ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 12 ડિસેમ્બરે હેડ ક્લાર્કની પરીક્ષા (GSSSB Head Clerk Paper Leak 2021) લીધી હતી. ત્યારબાદ 10 તારીખે જ પેપર ફૂટી ગયું હોવાના ફોટો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. ત્યારે આ બાબતે યુવા નેતા યુવરાજ સિંહ જાડેજાએ સરકાર પર આક્ષેપ (Yuvraj Singh Jadeja gave an ultimatum) કરતા પત્રકાર પરિષદ યોજી હતી.
તમામ આરોપી વિરુદ્ધ થશે કડક કાર્યવાહીઃ ગૃહ રાજ્યપ્રધાન પેપર ફૂટ્યું હોવાના પૂરાવા મળ્યા હતાઃ હર્ષ સંઘવી
બીજી તરફ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે, સોશિયલ મીડિયા અને મીડિયા તરફથી મળેલ માહિતી મુજબ, અમે ત્રણ દિવસ પહેલાં જ તપાસ શરૂ કરી હતી, જેમાં પ્રશ્નપત્ર ફૂટ્યું (GSSSB Head Clerk Paper Leak 2021) હોવાના પૂરાવા અમને પ્રાપ્ત થયા છે, જેમાં 10 આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Police complaint against the accused) નોંધાવવામાં આવી છે, જે પૈકી 6 આરોપીઓની ધરપકડ (Arrest of paper leak accused) કરવામાં આવી છે અને 4 આરોપીઓ પોલીસની રડારમાં છે. સાબરકાંઠા પોલીસે 3 દિવસ પહેલા જ તમામ આરોપીઓની રેકી કરી હતી. તો ગૃહ રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, પરીક્ષા રદ થશે કે નહીં, તે નિર્ણય અને અસિત વોરાનું શું થશે તે નિર્ણય બાદમાં લેવાશે.
પેપર લીક કાંડમાં આ આરોપીઓ સામેલઃ
- મહેશકુમાર કમલેશભાઈ પટેલ (રાણીપ અમદાવાદ)
- જયેશભાઈ ઈશ્વરભાઈ પટેલ
- જસવંતભાઈ હરગોવનભાઈ પટેલ
- દેવલ જશવંતભાઈ પટેલ
- ધ્રુવ ભરતભાઈ બારોટ
- ચિંતનભાઈ પટેલ (ગામ, વદરાડ તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા)
- દિલીપકુમાર નવીનભાઈ પટેલ (ગામ હિંમતનગર)
- દર્શન કિરીટકુમાર વ્યાસ (હિંમતનગર)
- સતીષ ઉર્ફે હેપ્પી પટેલ (પાટનાકૂવા, તલોદ)
- સુરેશભાઈ રમેશભાઈ પટેલ (ગામ તાજપુરી હિંમતનગર)
- મહેન્દ્ર ભાઈ એસ પટેલ (ગામ પોગલું તાલુકો પ્રાંતિજ)
તમામ આરોપી વિરુદ્ધ થશે કડક કાર્યવાહીઃ ગૃહ રાજ્યપ્રધાન
રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પત્રકાર પરિસદમાં (State Home Minister Harsh Sanghvi on Paper Leak Case) વધુમાં જણાવ્યું હતું કે, તમામ આરોપીઓ સામે અત્યારે IPC કલમ 406, 409, 420 અને 120 બી કલમ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે. તો આ અંગે ગૃહ રાજ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને તે માટે વધુ અભ્યાસ કરીને કલમોનો ઉમેરો કરવામાં આવશે ત્યારે આ બાબતે હજી વધુ તપાસ પોલીસ દ્વારા ખાનગી રાહે ચાલી રહી છે.
પોલીસની 24 ટીમે તપાસ શરૂ કરી
યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ 11 ડિસેમ્બરે પત્રકાર પરિષદ કરી હતી. ત્યારબાદ સરકાર એક્શનમાં આવી હતી અને 12 ડિસેમ્બરે તાત્કાલિક ધોરણે રાજ્ય ગૃહપ્રધાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સભ્યો તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. તે દરમિયાન 16 ટીમની રચના કરવામાં આવી હતી. તેમ જ અલગ અલગ એન્ગલથી તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્યારે સમગ્ર કેસમાં પોલીસની 24 ટીમ તપાસ કરી રહી છે ત્યારે 6 જેટલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી (Arrest of paper leak accused) દેવામાં આવી છે અને બાકી રહેલા તમામ આરોપીઓની તપાસ ચાલી રહી છે. જ્યારે બાકી રહેલા તમામ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે, ફક્ત ધરપકડ કરવાની જ બાકી છે.
