ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકશે? ચૂંટણી આયોગે જાહેર કરી માર્ગદર્શિકા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને હવે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એક ખાસ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોર્પોરેશન વિસ્તારના ઉમેદવારો તાલુકા જિલ્લા પંચાયત હસ્તકના ઉમેદવારો અને નગરપાલિકાના ઉમેદવારો ચૂંટણીમાં કેટલો ખર્ચ કરી શકશે તે બાબતની મહત્વની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.

By

Published : Feb 5, 2021, 8:04 PM IST

Updated : Feb 5, 2021, 10:17 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકશે

  • રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાઈ જાહેરાત
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો માટે કરાઈ જાહેરાત
  • કોર્પોરેશન વિસ્તારમાં ઉમેદવાર ફક્ત 6 લાખનો ખર્ચ કરી શકશે

ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને હવે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એક ખાસ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોર્પોરેશન વિસ્તારના ઉમેદવારો તાલુકા જિલ્લા પંચાયત હસ્તકના ઉમેદવારો અને નગરપાલિકાના ઉમેદવારો ચૂંટણીમાં કેટલો ખર્ચ કરી શકશે તે બાબતની મહત્વની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.

કોર્પોરેશનના ઉમેદવારો ફક્ત 6 લાખ રૂપિયા સુધીનો જ કરી શકશે ખર્ચ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ઉમેદવારો કેટલો ખર્ચ કરી શકશે તે મુદ્દે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે મહત્તમ રૂપિયા 6 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. આ ઉપરાંત નગરપાલિકા માટે 9થી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે 2.25 લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા ગોઠવવામાં આવી છે, જ્યારે એકથી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે 1.50 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ જિલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે 4 લાખ અને તાલુકા પંચાયતના દરેક મતદાન વિભાગના ઉમેદવાર માટે 2 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

વધુ ખર્ચ નહીં કરી શકે ઉમેદવાર

આમ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રતિ ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકશે તેની મર્યાદા જાહેર કરવામાં આવી છે, પરંતુ જો ઉમેદવાર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી રકમ કરતાં પણ વધુનો ખર્ચ કરશે તો તેમને હિસાબ આપવો પડશે. આ ઉપરાંત આયોગ દ્વારા કડક કાર્યવાહી થાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

Last Updated : Feb 5, 2021, 10:17 PM IST

ABOUT THE AUTHOR

...view details