- 19 ડિસેમ્બરના રોજ યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી
- 10,118 ગ્રામ્ય વિસ્તારોમાં યોજાશે ચૂંટણી
- 1258 (12 ટકા ) ગ્રામ્ય પંચાયત સમરસ બની
ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ્ય પંચાયત ચૂંટણી (Gram Panchayat Election 2021)નું આયોજન કરવામાં આવ્યું છે, 19 ડિસેમ્બરના રોજ 10 હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી યોજાશે. ફોર્મ ભરવાના દિવસો અને ફોર્મ પરત ખેંચવાના દિવસ પૂર્ણ થયા છે ત્યારે રાજ્યમાં કુલ 1258 જેટલી ગ્રામપંચાયત સમરસ (Samaras gram panchayat election) બની હોવાનું નિવેદન રાજ્યના પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજાએ એક પત્રકાર પરિષદ સંબોધીને જાહેરાત કરી હતી.
1 ટકાનો વધારો થયો
વર્ષ 2016માં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી (gram panchayat election in gujarat)માં 11 ટકા જેટલી ગ્રામ પંચાયતો સમરસ બની હતી, ત્યારે વર્ષ 2021માં 19 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી પહેલાં જ રાજ્યની કુલ 1285 જેટલી ગ્રામ પંચાયતો સમરસ બની છે. આમ ગત પાંચ વર્ષમાં 1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે જે પંચાયત સમરસ બની છે, તે પંચાયતમાં જે તે તલાટી કમ મંત્રી અથવા તો જિલ્લા કલેકટર અથવા તો તાલુકા કક્ષાના અધિકારીઓ દ્વારા તમામ પ્રકારના વિકાસના કાર્યો કરવામાં આવશે.
સમરસ પંચાયતોને મળશે વધુ ગ્રાન્ટ
રાજ્યના ગ્રામ પંચાયતા પ્રધાન બ્રિજેશ મેરજા (Gram Panchayat Minister Brijesh Merja)એ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 10 હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી હતી, પરંતુ 1285 ગ્રામ્ય પંચાયતો સમરસ બની છે, ત્યારે આ તમામ પંચાયતોને વસ્તી પ્રમાણે અને રાજ્ય સરકારના નવા નોટિફિકેશન પ્રમાણે વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આમ પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તારોને સાડા ત્રણ લાખ રૂપિયાની વધારે ગ્રાન્ટ ફાળવવામાં આવશે.