ગુજરાત

gujarat

ETV Bharat / city

હવે ગમે ત્યારે કલેક્ટર ઓફિસે પડશે સરકારની રેડ, મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની મહત્વની જાહેરાત

રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકાર (Bhupendra Patel Government)માં જનતાના કામો સરળતાથી થાય તે માટે તમામ પ્રધાનો એક્શન મોડમાં છે, ત્યારે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Minister Of Revenue Rajendra Trivedi)એ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે મહેસૂલ વિભાગ (Revenue Department)ની કામગીરીને ધ્યાનમાં લઈને સ્કોર્ડની રચના કરવામાં આવશે. સ્થાનિક કક્ષાએ કલેક્ટરોની કામગીરીની ઓચિંતી તપાસ કરવા માટે એક ટીમ તૈયાર કરવામાં આવશે.

હવે ગમે ત્યારે કલેક્ટર ઓફિસે પડશે સરકારની રેડ
હવે ગમે ત્યારે કલેક્ટર ઓફિસે પડશે સરકારની રેડ

By

Published : Oct 20, 2021, 8:37 PM IST

  • મહેસુલ વિભાગ દ્વારા ટીમો બનાવવામાં આવશે
  • ટીમ ગમે ત્યારે કોઈપણ કલેક્ટર ઓફિસમાં કરી શકશે રેડ
  • કોઈ મહેસૂલ કર્મચારી કામ કરવા માટે પૈસા માંગે તો વિડીયો ઉતારી સરકારને આપવા મહેસૂલ પ્રધાને કહ્યું

ગાંધીનગર: ગુજરાતમાં ભાજપની નવનિયુક્ત સરકારને એક મહિનાનો સમય પૂર્ણ થયો છે, ત્યારે તમામ પ્રધાનો એક્શન મૂડમાં છે. જાહેર જનતાના કામો સરળતાથી થાય તે માટે તમામ પ્રધાનો કાર્યરત થયા છે, ત્યારે આજે રાજ્યના મહેસૂલ પ્રધાન અને પ્રવક્તા પ્રધાન એવા રાજેન્દ્ર ત્રિવેદી (Minister Of Revenue Rajendra Trivedi)એ કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં સ્પષ્ટપણે જાહેરાત કરી હતી કે 21 ઑક્ટોબરના રોજ રાજ્યના તમામ કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ (Collectors and District Development Officers)ની ઓનલાઇન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આવનારા સમયમાં મહેસુલ વિભાગના એક્શન પ્લાનની ચર્ચાઓ કરવામાં આવશે.

મહેસુલ સ્કોર્ડની રચના થશે

રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગની કામગીરીને ધ્યાનમાં લઈને સ્કોર્ડની રચના કરવામાં આવશે. સ્થાનિક કક્ષાએ કલેક્ટરોની કામગીરીની ઓચિંતી તપાસ કરવા માટે એક ટીમ તૈયાર કરવામાં આવશે જે કોઈપણ જિલ્લામાં જઈને આકસ્મિક તપાસ કરશે. આ ટીમો આકસ્મિક તપાસ કરીને જિલ્લાના કેટલા કેસો પડતર છે અને ક્યાં સુધીમાં તેનો નિકાલ થશે સહિતની ચકાસણી પણ હાથ ધરશે, જ્યારે સેવાઓમાં જે ફરિયાદો મળે છે તે તાત્કાલિક ધોરણે નિકાલ થાય અને લોકોને ઝડપથી સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે આ તમામ પ્રયત્નો હાથ ધર્યા હોવાનું નિવેદન આપ્યું હતું.

મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની મહત્વની જાહેરાત

અધિકારીઓ પૈસા માંગે તો વિડીઓ ઉતારો

મજાની વાત કરવામાં આવે તો રાજ્યના અનેક વિભાગોમાં પૈસા આપીને કામ થતા હોવાની ફરિયાદો રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે, ત્યારે મહેસૂલ વિભાગમાં પણ જો કોઇપણ અધિકારી પૈસાની માંગણી કરે અને કામ કરવાની બાંહેધરી આપે તો પૈસા માંગતો વિડીયો જે તે વ્યક્તિએ ઉતારીને ગાંધીનગર વિડીયો આપવાની અને ફરિયાદ કરવાની જાહેરાત પણ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના પારદર્શી વહીવટી માને છે, જ્યારે પણ ખોટું થતું હોય કે પછી જનસેવા માટે ક્યાંય નાણાં લેવાતા હોય તો તે પ્રક્રિયાનો વિડીયો ઉતારીને ગાંધીનગર કાર્યાલય ખાતે મોકલવામાં આવે, જેથી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી શકાય. આવા તમામ લેભાગુ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગને અનેક ફરિયાદો મળી છે જેમાં ફરિયાદીને સાંભળ્યા પછી પણ ચુકાદા પેન્ડિંગ હોવાની ઘટનાઓ સામે આવી છે. અથવા તો ચુકાદાઓ સાંભળ્યા હોવા છતાં અને નિર્ણય લીધા હોવા છતાં પણ હૂકમ કરવામાં આવ્યા ન હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. રાજ્ય સરકારની તૈયાર કરેલી ખાસ ટીમ આ તમામ ઘટનાઓને ધ્યાનમાં લઈને ગમે ત્યારે ગમે તે કલેકટર ઓફિસે તપાસમાં જશે અને આવા હુકમનામા થવા બદલ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરશે.

આ પણ વાંચો: Exclusive Interview: 'જ્યાં ખેતીના પાકને થયેલા નુકસાન અંગે રજૂઆતો આવી છે ત્યાં સર્વેની સૂચના અપાઈ ગઈ છે' : રાઘવજી પટેલ

આ પણ વાંચો: દિવાળીના 10 દિવસ બાકી, પરંતુ ડ્રાયફ્રુટ માર્કેટમાં ઘરાકી ઓછી

ABOUT THE AUTHOR

...view details