ગુજરાત

gujarat

ETV Bharat / city

GSSSB Paper Leak 2021: યુવરાજસિંહ જાડેજાએ આપ્યા પેપર ફૂટ્યું હોવાના પુરાવા - પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું

હેડ ક્લાર્કની જાહેર પરીક્ષા (GSSSB head clerk exam 2021)નું પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું હોવાની યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા મંડળમાં ફરિયાદ કરી હોવાનું નિવેદન આપ્યું છે, ત્યારે આજે ગૌણ સેવાના ચેરમેન કોઈ ફરિયાદ નહિ હોવાના નિવેદન આપ્યા બાદ યુવરાજસિંહ જાડેજાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી જણાવ્યુ હતુ (Yuvraj Singh Jadeja on GSSSB Paper Leak ) કે, 16 ડિસેમ્બરના રોજ વધુ પુરાવા સાથે ફરિયાદ કરવા ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે પહોંચશે.

GSSSB Paper Leak 2021: યુવરાજસિંહ જાડેજાએ આપ્યા પેપર ફૂટ્યું હોવાના પુરાવા
GSSSB Paper Leak 2021: યુવરાજસિંહ જાડેજાએ આપ્યા પેપર ફૂટ્યું હોવાના પુરાવા

By

Published : Dec 15, 2021, 9:23 PM IST

ગાંધીનગર: ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા 12 ડિસેમ્બરના રોજ હેડ ક્લાર્કની જાહેર પરીક્ષા (GSSSB head clerk exam 2021)નું આયોજન કરવામાં આવ્યું હતું, પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું હોવાની વિગતો સામે આવતા જ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા મંડળમાં ફરિયાદ કરી હોવાનું નિવેદન આપ્યું (Yuvraj Singh Jadeja on GSSSB Paper Leak ) છે, ત્યારે આજે ગૌણ સેવાના ચેરમેન કોઈ ફરિયાદ નહિ હોવાના નિવેદન આપ્યા બાદ યુવરાજસિંહ જાડેજાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, 16 ડિસેમ્બરના રોજ વધુ પુરાવા સાથે ફરિયાદ કરવા ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે પહોંચશે.

11 ડિસેમ્બર રાત્રે પેપર ફૂટ્યું

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પરીક્ષાના આગલી રાત્રે પ્રાંતિજના એક ખાનગી ફાર્મ હાઉસ ખાતે 16 જેટલા ઉમેદવારોને પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં એક નિરીક્ષક પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ખાનગી ફાર્મ હાઉસ ખાતે આવેલ ચાર ગાડીના નંબર પણ યુવરાજસિંહ જાડેજાએ જાહેર કર્યા છે. જેમાં GJ 01 KW 1487, GJ 05 RB 8109, GJ 01 HR 9005, GJ 09 BJ 2416 નંબરની ગાડી ફાર્મ હાઉસ ખાતે પહોંચી હતી અને આ તમામ લોકો પેપર ફોડવામાં અગ્રેસરની ભૂમિકા ભજવી હોવાના આક્ષેપ પણ કર્યા છે.

GSSSB Paper Leak 2021: યુવરાજસિંહ જાડેજાએ આપ્યા પેપર ફૂટ્યું હોવાના પુરાવા

16 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે ફરિયાદ

જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, 16 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળખાતે જઈને વધુ પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હજી સુધી કોઈ પણ પ્રકારની લેખિત ફરિયાદ પ્રાપ્ત થઈ નથી અને કોઈ પણ પુરાવા મળ્યા નથી તે બાબતે યુવરાજસિંહ જાડેજા પ્રતિ ઉત્તર આપતા જણાવ્યું હતું કે, જો કોઇ પણ ફરિયાદ મળી નથી, તો શા માટે 16 જેટલી પોલીસની ટીમ (Police team in gsssb paper leak) કાર્યરત થઈ છે, શા માટે તેઓ તપાસ કરી રહ્યા છે, તમામ જિલ્લાઓમાં કેમ પોલીસ તપાસ થઇ રહી છે, ત્યારે આવા પ્રશ્નો કરીને અસિત વોરા ઉપર પણ અનેક પ્રશ્નો યુવરાજસિંહ જાડેજાએ કર્યા હતા.

અસિત વોરાને ખસેડવામાં આવે: યુવરાજસિંહ જાડેજા

યુવરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને ખસેડવામાં આવે અને ત્યાર બાદ રાજ્ય સરકાર સુઓમોટો દાખલ કરીને આ બાબતની નિષ્પક્ષ પણે તપાસ કરવામાં આવે. ત્યારે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પાસે અનેક એવા પુરાવા છે જે પુરાવા ફક્ત વિશ્વાશુ અધિકારીને જ આપવાની વાત પણ જાડેજાએ કરી હતી અને જે લોકો આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા છે, તેમના મોબાઈલ નંબર પણ એવા જ અધિકારીઓને આપવામાં આવશે. જે નિષ્પક્ષ રીતે તપાસ કરી શકશે.

72 કલાકમાં ફરિયાદ નહિ તો આંદોલન

યુવરાજસિંહ જાડેજા સરકાર વિરુદ્ધ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા હિંમતનગરના પાન હાઉસમાંથી જે હેડ ક્લાર્કનું પેપર ફૂટયું છે, તે બાબતે 72 કલાકમાં નક્કર પગલા ભરે નહીં તો ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત હાઈકોર્ટમાં પણ સુઓમોટો દાખલ કરીને તટસ્થ તપાસની માંગ કરવામાં આવશે.

આ પણ વાંચો:Jagdish Thakor statement : દારૂ અને ડ્રગ્સની માહિતી આપનાર જેલમાં જાય છે પેપર લીકની માહિતી આપનારને પણ સરકાર જેલમાં નાંખશે

આ પણ વાંચો:GSSSB Paper Leak 2021: તપાસ બાદ આન્સર-કી મુકાશે, અલગ અલગ જિલ્લામાં 16 ટીમ કાર્યરત

ABOUT THE AUTHOR

...view details