ગાંધીનગર: ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ (GSEB Board Exam 2022)ને હવે ગણતરીના દિવસો બાકી છે. આજે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Minister Of Education Gujarat Jitu Vaghani)એ રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે એક વિડીઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય, સાથે જ કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષા આપવામાં અગવડતા ન પડે તેને ધ્યાનમાં લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10માં કુલ 81 ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. SSC માટે 81 અને HSCE માટે 56 ઝોનની રચના -જાહેર પરીક્ષાના પેપરોની જેમ ધોરણ-10 અને 12ના પરીક્ષાના પેપર ન ફૂટે અને જો કોઈપણ વિદ્યાર્થી પેપર ફોડવામાં સંડોવાયેલો હશે તો આગામી ભવિષ્ય જોખમાશે તેવા સંકેતો પણ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આપ્યા હતા. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા (10th and 12th board exams) માટે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10માં કુલ 81 ઝોન તૈયાર કરવામાં આવ્યા છે અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં કુલ 56 ઝોનની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો:Gujarat Board Exams Begins : 12 સાયન્સના વિદ્યાર્થીઓ 12 માર્ચ સુધી આપશે પ્રાયોગિક પરીક્ષા
ધોરણ 10 માટે કુલ 958 કેન્દ્ર અને ધોરણ 12 માટે કુલ 667 કેન્દ્ર -ધોરણ 10 માટે કુલ 958 કેન્દ્ર (board exam center gujarat) બનાવવામાં આવ્યા છે. તો ધોરણ 12 માટે 667 કેન્દ્રની રાખવામાં આવ્યા છે. સામાન્ય પ્રવાહના 527 કેન્દ્ર અને વિજ્ઞાન પ્રવાહના 140 કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે, જ્યારે વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો ધોરણ 10માં કુલ 7,81,678 નિયમિત વિદ્યાર્થીઓ, 9367 ખાનગી વિદ્યાર્થીઓ નોંધાયા છે. ઉપરાંત ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં 3,40,468 નિયમિત વિદ્યાર્થીઓ અને 22,270 ખાનગી વિદ્યાર્થીઓ નોંધાયા છે.
બસની વ્યવસ્થા આપવામાં આવશે -રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પરિષદને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 10 અને 12ના બોર્ડના પરીક્ષાના વિદ્યાર્થીઓ (Board Exam Students Gujarat) પરીક્ષા આપવા જાય તે સમયે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં જો સરકારની વધુ બસ (Traveling Facilities For Students In Gujarat) મુકવાની થાય તો બસ પણ મુકવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થીને તકલીફ હોય તો કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર ખાતે લાવવા અને લઇ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષા આપવામાં તકલીફ ન થાય તે બાબતની પણ વિશેષ તકેદારી રાખવામાં આવી છે.
આ પણ વાંચો:HSC SSC Prelim Paper leak 2022 : ધો. 10-12 પ્રિલિમ પરીક્ષા પેપર લીક થયાં, શિક્ષણ સચિવે તપાસના આદેશ છોડ્યાં
પોલીસ અને SRP સ્ટાફ મુકાશે -તેમણે જણાવ્યું કે, રાજ્યના શિક્ષણ અધિકારીઓની કચેરીઓ (State Education Officer's Office Gujarat)માં જિલ્લા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે, જે સવારે 7 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઇને દરેક પરીક્ષાના સ્થળોથી સીધી જવાબદારી જે તે સ્થળ સંચાલકની રહેશે તેવી પણ SOP તૈયાર કરવામાં આવી છે. પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓને નિયત કરેલા ઓળખપત્ર આપવામાં આવશે.
SRPની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી -શાળાના ફરજ પરના સ્ટાફની વિગતો સ્થળ સંચાલક રજીસ્ટરમાં રાખશે અને તેનું નિયંત્રણ કરશે. જ્યારે જે કેન્દ્રોમાં ચોરી થતી હોય અને ગંભીર પ્રકારની અનિયમિતતા જોવા મળતી હોય તેવા પરીક્ષા સ્થળો પર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવી. આ ઉપરાંત જરૂર પડે તો SRPની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. કોઈ પરીક્ષાર્થી ગેરરીતિ સાહિત્ય મળશે તો તેની સામે ગેરરીતિનો કેસ પણ કરવામાં આવશે.