- રાજ્યના કેબિનેટ કૃષિપ્રધાન રાઘવજી પટેલ સાથે ખાસ વાતચીત
- રાહત પેકેજ 2 ટૂંકસમયમાં કરવામાં આવશે જાહેર
- ચૂંટણી પંચની મંજૂરી બાદ રાહત પેકેજ થશે જાહેર
- માવઠામાં કોઈ પ્રકારનું નુકશાન નહીં
ગાંધીનગર : ગુજરાતમાં જ્યારે નવનિયુક્ત સરકારે શપથ લીધાં તેના ગણતરીના જ કલાકોમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે મેઘવર્ષા થઈ હતી અને રાજ્ય સરકારે ગણતરીના દિવસોમાં જ અતિવૃષ્ટિ જાહેર કરી હતી. મહત્વના પ્રથમ ચાર જિલ્લા રાજકોટ, જામનગર, જૂનાગઢ અને સોમનાથમાં (Agricultural Assistance Package ) સર્વેની (Agricultural Survey) કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાતા કુલ 19 જેટલા જિલ્લામાં ચૂંટણી કામગીરી શરૂ કરાઇ હતી. જેમાં ચાર જિલ્લા માટે પ્રથમ રાહત પેકેજ જાહેર થયું હતું. ત્યારે હવે બીજું રાહત પેકેજ રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે પ્રથમ કૃષિ પેકેજ 571 રૂપિયાનું જાહેર કર્યું હતું.
કૃષિ રાહત પેકેજ 2 જાહેર થશે
આ બાબતે રાજ્યના કેબિનેટપ્રધાન રાઘવજી પટેલ ( Agriculture Minister Raghavji Patel) ETV ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ચાર જિલ્લા માટે પહેલાં જ રાહત પેકેજની જાહેરાત (Agricultural Assistance Package) કરી હતી. પરંતુ હજુ 11 જેટલા જિલ્લાઓમાં રાહત પેકેજની સર્વેની (Agricultural Survey) કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે હવે પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની (Agricultural Assistance Package 2 ) જાહેરાત કરવામાં આવશે.
માવઠામાં કોઈ પ્રકારનું નુકશાન નહીં
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડયો હતો. જેમાં ઊભા પાકને નુકસાન થયા હોવાના અહેવાલ અને ફરિયાદો પ્રાપ્ત થઈ હતી થઈ રહી હતી. ત્યારે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા સુઓમોટો દાખલ કરીને તમામ જિલ્લાઓમાં સર્વે (Agricultural Survey) હાથ ધરવામાં આવ્યો હતો. આ બાબતે કોઈ પણ નુકસાનનો રિપોર્ટ રાજ્ય સરકારને પ્રાપ્ત થયો નથી અને એક કે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પરંતુ ખેડૂતોના ઉભા પાકને કોઈપણ પ્રકારનું નુકશાન નથી થયાં હોવાનું વાત રાઘવજી પટેલે ( Agriculture Minister Raghavji Patel) ETV Bharat સાથે કરી હતી.