ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજભવન કોરોના યજ્ઞ: રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ 50 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 4 વેન્ટિલેટર હોસ્પિટલને કર્યા એનાયત - ગાંધીનગર ન્યૂઝ

રાજ્યમાં કોરોનાનો કહેર સતત જોવા મળે છે ત્યારે આજે 28 મેના રોજ રાજભવન ખાતે કોરોના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ આચાર્ય દેવવ્રતે 50 જેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર અને 4 વેન્ટિલેટર હોસ્પિટલને એનાયત કર્યા છે.

રાજ્યની જિલ્લા અને તાલુકા હોસ્પિટલમાં મશીનોની કરાઈ ફાળવણી
રાજ્યની જિલ્લા અને તાલુકા હોસ્પિટલમાં મશીનોની કરાઈ ફાળવણી

By

Published : May 28, 2021, 2:26 PM IST

Updated : May 28, 2021, 6:28 PM IST

  • આજે વધુ 50 ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન અને 4 વેન્ટિલેટરનું કરાયું દાન
  • રાજ્યની જિલ્લા અને તાલુકા હોસ્પિટલોમાં મશીનોની કરાઈ ફાળવણી
  • એક લાખ જેટલી કીટ આરોગ્ય કર્મચારીઓને પણ આપવામાં આવશે

ગાંધીનગર:ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેર એટલી ઘાતક હતી કે લોકોએ ઓક્સિજન માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં ધક્કા ખાવા પડતા હતા. તેમ છતાં પણ ઓક્સિજન મળતો ન હતો અને અંતે કોરોના દર્દીનું મૃત્યુ થતું હતું. સાથે જ સિવિલ હોસ્પિટલમાં પણ લાંબી-લાંબી લાઈનો લાગી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને રાજભવન ખાતે કોરોના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં કીટ આપીને તેમનું આત્મબળ વધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

આજે વધુ 20 ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન અને 4 વેન્ટિલેટરનું કરાયું દાન

20 જેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર આપવામાં આવ્યા

હવે બીજા તબક્કામાં ઓક્સિજનના અભાવથી કોઈ દર્દીનું મૃત્યુને લઈને રાજ ભવન દ્વારા 100 જેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં 28 મેના રોજ અમદાવાદ સિવિલમાં 20 જેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર આપવામાં આવ્યા હતા. જ્યારે આજે વધુ 50 જેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર અને 4 વેન્ટિલેટર આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લામાં ભણસાલી ટ્રસ્ટ દ્વારા 45 ઓક્સિજન મશીન અપાયા

એક લાખ જેટલી કીટ આરોગ્ય કર્મચારીઓને પણ આપવામાં આવશે

રાજ્યપાલ દેવદત્ત કાર્ય દ્વારા ગયા અઠવાડિયે અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર અને બરોડા જેવા મહાનગરમાં ઓક્સિજન કંસન્ટ્રેટર મશીન આપવામાં આવ્યા હતા. જ્યારે આજે નાના તાલુકાઓમાં અને નાની સરકારી હોસ્પિટલોમાં 50 જેટલા ઓક્સિજન મશીન આપવામાં આવ્યા છે. જ્યારે હજુ આવનારા સમયમાં વધુ એક લાખ જેટલી કીટ આરોગ્ય કર્મચારીઓને પણ આપવામાં આવશે.

કંઇ જગ્યાએ ફાળવણી કરાઈ

મહત્વની વાત કરવામાં આવે તો આજે રાજભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મેડિકલના સાધનોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં વડનગર, ગાંધીનગર, પાટણ અને હિંમતનગર મેડિકલ કોલેજોને હોસ્પિટલમાં મોકલવામાં આવશે. સાથે જ ભિલોડા ખાતે 10 જેટલા ઓક્સિજન કંસન્ટ્રેટર ઉપરાંત અમરેલી સાવરકુંડલા સહિત રાજ્યના અનેક અન્ય જિલ્લાઓમાં પણ 10 જેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર મોકલવામાં આવશે.

આ પણ વાંચો:હવે ઓક્સિજન સિલિન્ડર શોધવાની ઝંઝટ થશે ખતમ, આ મશીન ઘરે બેઠા આપશે ઓક્સિજન

અગાઉ 1 લાખ રાશન કીટ કોરોના વોરિયર્સને આપવામાં આવી

રાજ્યના રાજ્યપાલ દેવરાજ વધુમાં જણાવ્યું હતું કે, રાજભવન ખાતે કોરોના વાઈરસને લઈને એક લાખ કીટનું વિતરણ પણ અગાઉ કરવામાં આવ્યું હતું. જ્યારે આગળ વધુ કીટ આગામી દિવસોમાં આપવામાં આવશે. આરોગ્ય વિભાગના કર્મચારીઓના ઉત્સાહ વધારવા માટે આ કિટ આપી હોવાનું નિવેદન પણ રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ આપ્યું હતું.

Last Updated : May 28, 2021, 6:28 PM IST

ABOUT THE AUTHOR

...view details