ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ હાજરીમાં શનિવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 'રાષ્ટ્રીય મતદાન દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકસભા ચૂંટણીમાં ઉત્તમ કામગીરી કરનારા અધિકારીઓને રાજ્યપાલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓને સારી કામગીરી કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
રાષ્ટ્રીય મતદાતા દિવસ: રાજ્યપાલે ચૂંટણીમાં ફરજ બજાવનાર શ્રેષ્ઠ અધિકારીને એવોર્ડ એનાયત કર્યા - રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ચૂંટણીમાં શ્રેષ્ઠ ફરજ બજાવનારા અધિકારીને એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. સાથે જ તેમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.
રાષ્ટ્રીય મતદાન દિવસે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. ભારતમાં લોકો પોતાના મતનો ઉપયોગ કરીને પોતાના પ્રતિનિધિની પસંદગી કરે છે. ચૂંટણીમાં દેશના 125 કરોડ દેશવાસીઓ માટે મતદાન મથકો ઉભા કરવાનું કામ જટિલ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ગુજરાતના ગીરમાં એક મતદાન માટે બુથ ઉભું કરવામાં આવે છે, જેનાથી પ્રતીત થાય છે કે ચૂંટણી પંચ કેટલી ગતિ વધતાથી કામગીરી કરે છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન રાજ્યમાં જે અધિકારીઓએ શ્રેષ્ઠ કામગીરી કરી હતી, તેમને રાજ્યપાલના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.