20 એપ્રિલથી 33 ટકા સ્ટાફ સાથે સરકારી કચેરીઓ ખુલશે, રાજકોટના જંગલેશ્વરમાં કરફ્યૂ - કોરોના
કોરોના વાઇરસના કહેર વચ્ચે રાજ્ય સરકાર આગામી દિવસોમાં એટલે કે 20 એપ્રિલથી સરકારી કચેરી 33 ટકા સ્ટાફ સાથે શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અને આ બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, 20 એપ્રિલથી સરકારી કચેરીઓ 33 ટકા સ્ટાફ સાથે શરૂ કરવામાં આવશે જ્યારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ ન થતાં અને કોરોના કેસ વધુ સામે આવતા રાજય સરકાર દ્વારા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કરફ્યૂ મુકવાની સૂચના આપવામાં આવી છે.
ગાંધીનગર: લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવેલા નિર્ણયોની માહિતી આપતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, 20 એપ્રિલથી ૩જી મે સુધી સરકારની કચેરીઓ સીમિત સ્ટાફ સાથે ચાલુ રાખવા અંગે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ કચેરીઓ ચાલુ રાખવામાં આવશે. ઉપરાંત જે વિસ્તારમાં કોરોના વાઈરસનું વ્યાપક સંક્રમણ થયું હોય તેવા વિસ્તારો Hotspot અને કન્ટેન્ટ ઝોન જાહેર થયા છે, તે વિસ્તારમાં આવેલી કચેરીઓ ચાલુ કરવામાં આવશે નહીં ઉપરાંત આ વિસ્તારમાં રહેતા સરકારી કર્મચારીઓને પણ નોકરી પર બોલાવવામાં આવશે નહીં. આ સાથે જ રાજ્યની તમામ સરકારી કચેરીઓ માટે નિયમો બાબતે અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે જે તે કચેરીના મુખ્ય વડા કેટલાક કર્મચારીઓ ને બોલાવવા તે અંગેનો નિર્ણય કરશે પરંતુ ૩૩ ટકાથી વધુ કર્મચારીઓને બોલાવવામાં આવશે નહીં જ્યારે ઓફિસ શરૂ કરવામાં આવે ત્યારે ઓફિસને સમયાંતરે છે ને સેનેટાઈઝ કરવાની રહેશે, જે પણ કર્મચારીઓ આવે તેઓએ ફરજિયાત માસ્ક બાંધવાનું રહેશે, આ ઉપરાંત લિફટમાં પણ ચારથી વધુ વ્યક્તિ પ્રવેશી શકશે નહીં જેવી સૂચનાઓ પણ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.