ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ (state election commission gujarat) દ્વારા 19 ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લાઓના અનેક ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 19 ડિસેમ્બર રવિવારના રોજ કુલ 8,484 ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી (Gram Panchayat Election 2021) યોજાશે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા (gram panchayat election voting gujarat) હાથ ધરવામાં આવશે.
ચૂંટણીની વિગતો
સંપૂર્ણ બિનહરીફ ગ્રામપંચાયત | 1,167 |
સંપૂર્ણ બિનહરીફ સરપંચ | 1,167 |
સંપૂર્ણ બિનહરીફ સભ્ય/વોર્ડ | 9,669 |
અંશતઃ બિનહરીફ ગ્રામ પંચાયત | 6,446 |
અંશતઃ બિનહરીફ સરપંચ | 451 |
અંશતઃ બિનહરીફ સભ્ય/વોર્ડ | 26,254 |
ખાલી રહેલી બેઠકો ગ્રામ પંચાયત | 2,651 |
ખાલી રહેલી બેઠકો સરપંચ | 65 |
ખાલી રહેલી બેઠકો સભ્ય/વોર્ડ | 3,155 |
હરીફાઈમાં રહેલી ગ્રામપંચાયતોની વિગતો
ગ્રામ પંચાયત | 8,684 |
સરપંચ | 8,560 |
સભ્ય વોર્ડ | 53,507 |
હરીફાઈમાં રહેલા ઉમેદવાર
ગ્રામ પંચાયત | 8,684 |
સરપંચ | 27,200 |
સભ્ય | 1,19,998 |
મતદાન મથકની સંખ્યા | 23,097 |
સંવેદનશીલ મતદાન મથકો | 6,656 |
અતિ સંવેદનશીલ મતદાન મથકો | 3,074 |
ઉપલબ્ધ મતપેટીઓ | 59,694 |
ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર મતપેટીઓ | 37,429 |
ચૂંટણી અધિકારીઓ | 2,546 |
મદદનીશ ચૂંટણી અધિકારી | 2,827 |
પોલીંગ સ્ટાફ | 1,37,466 |
પોલીસ સ્ટાફ | 51,747 |
મતદારોની કુલ સંખ્યા | 1,82,15,013 |
મહિલા મતદારો | 88,45,811 |
પુરુષ મતદારો | 93,69,202 |
હવે ઘરેઘરે જઈને ચૂંટણી પ્રચાર
રાજ્ય ચૂંટણી આયોગના નોટિફિકેશન પ્રમાણે 17 ડિસેમ્બર સાંજના 6:00થી સંપૂર્ણ આચારસંહિતા (code of conduct for gram panchayat election 2021) લાગુ થઈ જશે, જેથી હવે કોઈપણ ઉમેદવાર જાહેરમાં મોટી સભા યોજીનેચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી શકશે નહીં, જેથી હવે ઉમેદવાર ઘરેઘરે જઈને બેઠક યોજીને ચૂંટણી પ્રચાર કરી શકશે.
કોઈ પક્ષના નેજા હેઠળ નથી થતી ચૂંટણી