- અદાણી પાવર પાસેથી 2019માં 13053 અને 2020માં 6996 મિલિયન યુનિટ વીજળી ખરીદી
- 2 વર્ષમાં સરકારે અદાણી પાવરને 1929 કરોડની ચૂકવણી કરી
- એસ્સાર પાવર કંપનીએ પાવર સપ્લાય ન કરતા સરકારે ફટકાર્યો 235.39 કરોડનો દંડ
ગાંધીનગર: સરકાર એક તરફ ઉર્જાના બજેટમાં સતત વધારો કરી રહી છે. તેની સામે સરકાર ખાનગી કંપનીઓ પાસેથી વીજળીની ખરીદી સામે મોટી રકમ ચૂકવી રહી હોવાનું વિધાનસભામાં સામે આવ્યું છે. સરકારે અદાણી પાવર પાસેથી વર્ષ 2019માં 13,053 મિલિયન યુનિટ વીજળીની ખરીદી કરીને તેમની પાછળ ફિક્સ કોસ્ટ પેટે 1221 કરોડની ચૂકવણી કરી હતી. જ્યારે, વર્ષ 2020માં સરકારે અદાણી પાવર પાસેથી 6996 મિલિયન યુનિટ વીજળી ખરીદી કરીને તેમની પાછળ 708 કરોડની ચુકવણી કરી હતી.
સરકારે 2 વર્ષમાં અદાણી પાવર પાસેથી 1929 કરોડની વીજળી ખરીદી આ પણ વાંચો:ગુજરાત સરકાર દેવું કરવા અને તેને સરભર કરવા સક્ષમ : સૌરભ પટેલ
એસ્સાર પાવર પાસેથી વસૂલાત કરી
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સાથે થયેલી વીજ કરારની શરતો મુજબ, પાવર સપ્લાય કરનાર એસ્સાર પાવર ગુજરાત લિમિટેડ પાસેથી પેનલ્ટી પેટે નાણાકીય વર્ષ 2017-18 માટે રૂપિયા 68.11 કરોડ તથા તેના પર લાગુ પડતા લેટ પેમેન્ટ ચાર્જ પેટે 8.53 કરોડ વસૂલ્યા હતા. જ્યારે, નાણાકીય વર્ષ 2018-19 માટે 134.17 કરોડ અને નાણાકીય વર્ષ 2019-20 માટે 24.58 કરોડ રકમ વસૂલી હતી. આજ રીતે, સરકારે વર્ષ 2020 સુધીમાં એસ્સાર પાવર કંપની પાસેથી 149.09 કરોડની વસૂલાત કરી હતી. જેમાં 37.83 કરોડ વ્યાજ પેટે વસૂલ કરવામાં આવ્યા હતા.
સરકારે 2 વર્ષમાં અદાણી પાવર પાસેથી 1929 કરોડની વીજળી ખરીદી આ પણ વાંચો:ગુજરાતનું બજેટ ઝવેરચંદ મેઘાણીનું નહીં પરંતુ ગૌતમ અદાણી માટેનું બજેટ : જિજ્ઞેશ મેવાણી