- રેમડેસિવિરની ચકાસણીથી કાળા બજારી ઘટશે
- 5 જ મિનિટમાં ખબર પડી જશે કે રેમડેસિવિર અસલી છે કે નકલી
- GTUએ રેમડેસિવિરની ચકાસણી માટે બનાવી મેથડ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાન કાળો કહેર છે ત્યારે લેભાગુ ત્તત્વો દ્વારા દર્દીના સગાં વહાલાઓ પાસેથી રેમેડેસિવિર ઈન્જેક્શનના નામે ગ્લુકોઝના સફેદ પાવડર અને મીઠાનો ભૂક્કો મિશ્રિત કરીને નકલી રેમડેસિવીર ઇન્જેક્શન પડકાવી દેવાની ઘટનાઓ સામે આવી છે. જ્યારે રાજ્યમાં અમદાવાદ, બરોડા, સુરત જેવા મોટા શહેરોમાં પણ પોલીસ દ્વારા આવા નકલી રેડેસિવીર ઇન્જેક્શનના ગોડાઉન પર રેડ પાડીને લેભાગુ તત્વોને જેલના હવાલે કરવામાં આવ્યા છે. તમારી પાસે આવેલા ઇન્જેક્શન હવે સાચા છે કે નકલી તે પકડવા માટે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીએ ટેસ્ટીંગ હાથ ધર્યું છે, જે વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.
રેમડેસિવિરની ચકાસણીથી કાળા બજારી ઘટશે આ પણ વાંચોઃવડોદરામાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારીનું કૌભાંડ ઝડપાયું
ફાર્મસીના વિદ્યાર્થીઓએ બનાવી મેથડ
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં આવેલા ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના આસિસ્ટન્ટ પ્રો. ડૉ. કશ્યપ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ માસ્ટર ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓ મલય પંડ્યા અને નિસર્ગ પટેલ દ્વારા રેમડેસિવિરની ચકાસણી સંદર્ભે મેથડ વિકસાવી છે. આ સંદર્ભે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, કોરોના જેવી રાષ્ટ્રીય મહામારીનો સામનો કરવા દરેક સંસ્થાઓએ આગળ આવવું પડશે. સરકારની મદદના ભાગરૂપે GTU દ્વારા રેમડેસિવિરની યોગ્ય ચકાસણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
GTUએ રેમડેસિવિરની ચકાસણી માટે બનાવી મેથડ આ પણ વાંચોઃપાલનપુર શહેરમાં રેમડેસીવીર ઈન્જેકશનની કાળાબજારી
5 મિનિટની અંદર રેમડેસિવિરનું પરિણામ મળી જશે
ઈન્ડિયન ફાર્મા કોપિયા કમિશન દ્વારા મંજૂર થયેલી દરેક દવાની મેથડ નક્કી કરવામાં આવે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં રેમડેસિવિરની મંજૂરી ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલી હોવાથી તેની ઓફિશિયલ મેથડ નક્કી કરવામાં આવી નથી. આવા સંજોગોમાં ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હાર્મોનાઈઝેશનની (ICH) ગાઈડલાઈન પ્રમાણે, પ્રથમ વખત GTU દ્વારા હાઈપ્રેશર લિક્વિડ ક્રોમોટોગ્રાફી (HPLC) મેથડ વિકસાવવામાં આવી છે. GTU ફાર્મસી સ્કૂલ દ્વારા 5 મિનિટની સમય માં રેમડેસિવિર સાચું છે કે નહીં તે જણાવી દેશે.