ગુજરાત

gujarat

ETV Bharat / city

નિવૃત્ત કર્મચારીઓ ખાલી કરી રહ્યા સરકારી મકાનો, સરકારે આપી કાયદેસરની નોટિસ

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યમાં નિવૃત્ત થઈ ગયેલા 449 સરકારી કર્મચારીઓ દ્વારા સરકારે ફાળવેલા આવાસો ખાલી ન કર્યા હોવાની વિગતો સામે આવી છે. આ વચ્ચે હાલમાં ફરજ બજાવી રહેલા 4293 સરકારી કર્મચારીઓએ આવાસ માટે અરજી કરી હોવાનો પણ ખુલાસો થયો છે.

નિવૃત્ત કર્મચારીઓ નથી ખાલી કરી રહ્યા સરકારી મકાનો, સરકારે આપી કાયદેસરની નોટિસ
નિવૃત્ત કર્મચારીઓ નથી ખાલી કરી રહ્યા સરકારી મકાનો, સરકારે આપી કાયદેસરની નોટિસ

By

Published : Mar 24, 2021, 4:09 PM IST

  • રાજ્યમાં નિવૃત સરકારી કર્મચારીઓની દાદાગીરી
  • નિવૃત્તિ બાદ પણ નથી ખાલી કરી રહ્યા સરકારી મકાનો
  • ગાંધીનગરમાં 449 સરકારી મકાનો પર નિવૃત કર્મચારીઓનો કબજો

ગાંધીનગર: ગાંધીનગરમાં આવેલા સચિવાલય અને અન્ય સરકારી વિભાગોમાં કામ કરતા સરકારી કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા મફતમાં આવાસ ફાળવવામાં આવે છે, પરંતુ વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સામે આવ્યું છે કે, નિવૃત્તિ બાદ પણ સરકારી કર્મચારીઓ સરકારે આપેલા મકાનો ખાલી કરતા નથી. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં 449 જેટલા સરકારી કર્મચારીઓ નિવૃત થયા હોવા છતાં પણ મકાનો ખાલી કરી રહ્યા ન હોવાનો સરકારે લેખિતમાં જવાબ રજૂ કર્યો હતો.

નિવૃત કર્મચારીઓને સરકારે આપી નોટિસ

વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે, 31 ડિસેમ્બર 2020 સુધીમાં કુલ 449 જેટલા નિવૃત કર્મચારીઓ સરકારી મકાન ખાલી કરી રહ્યા નથી. ત્યારે સરકારે આ તમામ નિવૃત્ત કર્મચારીઓ ને કોર્ટ મારફતે નોટિસ પણ ફટકારી છે. ત્યારે હવે આ કર્મચારીઓ ક્યારે મકાન ખાલી કરશે તે જોવું રહ્યું?

ગાંધીનગરમાં 4293 અરજીઓ પડતર

વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં એક બાજુ 449 જેટલા સરકારી નિવૃત્ત કર્મચારીઓએ રાજ્ય સરકારે આપેલા મકાનો ખાલી કર્યા નથી. ત્યારે બીજી બાજુ 4298 સરકારી કર્મચારીઓને મકાન લેવાની અરજી પડતર હોવાનું વિધાનસભાગૃહની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે કે, આ વાતને ઉપલબ્ધતા મુજબ ફાળવણી થતી હોવાથી અરજીઓ પડતર છે. જ્યારે આવાસ ઉપલબ્ધ થશે, ત્યારે સરકારી કર્મચારીઓને આવાસ ફાળવવામાં આવશે.

વિધાનસભાના અન્ય સમાચાર:

ABOUT THE AUTHOR

...view details