ગાંધીનગર :ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે સરકારના તમામ પ્રધાનો અને ધારાસભ્યોએ રાજભવન ખાતે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાથે સાંજનું (Devvrat Acharya had Dinner at Raj Bhavan) ભોજન લીધું હતું. તે સાથે જ પ્રાકૃતિક કૃષિના માધ્યમથી દેશમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે અને રાજ્યના પ્રધાનો અને ધારાસભ્યો પોતાના વિસ્તારમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરે તેવી સૂચના પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપી હતી.
અધ્યક્ષ નીમાબેન આચાર્ય રહ્યા હાજર -ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમા આચાર્ય અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રધાન મંડળના સદસ્યો અને ધારાસભ્યો સાથેની પ્રાકૃતિક કૃષિ અંગે વિચાર ગોષ્ઠિમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિના માધ્યમથી દેશમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે. રાજ્યપાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને પ્રાકૃતિક (Governor Devvrat Acharya on Natural Farming) કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે.
ભૂમિ બંજર બનતી જાય છે - રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, પ્રાણી માત્રના સુખ-સ્વાસ્થ્ય માટે ચિંતા કરવી આવશ્યક છે. સ્વતંત્રતા સમયે હરિત ક્રાંતિ અને રાસાયણિક કૃષિ સમયની માંગ હતી. આજે ધરતીનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદીન ઘટી રહ્યો છે. ભૂમિ બંજર બની રહી છે, લોકો રાસાયણિક ખાતર અને જંતુનાશકના ઉપયોગથી પેદા થતા ખાદ્યાન્ન કારણે કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવી અસાધ્ય બીમારીનો ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિનો (Chemical Agriculture) મજબૂત વિકલ્પ પ્રાકૃતિક કૃષિ છે.
રાજ્યમાં 2 લાખ ખેડૂતો જોડાયા -રાજ્યપાલ આચાર્યે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારના સહયોગથી રાજ્યમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં જોડાયા છે, ત્યારે પ્રધાનો અને ધારાસભ્યો પણ પોતાના વિસ્તારમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની સુરક્ષા થશે. દેશી ગાયનું જતન-સંવર્ધન થશે, કૃષિ-ખર્ચ ઘટશે અને ઉત્પાદનોની યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ સમૃદ્ધ બનશે, જમીનની ફળદ્રુપતા વધશે અને પાણીની બચત થશે. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી રાસાયણિક ખાતરો પાછળ ખર્ચાતી લાખો રૂપિયાની સબસીડી બચશે, એટલું જ નહીં લોકોને ઝેર મુક્ત સ્વાસ્થ્યપ્રદ આહાર પણ ઉપલબ્ધ બનશે.