ગાંધીનગર : પોલીસના ગ્રેડ પે મુદ્દે ગાંધીનગરમાં શરૂ થયેલું આંદોલન બે મહિના પહેલા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં જોવા મળ્યું હતું. પોલીસ પરિવારજનો દ્વારા આ આંદોલનને ટેકો આપીને અનેક જિલ્લાઓમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે કમિટીની રચના કરીને પોલીસના પ્રશ્નો અને ગ્રેડ પે બાબતે વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની જાહેરાત કરી હતી. ત્યારે હજુ કોઈ નિરાકરણ ન આવતા આજે ગાંધીનગર પોલીસના પરિવારજનોની મહિલાઓ દ્વારા આંદોલનની ચીમકી (Grade Pay Issue) ઉચ્ચારવામાં (Police Grade Pay Andolan 2022) આવી હતી. ત્યારે પોલીસ લાઈનમાંથી જ 10થી 15 મહિલાઓની અટકાયત (Police Family Agitation) કરાઈ છે.
સવારથી સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ બંદોબસ્ત
પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા જે આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. તેને ધ્યાનમાં લઈને ગાંધીનગર પોલીસ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે વહેલી સવારથી જ સત્યાગ્રહ છાવણી અને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી. તાબડતોબ ત્યાં પોલીસના જવાનોને ઉતારીને કોઈપણ પોલીસ પરિવારજનો આંદોલન માટે ન આવે તેની પણ સાવચેતી રાખવામાં આવી હતી. પરિવારજનો (Police Family Agitation ) પોલીસ લાઈનમાંથી (Police Family Agitation) બહાર નીકળીને સત્યાગ્રહ છાવણી પહોંચે તે પહેલાં જ તમામની અટકાયત (Grade Pay Issue) કરી લેવામાં આવી હતી.