ગુજરાત

gujarat

ETV Bharat / city

GPSCની પરીક્ષા રવિવારે રાબેતા મુજબ લેવાશે

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં ખાસ કરીને કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારના રોજ યોજાનારી GPSC ની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ અસમજમાં હતા. જોકે, GPSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, GPSCની વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા રવિવારના રોજ રાબેતા કાર્યક્રમ મુજબ જ લેવામાં આવશે.

GPSCની પરીક્ષા રવિવારે રાબેતા મુજબ લેવાશે
GPSCની પરીક્ષા રવિવારે રાબેતા મુજબ લેવાશે

By

Published : Mar 19, 2021, 5:43 PM IST

Updated : Mar 19, 2021, 5:59 PM IST

  • GPSCની પરીક્ષા રાબેતા કાર્યક્રમ મુજબ યોજાશે
  • GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષા 21 માર્ચના રોજ યોજાશે
  • GPSC દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી જાહેરાત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના 300ની આસપાસ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે 4 મહાનગરપાલિકાની જવાબદારી સનદી અધિકારીઓને સોંપી દીધી છે. કોરોનાના વધી રહેલા કેસને લઈ રવિવારના રોજ યોજાનારી GPSCની પરીક્ષા બાબતે અનેક અહેવાલો સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. જોકે, આજે શુક્રવારે GPSC દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે, પરિક્ષા રાબેતા કાર્યક્રમ મુજબ જ યોજવામાં આવશે.

21 માર્ચે પરીક્ષા લેવાશે

સરકારી ભરતી માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જેમાં GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષા રાબેતા મુજબ જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. GPSC વર્ગ-1 અને 2ની પરિક્ષા 21 માર્ચના રોજ યોજાશે.

આ પણ વાંચોઃ GPSCની પરીક્ષાને લાગ્યું સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ગ્રહણ, તારીખમાં ફેરબદલી

32 જિલ્લામાં યોજવામાં આવશે પરીક્ષા

રાજ્યના કુલ 32 જિલ્લાના 838 સેન્ટર પર GPSC પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 9005 વર્ગમાં GPSC વર્ગ 1 અને 2 ની પરીક્ષા યોજાશે. રવિવાર યોજાનારી પરીક્ષામાં કુલ 2.15 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

Last Updated : Mar 19, 2021, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details