral theft)બાકી છે. એક વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં પણ રૂપિયા 189412.12 લાખની રકમ વસૂલ કરવાની બાકી છે. આમ કરોડો રૂપિયાની વસૂલાત બાકી હોવા છતાં ખનીજ તંત્ર કડક હાથે કામગીરી કરીને બાકીની દંડની રકમ વસૂલ ન કરતા હોવાનું પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. જ્યારે સૌથી વધારે કચ્છ 46748.22 અને પોરબંદરમાં 46,302.17 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવાનો બાકી છે.
આ પણ વાંચોઃ Bootlegger in Vadodara: હાથમાં ત્રણ દારૂની બાટલીઓ સાથે વડોદરાના બુટલેગરનો વિડીયો વાયરલ
અમદાવાદ સુરતના સફાઈ કર્મચારીઓનું વળતર ચૂકવણું બાકી-કોંગ્રેસના ધારાસભ્ય મોહનલાલ વાળા અમદાવાદ અને સુરત કોર્પોરેશન મૃત્યુ પામેલ સફાઇ કર્મચારીઓની સહાય બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જે પેટે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સફાઈ કર્મચારી આંદોલન અને યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં ગટર સફાઈ કામદારોના થઈ રહેલા મોતના વર્તન બદલ 10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે બાબતે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 9 અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં 3 કિસ્સા નોંધાયા હતાં. જે પૈકી 12 કિસ્સાઓમાં 8 કિસ્સાના મૃતકો અથવા તેમના વારસદારો અંગેની કોઈ માહિતી મળી ન હોવાથી અને જરૂરી પુરાવા સાથે રજુ ન થયો હોવાથી સહાય ચૂકવાયાં નથી. જ્યારે ચાર કિસ્સાઓ પૈકી બે કિસ્સામાં અવસાન ભૂગર્ભ ગટર સફાઈ સિવાય અન્ય કારણોથી તથા બે કિસ્સામાં અવસાન ખાનગી જગ્યાએ થયેલ હોવાથી સહાયની રકમ ચૂકવાઇ નથી.
હજુ જૂની ચલણી નોટો પકડાઈ રહી છે-કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000ની નોટો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં પણ 31 ડીસેમ્બર 2021 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને રાજકોટ શહેરોમાંથી 500 1,000 ની જૂની નોટો (Demonetized notes Seized in Gujarat )સામે આવી છે. આમ 31 ડિસેમ્બર 2020 ની પરિસ્થિતિ એ રાજકોટ શહેરમાંથી 7317 જૂની 500ની નોટ અને 38 નોટ 1000 ની પકડાઈ છે, જેમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, સાથે અમદાવાદમાં 500 ની જૂની નોટો 200 અને 1000 ની એક પણ ચલણી નોટ પકડાઈ નથી. અમદાવાદમાં 2 અને રાજકોટમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ પોલીસ સામે ફરિયાદ હોય ત્યારે જ પોલીસ સ્ટેશનના CCTV કેમ બંધ હોય? હાઈકોર્ટની ટકોર
રાજ્યમાં પોલીસ અસુરક્ષિત- રાજ્યમાં પોલીસ પર થયેલા હુમલા બાબતે પણ ગુજરાત વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરીમાં કરવામાં આવ્યા હતાં. જે અંતર્ગત કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ પટેલ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષની પરિસ્થિતિએ કુલ 156 જેટલી ઘટનાઓ પોલીસ પર હુમલાની (Incident of attack on police in Gujarat)નોંધાઇ છે. જે અંતર્ગત 737 ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે હજુ પણ 10 આરોપીઓ પોલીસની ધરપકડ બહાર છે જ્યારે આરોપીઓના નામ અને સરનામાં અથવા હોવાના કારણે તેમજ નાસતા ફરતા હોવાના કારણે આ 10 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી બહાર હોવાનું વિધાનસભાગૃહમાં (Gujarat Assembly 2022)સરકારે જવાબ આપ્યો હતો.
સ્વતંત્રતા સેનાનીઓ પેન્શનમાં વધારાનો પ્રશ્ન- રાજ્યના સ્વતંત્ર સેનાનીઓ તથા તેમના આશ્રિતોને પેન્શન આપવા બાબતે બળદેવજી ઠાકોરે વિધાનસભાગૃહમાં (Gujarat Assembly 2022)પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા 31-1-2020 ની સ્થિતિએ ગુજરાત રાજ્યમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને માસિક રૂપિયા 10,000 તથા તેમના આશ્રિતોને માસિક રૂપિયા 7000 રૂપિયા નો સહાય અથવા રાજ્ય સરકારની પેન્શન યોજના હેઠળ પેન્શન આપવામાં આવે છે. જ્યારે બે વર્ષમાં સ્વતંત્ર સેનાનીઓ અને તેમના આશ્રિતો દ્વારા અનેક વખત પેન્શન વધારવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં ફક્ત સરકારે નોંધ લીધેલ છે તેવા આક્ષેપ કોંગ્રેસે કર્યા હતા.