ગુજરાત

gujarat

ETV Bharat / city

GSSSB Paper Leak 2021: 4 લાખમાં ખરીદેલું પેપર આચાર્ય દ્વારા 10 લાખમાં વેચ્યું હોવાનો ચોકાવનારો ખુલાસો - પેપર સોશિયલ મીડિયામાં વાઇરલ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કનુ પેપર અમદાવાદ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી સૂત્ર તરફથી પ્રાપ્ત થઇ રહી છે જ્યારે જિલ્લા પ્રમાણે પેપર ફાળવણી કર્યા બાદ રાજકીય વગ ધરાવતા એવા એક આચાર્ય સહિત ચાર શિક્ષકોની પેપર લીક (GSSSB Paper Leak 2021) કાંડમાં સંડોવણી હોવાનું પણ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. રૂપિયા 4 લાખમાં ખરીદી થયેલું પેપર આચાર્ય દ્વારા 10 લાખ રૂપિયામાં વેચ્યું હોવાની માહિતી પણ સામે આવી રહી છે, આમ પોલીસે અત્યાર સુધીમાં 16 જેટલા લોકોની અટકાયત કરીને તપાસ પણ હાથ ધરી છે.

GSSSB Paper Leak 2021: 4 લાખમાં ખરીદેલું પેપર આચાર્ય દ્વારા 10 લાખમાં વેચ્યું હોવાનો ચોકાવનારો ખુલાસો
GSSSB Paper Leak 2021: 4 લાખમાં ખરીદેલું પેપર આચાર્ય દ્વારા 10 લાખમાં વેચ્યું હોવાનો ચોકાવનારો ખુલાસો

By

Published : Dec 16, 2021, 6:51 PM IST

ગાંધીનગર:ગુજરાતમાં 12 ડિસેમ્બર રવિવારના રોજ ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા હેડ કલાર્કની પરીક્ષા (GSSSB head clerk exam 2021)નું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પરીક્ષાના ગણતરીના કલાક પહેલાં જ પેપર સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હોવાનો દાવો યુવા નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja on GSSSB Paper Leak )એ કર્યો છે, ત્યારે દાવો કર્યા બાદ આશિત વોરાએ કોઈ નક્કર પુરાવા નહિ હોવાનું નિવેદન આપ્યું હતું, ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગૌણ સેવાના અધ્યક્ષ આશિત વોરાએ સાબરકાંઠા પોલીસને મેઇલ કરીને તાપસની માંગ કરવામાં આવી છે. ત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ચોક્કસથી હેડ ક્લાર્કનું પેપર વાયરલ (GSSSB Paper Leak 2021) થયું છે, જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, પેપર ક્યાંથી ફૂટ્યું કેવી રીતે ફુટ્યુ કેટલા લોકો સંડોવાયેલા છે કઈ રીતે પૈસાનો વ્યવહાર થયો છે, આ તમામ પુરાવાઓ અમારી પાસે છે જે આવનારા સમયમાં અમુક વિશ્વાસુ વ્યક્તિને જ સુપ્રત કરવામાં આવશે.

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ બોલાવી બેઠક

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદ ધરાવનારે સાબરકાંઠા પોલીસને મેઈલ દ્વારા તપાસ કરવાની અરજી કરતી હોવાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે, ત્યારે રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંધવીએ પણ તાત્કાલિક ધોરણે તમામ અધિકારીઓની ખાસ બેઠક બોલાવી છે અને જે બેઠક અત્યારે પ્રધાનમંડળ નિવાસસ્થાન ખાતે યોજવામાં આવી રહી છે. જેમાં ગાંધીનગરના એસપી ગાંધીનગર રેન્જ આઇજી અને બનાસકાંઠાના એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા પણ હાજર છે..

GSSSB Paper Leak 2021: 4 લાખમાં ખરીદેલું પેપર આચાર્ય દ્વારા 10 લાખમાં વેચ્યું હોવાનો ચોકાવનારો ખુલાસો

તમામ પ્રકારના પુરાવા રજૂ કરવામાં આવ્યા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને તમામ પુરાવાઓ રજૂ કર્યા બાદ યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તમામ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં અમુક પુરાવાઓ કે હજુ જે ખૂબ જ સેન્સિટિવ છે તે એક પણ પુરાવા ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને આપવામાં આવ્યા નથી જે ફક્ત આવનારા સમયમાં રાજ્ય ગૃહ પ્રધાનને સોંપવામાં આવશે સાથે જ એવા અનેક પુરાવાઓ, વ્યક્તિઓના નામ સાથે આપ્યા છે, જેનાથી સ્પષ્ટ થઈ શકે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કનું પેપર ગણતરીના કલાકો પહેલા જ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.

અમદાવાદના સ્ટ્રોંગ રૂમથી ફૂટ્યું પેપર?

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કનુ પેપર અમદાવાદ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી સૂત્ર તરફથી પ્રાપ્ત થઇ રહી છે જ્યારે જિલ્લા પ્રમાણે પેપર ફાળવણી કર્યા બાદ રાજકીય વગ ધરાવતા એવા એક આચાર્ય સહિત ચાર શિક્ષકોની પેપર લીક કાંડમાં સંડોવણી હોવાનું પણ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. રૂપિયા 4 લાખમાં ખરીદી થયેલું પેપર આચાર્ય દ્વારા 10 લાખ રૂપિયામાં વેચ્યું હોવાની માહિતી પણ સામે આવી રહી છે, આમ પોલીસે અત્યાર સુધીમાં 16 જેટલા લોકોની અટકાયત કરીને તપાસ પણ હાથ ધરી છે.

આ પણ વાંચો:Exam Paper Leak In Gujarat: હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીકનો જૂનાગઢમાં આપે કર્યો વિરોધ

આ પણ વાંચો:GSSSB Paper Leak 2021: હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા

ABOUT THE AUTHOR

...view details