સ્ટ્રોન્ગ રૂમમાંથી પેપર કેવી રીતે લીક થયું તે તપાસ શરૂ
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્ટ્રોન્ગ રૂમમાંથી પેપર કેવી રીતે લીક (GSSSB Head Clerk Paper Leak 2021) થયું, કોની પાસે ગયું, કઈ રીતે ગયું અને આની સાથે કોણ કોણ જોડાયેલા છે. તે તમામ બાબતે તપાસ ચાલી રહી છે, પરંતુ જો હિંમતનગરની અને પ્રાંતિજની વાત કરવામાં આવે તો, ઉમેદવારોને પેપર આપતા પહેલાં તમામ ઉમેદવારોને હોટલમાં જમવા લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ અલગ અલગ ત્રણ ગૃપ પાડીને પેપર સોલ્વ કરવામાં આવ્યું હોવાની વાત અને વિગતો સામે આવી રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં ક્યાં ક્યાં પેપર વાયરલ થયું છે. તે બાબતની પણ તપાસ થઇ રહી છે અને તેને ધ્યાનમાં લઈને જ પરીક્ષા રદ કરવી કે નહીં. તેનો આખરી નિર્ણય ટૂંક સમયમાં કરવામાં આવશે.
અસિત વોરા વિરુદ્ધ પગલાં ભરવા અંગે ગૃહ રાજ્યપ્રધાને શું કહ્યું?
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ બાદ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે આસિત વોરાને તપાસથી દૂર રાખવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની પાસે અનેક પૂરાવા છે, જે તેઓ ગૃહ રાજ્યપ્રધાનને મળીને આપશે. જોકે, અત્યાર સુધી તેમની સાથે માત્ર એક જ વખત વાત થઈ છે. સાથે જ યુવા નેતાએ સરકારને ચીમકી આપી હતી કે, જો અસિત વોરાને ગુજરાત ગૌણ સૈવા પસંદગી મંડળમાંથી અને તપાસમાંથી દૂર કરવામાં નહીં આવે તો 72 કલાકના અલ્ટિમેટમ બાદ કર્મયોગી ભવનમાં આંદોલન કરીશું.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા અંતર્ગત વધુ બે આરોપીઓની અટકાયત
ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા અંતર્ગત પેપર લીક કૌભાંડ મામલે વધુ બે આરોપીઓની સાબરકાંઠા જિલ્લા પોલીસે અટકાયત કરી છે, તેમ જ અન્ય ત્રણ આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ યથાવત રાખ્યો છે. જેના પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયેલો છે. બિન સચિવાલય ક્લાર્ક માટે ગુજરાતમાંથી 80 હજારથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જોકે તે પણ લીક મામલે રાજ્ય સરકારે તપાસનો ધમધમાટ યથાવત રાખતા આજે સવારે પ્રાંતિજ પોલીસ મથકે કુલ 11 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જે અંતર્ગત છ આરોપીઓની સવારે અટકાયત થઈ ચુકી છે. જો કે અત્યારે વધુ બે આરોપીની અટકાયત થઈ છે. જેમાં જશવંત પટેલ તેમજ મહેન્દ્ર પટેલની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
હજુ ત્રણ આરોપીઓની અટકાયત બાકી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પેપર લીક મામલે વિવિધ આક્ષેપ-પ્રતિઆક્ષેપ બાદ જિલ્લા પોલીસ દ્વારા પ્રાંતિજ પોલીસ મથકે ૧૧ આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે આજે સાંજે વધુ બે આરોપીની અટકાયત થવા પામી છે જેમાં જશવંત પટેલ તેમજ મહેન્દ્ર પટેલ નામના આરોપીની અટક કરી પોલીસે સમગ્ર કૌભાંડ મામલે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. જો કે હજુ ત્રણ આરોપીઓની અટકાયત બાકી છે તેમજ પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લેવા માટે તપાસ યથાવત રાખી છે.
આ પણ વાંચો:GSSSB Head Clerk Paper Leak 2021: પેપર લીક થયું હોવાનું સરકારે કબૂલ્યું, 6 આરોપીની ધરપકડ
આ પણ વાંચો:GSSSB Paper Leak 2021: 4 લાખમાં ખરીદેલું પેપર આચાર્ય દ્વારા 10 લાખમાં વેચ્યું હોવાનો ચોકાવનારો ખુલાસો