BRTS દ્વારા સર્જાતા અકસ્માતને લઇને સોમવારે બેઠક બોલાવવામાં આવી હતી. જે બેઠક બાદ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદ પોલીસ કમિશનર, કોર્પોરેશનના અધિકારીઓ, એન્જિનિયરો તથા ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીની સોમવારે પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. જેમાં અકસ્માતો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે કમિટી દ્વારા BRTS ટ્રેકમાં અકસ્માતની સંખ્યા ઘટે તે અંગેના પણ કારણો આપવામાં આવ્યાં હતાં. જેમાં, જો હવે કોઈ વ્યક્તિ BRTS ટ્રેકમાં પ્રવેશ કરશે તો તે વ્યક્તિને 1500થી 2000 રૂપિયા દંડ થાય તેવું પણ રાજ્ય સરકારે ખાસ આયોજન કર્યું છે.
અકસ્માતના નિવારણ માટે સરકારનું આયોજન, BRTS ટ્રેકમાં વાહન ચલાવનારને 2000 દંડ - અકસ્માતનું નિવારણ
ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને સુરતમાં BRTS ટ્રેકમાં અકસ્માતની હારમાળા સર્જાઇ છે. જેમાં કેટલાય લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કમિટી દ્વારા સરકારને અનેક સૂચનો આપવામાં આવ્યા હતા. જ્યારે મંગળવારે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ BRTSના જે ટ્રાફિક વાળા જંકશન અને ચાર રસ્તા એ રૂબરૂ મુલાકાત લઈને ટ્રાફિકને લગતી સમસ્યાઓની સમીક્ષા કરશે.
બેઠક અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરે જણાવ્યું હતું કે, સોમવારે અમદાવાદ શહેરના ટ્રાફિક મુદ્દે સોમવારે બેઠક યોજાઇ હતી. જેમાં તમામ ચાર રસ્તા ઉપર કે, જ્યાં સ્પીડ બ્રેકરની જરૂર છે, ત્યાં સ્પીડબ્રેકર બનાવવામાં આવશે. ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનરે બેઠકમાં સૂચન આપ્યું હતું કે, અમદાવાદમાં પોલીસનો પૂરતો સ્ટાફ હોવાના કારણે BRTS ટ્રેકમાં બાઉન્સરોની જરૂર નથી.
બેઠકમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરા, મેયર બીજલ પટેલ અને રાજ્યના વાહન વ્યવહાર અગ્રસચિવ સુનયના તોમર પણ હાજર રહ્યાં હતાં.