- ભચાઉમાં દલિત પરિવાર પર હુમલાની શરમજનક ઘટના
- ભોગ બનનારા વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા કુલ 21 લાખની સહાય ચૂકવાશે
- ઘટના સંદર્ભમાં પોલીસે 7 વ્યક્તિઓની અટકાયત કરી -FIR દાખલ
ગાંધીનગર: કચ્છ (Kutch) જિલ્લાના ભચાઉ (Bhachau) તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના લોકો પર મંદિર પ્રવેશ બાબતે કરાયેલા અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન (Minister of Social Justice and Empowerment) પ્રદિપસિંહ પરમારે આ અંગેની વિગતો આપી હતી.
કોઇને પણ અન્યાય ન થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ
તેમણે જણાવ્યું હતું કે CM ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકાર રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય અને કોઇને પણ આવા અત્યાચારનો ભોગ બનવું ન પડે તેવી પ્રતિબદ્ધતાથી કર્તવ્યરત છે.
સરકારે 21 લાખની સહાય જાહેર કરી